________________
જૈન શ્વે. કાન્ફરન્સ હેરલ્ડ.
ઉપલી ભાષામાં અને ગૌતમ રાસાની ભાષામાં આસમાન જમીનને ફેર છે. કોઈ એવા આક્ષેપ લે છે, કે નરસિંહ મહેતા વગેરેની કવિતાઓમાં ઉતારનારાઓએ ઘણા ફેરફાર કરી ચાલુ ભાષા જેવી કરી નાંખી છે, અને જૈન ગ્રંથોના ઉતારનારા સારા લક્રિયા હોવાથી તેમણે અસલ ભાષા શુદ્ધ ઉતારેલી છે. આમાં કેટલુક સત્ય છે, કેમકે ઘણાખરા લોકો પોતાને રૂચે તે ગ્રંથ ઉતારતા, તેમના પ્રમાદથી મૂળ લખેલું બંધ ન બેસવાથી કે અજ્ઞાનતાથી મૂળ લખાણમાં ફેરફાર કરેલા જોવામાં આવે છે, પરંતુ સુશિક્ષિત ન હૈાય એવા લખનારા પ્રાકૃત સમજનારા હોય તે તેમને ફેરફાર કરવાની જરૂર ન રહે. એટલે તેમને ફેરફાર પ્રાકૃતમયી જૂની ગુજરાતીને સુધારી નવી ગુજરાતી બનાવી દે એવા ન હાય. વૈદિક ધર્મના કવિએ જૈન સાધુએ જેવા પ્રાકૃત માગધી આદિ જાણનારા ન હોય તેથી તેમના લખાણમાં તે તે ભાષાના ઘણા શબ્દો ન આવે. માત્ર તે વખતે ગુજરાતીમાં જે પ્રાકૃત શબ્દો કે રૂપા વપરાતાં હોય તેજ આવી શકે; અર્થાત્ તેમની ભાષા તેજ ખરી ગુજરાતી કહેવાય.
૩૧૪
ગુજરાત શાળાપત્રમાં સંવત્ પૂર્વે ૫૦૦ વર્ષથી સંવત્ ૧૧૦૦ સુધીનાં જે દૃષ્ટાંતા આપ્યાં છે તે જૂની ગુજરાતી નથી. પરંતુ જૈનાની પ્રાકૃત છે, એટલે તે વિષે કંઇ કહેવા સરખું નથી.
સંવત્ ૧૩૬૧ ના પ્રબંધ ચિંતામણીમાંથી રા. ગાળદાસ ઉદાહરણ આપ્યાં છે, તેમાં કવણું, પિયાવઉ, ખીરૂં વગેરે, ગૌતમરાસાની ભાષા સાથે સરખાવતાં જાણે તે પછીની કૃતિ હાય એમ લાગે છે,' અગર ખતે ગ્રંથો વચ્ચે માત્ર પચાશેક વર્ષના અંતર છે, તેથી તે વિષે વધુ કહેવાનું નથી; પરંતુ સવત્ ૧૩૧૫ માં જે રાસ રચાયા છે, તેમાં ગામ કુકડીએ કર્યાં ચામાસા, સંવત્ .તેરે પનરા માંયા. આ ભાષા તે કેવળ સાંપ્રત ગુજરાતી જેવી છે માત્ર ચામાસાને નર જાતિમાં અને માંયને બદલે માંયા લખ્યા છે. સપ્તમી અર્થ તૃતિયાના પ્ર ત્યય, ભૂતકાળના પ્રત્યય, ગામ કકડી, કર્ ધાતુ, ચામાસુ, તેર, પનર ( પંદરને ફેંકાણે બીજા કવિઓએ એ શબ્દ વાપર્યો છે) એ શબ્દો ચાલ ગુજરાતી છે, તેથી પ્રશ્ન એ થાય છે કે ગાતમનેા રાસા જે સંવત ૧૪૧૨ માં લખાયા છે તે અને સંવત ૧૩૧૫ માં લખાએલા રાસા બેઉની ભાષામાં આટલા બધા તફાવત કેમ હોય ? અનુમાન ! એવું થાય કે ગૈતમ રાસા જૈનાની પ્રાકૃતમયી શૈલીમાં છે, અને ૧૩૧૫ ને રાસા તે વખતે ચાલતી ગુજરાતીમાં છે. સંવત્ ૧૫૬૦ ની આસપાસ લખાએલી કવિતાની વાનગી શાળાપત્રમાં અપાઇ છે તેઃ—
ઘર ધરણીને ઘાટ ઘડાવ્યા, પહેરણ આછા વાંકા; દશ અ'ગુલી દા વેઢજ, પહેર્યાં નિર્વાણે જાવું છે નાગા વાંકા અક્ષર માથે મીડુ, નીલવટ આવા ચા; મુનિ લાવણ્ય સમય મ ખેલે, જિમ ચિરક્રાલે વંદા રે,
આ કવિતા ગાતમ રાસાથી ઘણી જૂદી પડે છે, અને તે અન્ન ધર્મવાળાની કવિતા સાથે તથા સાંપ્રત ગુજરાતી સાથે વધારે મળે છે.
સત્તરમી અને અઢારમી સદીમાં લખાએલી ભાષામાં ઘણા તફાવત નથી એમ કહી રા. ગોકળદાસ કારમી સદીનાં ઉદાહરણુ આપે છે, તે તે સાંપ્રત ગુજરાતી જેવાંજ છે. દાખલા તરીકે