SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય. ૩૦૩ જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહિ જિનવર હોવે રે, ભંગી ઈલિકાને ચટકાવે, તે ભગી-જગ જેવે રે. સંવત ૧૭૦૦ ની સાલમાં જૈન પંડિત નેમિવિજયજીએ “શીલવતી” રાસ રમે છે તેમાંથી વાનગી:– રૂંકાર અક્ષર અધિક, જપતાં પાતિક જંત, એથી અધિકો કે નહિ, શિવપદ આપે સંત. અધ્યાપક આઠે પ્રહર, આપે આળસ અંડ, તિરૂપ જગદિશ જે, ભલે સમતા સંત. શિયલવતી મોટી સતી, સહુ સતિયાં સિરદાર, રાખે અવસર શીલને, તે પામે ભવપાર. મન તૂટ્યાં માનવી તણાં, કુણ સાધે છે સખી સાંધણહાર કે; તેણે તે કાંઈ ચાલે નહિ, મત આણે છે, જે ડાહ્યા સોનાર. - ૧ હુ હરખ વધામણું, સોલ્યામણું , તેના ઉછરંગ કે; સાજન સહુ સુખ પામિયા, માંહોમાંહે હે, સંતોષ અભંગ. ૨ સંવત ૧૭૦૦ ની લગભગમાં જૈન પંડિત શ્રીમાન યશોવિજયજી ઉપાધ્યાય થયા તેમણે ગુજરાતી ભાષામાં ઘણું સારું લખાણ કરેલું છે. તેમની વાનગી – કઈ કહે સિદ્ધાંતમાંછ, ધર્મ અહિંસા સાર; આદરિયે તે એકલી છે. તજીએ બહુ ઉપચાર નિશ્ચય દષ્ટિ હૃદય ધરીજી, પાલે જે વ્યવહાર; પૂર્ણવંત તે પામશેજી, ભવ સમુદ્રને પાર. સોભાગી જીન સીમંધર સુણો વાત. શ્રી વિજ્યપ્રભ સૂરીશ્વર રાજે, દિન દિન અધિક જગીજી: ખંભનયરમાં રહી માસું, સંવત સત્તર છત્રીશે. સંવત ૧૭૭ માં જૈન મુનિ વિનયવિજયજી થયા તેમની વાનગી શ્રી છનશાસન જગજયકારી, સ્વાદાદ શુદ્ધરૂપરે; નય અનેકાંત મિથ્યાત્વ નિવારણ, અકલ અભંગ અનુપરે. કોઈ કહે એક કાલ તણે વશ, સકલ જગતિ હેયરે; કાલે ઉપજે કાલે વિણસે, અવર ન કારણ કે રે. શ્રીમાન ધમમંદિર સંવત ૧૭૬૧ માં થયા તેમના “મોહ અને વિવેક ” નામક રાસમાંથી વાનગી:– જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન જ્યોતિ જગમાંય; નાન દેવ દિલમાં ધરું, જ્ઞાન કલ્પતરૂ છાંય.
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy