________________
પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય.
૨૯૧ જૂના જૈન ગ્રંથોમાં કે પુરાણોમાં ગુજરાત શબ્દ કોઈ પણ સ્થળે જોવામાં આવતું નથી.
ઇ. સ. ની શરૂઆતની લગભગમાં પણ આ દેશ જંગલી જે હતો એને માટે ઇતિહાસમાં પ્રમાણ છે કે “કઈ માણસ ઓખાના ઘાટી ઝાડીવાળા અરણ્યમાં આવી શકતું ન હતું. કાંઈ કાળ પછી તેમાં યવન લેકે આવી વસ્યા, ત્યારથી આ ભાગમાં કઈ વસ્તી થઈ. X x x x ચિરા લોકો ઘણું કરી ઈ. સ. ની પહેલી બીજી સદીમાં આ ભાગમાં આવ્યા જણાય છે. ઈ. સ. ની દસમી સદીથી આ ભાગમાં હિંદુસ્થાનના રાજાઓ યાત્રા સારૂ મટી ધામધુમથી આવવા લાગ્યા. દ્વારિકાનું મંદિર પ્રાચીન નથી પણ પાછળથી બનેલું છે એને માટે પ્રમાણ છે કે “ત્રીજી ચોથી સદીમાં બૌદ્ધ લોકોનું બળ કમ થયું અને તે વખતથી હિંદુસ્થાનમાં ચોતરફ શિવ વિનુનાં દેવાલય થવા માંડયાં તેવામાં કોઈ વિષ્ણુ ધર્મના રાજાએ....તેને વૃનું દ્વારિકા સમજી ત્યાં એક વિનુનું મંદિર બંધાવ્યું હશે.” વિનું મંદિર અને વિષ્ણુ મહોત્સવ, દેવી મંદિર અને દેવી મહોત્સવ, વગેરે રિવાજે જૈનનાં પ્રાચીન સૂત્રમાં જોવામાં આવે છે પરંતુ મૂળ વેદમાં જોવામાં આવતા નથી એ ઉપરથી વેદ વિધાપારંગત સ્વામીજી દયાનંદ સરસ્વતિનું પણ એમજ કહેવું છે કે દેવતા, વગેરેની પૂજા, એ જેન લેકના રિવાજોનું અનુકરણ છે પણ વેદમાં તેવું નથી. આ કથન કાંઈક ઠીક લાગે છે કારણકે પ્રાચીનકાળમાં જ્યારે જગતને ઘણે ભાગ જૈન અને જેનને ફાંટારૂપ બદ્ધધર્મ પાળતા હતા ત્યારે એ લોકોએ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ટ અને ધિકારી પરત્વે દેવી દેવતા વિનુ અને વીતરાગ દેવના દેવાલયો તેમના સનાતન રિવાજ પ્રમાણે દાખલ કરેલા હતા. પાછળથી શંકરાચાર્ય વગેરેએ જૈનમાંથી પોતાના મતમાં જગતને ખેંચ્યું ત્યારે પિતાને સંપ્રદાય ચલાવવા માટે વિશ્વાસુ લોકોને એમ સમજાવ્યું કે જેનમાં કહેલ દેવી, દેવતા, વિષ્ણુ, ઇંદ્ર, વગેરે દેવોના પૂજન, કુલદેવતા, વીતરાગદેવ અને વીતરાગ દશા એ સૌ આપણામાં પણ છે એમ કહી એ રીવાજે કઇક ફેરફાર કરી ચાલુજ રાખ્યા. લકોના વલણ ઉપર ધ્યાન રાખીને ઉપદેશ દેવામાં આવે તો જ આચાર્ય શાવી શકે એ એક નિયમ છે.
વંથળી-વાસનસ્થળી-કે જે જૂનાગઢ સરકારના તાબામાં છે,–ત્યાં વામનજી થયા એમ જૈનમાં તથા પુરાણોમાં-વેદના પુરાણોમાં-કથા છે. એ કથા જનમાંથી જ વેદના પુરણોમાં ફેરફાર સાથે ઉતરી આવી છે. જન ગ્રંથોમાં એવી કથા છે કે એક લબ્ધિવંત મહા સમર્થ–વીતરાગી મુનિ વિષ્ણુકુમાર કે જે મહાન તપસ્વી હતા, તેમણે યોગ શક્તિથી પિતાનું સ્વરૂપ વિશ્વવ્યાપક કર્યું હતું. વામનસ્થળીમાં નમુચિબલ પ્રધાન હતા તે મહાત્માઓને પીડા કરતો હતો તેને વિનુકુમાર મહાત્માએ યોગબલવડે વિશ્વ વિસ્તારી રૂ૫ કરી છળ્યો હતેવળી તે મહાત્માએ વામનરૂપ પ્રથમ ધારણ કર્યું હતું તે મુનિ વિષ્ણકુમાર વામનજીના ગુપ્ત લોક સેવક હતા. ગુમ લોકો પણ જૈન હતા. વામન સ્થળીમાં હજુ પણ જેનાં ઘણાં પ્રાચીન પ્રતિમાઓ નીકળે છે. જૈન ગ્રંથોમાં વમનસ્થળીને દેવપુરી કહેલી છે. ત્યાં ઘણાં ખંડેરો જૈન મંદિરના નિશાનરૂપ છે. પાછળથી લોકો બીજા પંથમાં ગયા પણ વામનજીનું પૂજન તો રિવાજમાં રહી જ ગયું. જગત મંદિર તથા દાદરજીનું ગીરનારનું મંદિર બંધાવનાર પણ જેને લોકોજ હતા. વ્યવહારમાં સાધારણ માણસોને ઉપદેશવા - વહાવત વિવાદિ દેવની સારિક તથા રાજસિ પ્રતિમાઓ પધરાવી અને ઉચકોટીના