________________
જૂની ગુજરાતી અને જૈન સાહિત્ય.
૩૧૫
અબળા સબળ જાણુંને, સુતી કાંત વિમાસી રે;
રાત્રિમાંહી મુકી કરી, નળરાજા ગયો નાસી રે. આમાં પ્રાકૃતને એકપણ શબ્દ કે રૂપ જોવામાં આવતાં નથી. શાસ્ત્રી વૃજલાલ કાળીદાસે કેટલીક વાનગીઓ આપી છે તે જુઓ. ૧૪૮૧ માં લખેલું વેદિઆ બ્રાહ્મણને પુસ્તકમાંથી,
વૈશાખ શુદિ ભૂદાન દીજઇ, કાર્તિક શુદિ નવમી ચેખાદાન દીજઇ.
લઘુ બાલક દંતવિના મરઇ તેહનું સૂતક દીન એક. સંવત ૧૪૦૦ ના સૈકામાં લખાયું હશે એવું અનુમાન કરી આપેલ વાયોઃ
કરે જ મૂલ ગાઈ તણુઈ મૂત્ર સું પી જઈ હરસ જાઇ.
છાસિ સઉં પાકઉં બીલું પી જઈ હરય જાઈ. રત્ન પરીક્ષાની ટીકામાંથી (સાલ નથી)
મોતીનું પહિ લઉ આગર સિંઘલદીપ,
જાણિ વ૬, બી જઈ આગર આરબ દેશ જાણ ઉ. જૈન ધર્મ નવ તત્વ બાલાવબોધની ૧પ૮૧ માં લખાએલી પ્રતમાંથી;
કિતલી ગોલી અજમા પીપલી મિરી ભારંગી સુંઠિ પ્રમુખ દ્રવ્ય કરી ઉપની હુઈ તે વાય ફેડઈ૧૧૫૮૨ માં લખેલા જીવ વિચાર નામક જૈન પુસ્તકમાંથીઃ
સિદ્ધના જીવ ના દેહ નથી, પ્રાણ નથી, યોની નથી
જીવજિન વચન અણુ લહત સંસાર માહિ ઘણું કિર, ઉપરના ફકરાઓમાં પ્રાકૃત શબ્દ નથી; માત્ર ઈ ઉ છૂટા લખેલા અને જોડણીમાં હેરફેર છે. હજી પણ કોઈ ઘીને ઠેકાણે ઘઈ, ધીઈ એમ લખે છે, એ ને ઠેકાણે ઈ કડી તરફ વિશેષ બોલાય છે જેમ કરી છીં, જાઈ છીં, એને ઠેકાણે ઈ વપરાય છે, જેમ જિમ, તિમ, ઇને આંને ઇત્યાદિ, દીજેને ઠેકાણે દીજઈમરેના મરઈ, પીજેના પી જઈ, જાયના જાઈ, પહેલુંના પહિલઉ, જાણવુંના જાણિવઉ, બીજુંના બીજઇ, ફેન ફેડ, ફિરેના ફિરઈ, જીવને ને જીવનમાં લખ્યા છે. પાકુને ઠેકાણે પાકઉ છે છતાં બીલને ઠેકાણે બીલઉં નથી લખ્યું. છઠ્ઠીને પ્રત્યય દઈનુ, કેટલીને બદલે કિતલી, પીપરીને બદલે પીપલી, મરીને ઠેકાણે મિરી, સુંઠના સુંઠિ જોવામાં આવે છે, એટલે જે જૂની ગુજરાતી કહેવી હોય અથવા અપભ્રંશમાંથી ઉતરેલી ગણવી હોય તે તેનાં આ ઉદાહરણે કહી શકાય. આવી જાતનાં બીજાં ઘણાં ઉદાહરણુ શાસ્ત્રી વૃજલાલે ગુજરાતી ભાષાના ઇતિહાસમાં આપેલા છે, તે તે ઉપરથી જૈનના રાસા અને અન્ય ધર્મીઓની કવિતાની ભાષામાં તફાવત ઘણે છે, એટલે જૈન લેખકોમાં પ્રાકૃતનું ભરણું વિશેષ છે, અને તેથી તે જૂની શુદ્ધ ગુજરાતી તે નજ કહેવાય. જે લેખકને ગુજરાતીનું સારું જ્ઞાન હશે તેમણે પ્રાકૃતિને ઓછો ઉપયોગ કરેલ જણાય છે. જેમ જેમ શ્રાવકોમાં પ્રાકૃત માગધીનું જ્ઞાન ઘટતું ગયું તેમ તેમના સાધુઓએ કવિતામાં તેનો ઓછો ઉપયોગ કર્યો હોય તે સંભવિત છે. ઘણાખરા રાસાઓ સાધુઓને હાથે લખાયા છે, અને તેમની ભાષા કેવી શા કારણે