________________
૨૯૦
શ્રી જૈન . કે. હેરલ્ડ.
માણસ માટે પરમશાંત, પદ્માસને બેઠેલી, નાસાગ્રદષ્ટિવાળી, આત્મજ્ઞાનના ઉપદેશક શ્રી વીતરાગદેવની પ્રતિમાઓ, સનાતન રિવાજ મુજબ પધરાવેલી છે. દ્વારિકાનું મંદિર શંકરાચાર્યજીના કબજામાં આવ્યું ત્યારથી વિશેષ ખ્યાતિ પામ્યું. “ડાકટર ભાઉ ને પંડિત ભગવાનલાલ ઇંદ્રજી x x x..ધારે છે કે તે (સોમનાથનું) દેવળ આશરે ચોથી પાંચમી સદીમાં બંધાયું છે.” પ્રભાસનું તીર્થ બંધાવનાર પણ જેનો જ હતા. વલ્લભી વંશના રાજા આને તામ્રપટમાં તેઓ પરમમહેશ્વરને પૂજનાર છે એમ લખેલ છે, તથા નંદીની મૂર્તિ પણ તે લોકોના તામ્રપટમાં જોવામાં આવે છે, તેથી પરમ માહેશ્વર તે જૈનધર્મના આદિ તીર્થંકર તથા જગતના પ્રથમ સુધારક શ્રી ઋષભદેવજી તથા તેમની નિશાની નંદી કે વૃષભ છે, જેનું
જ્યોતિ નિરંજન, નિરાકાર, સર્વત સ્વરૂપ તે શિવલિંગ તથા નંદી તરીકે જગતમાં પ્રસિદ્ધ છે. માટે વલ્લભીરાજ નંદીસહવર્તમાન પરમ માહેશ્વર એટલે આદિનાથ શ્રી ઋષભદેવજીના ઉપાસક એટલે જેનેજ હતા. ઋષભદેવજીનું રૂપાંતર કરી શિવાલયો ચલાવેલ છે. શિવલિંગ માટે બીજી પણ અનેક કથાઓ છે તે કોઈ અન્ય પ્રજનથી લખાએલ છે.
જેનો તથા બહેની ખ્યાતિ માટે ઇતિહાસમાં પ્રમાણ છે કે ગ્રીસ દેશના મહાન વિદ્વાન સાધુ પાઇથાગોરસના મત અને બૌદ્ધના મત એક બીજા સાથે મળતા છે. પ્લેટ અને એરીસ્ટોટલને મત પણ બૌદ્ધ અને જૈન ધર્મ સાથે કેટલાક મળતો છે તે ઉપરથી ઘણું એક વિદ્વાને એવું ધારે છે કે આ મતિ હિંદુસ્થાનમાંથી ગ્રીસમાં ગયા અને ત્યાંના વિદ્વાનોએ પ્રસિદ્ધ કર્યા.”
અશોકને દીકરે કુણાલ કે જે પંજાબમાં રાજ્ય કરતો હતો તેના પુત્ર સપ્રતિ-સંપદિ રાજાએ હજારે જૈન મંદિર બંધાવ્યાં છે. ગિરનાર ઉપર ભીમકુંડ તરફ જતાં જમણી બાજૂએ એક મોટું ન દેવાલય છે તે સંપ્રતિ રાજાએ બંધાવેલું છે. સંપ્રતિ રાજાઈ. સ. પૂર્વે ૨૫૦ વર્ષ ઉપર હૈયાત હતા.
ગિરનાર ઉપરનાં જૈનનાં, અંબાજી, તથા શિવ વગેરેનાં દહેરાં જૈન લોકોએ બંધાવેલાં છે અને તે બાબતનાં લેખે તથા નિશાનીઓ વગેરે હજુ કાયમ છે.
કનિક રાજા પણ પંજાબમાં હતા તે કનિષ્કને કાઠિવાડમાં કનકસેન તરીકે કહેવામાં આવે છે. તેણે સેરઠમાં કનકાવતી, કનકપુર, વગેરે જૂના ટીંબા વસાવેલ હતા. | વિક્રમ પણ જૈનધર્મ હતો, અને જૈન પંડિત સિદ્ધસેન દિવાકરને શિષ્ય હતો તથાપિ વીતરાગ દષ્ટિવંત હાઈ સર્વને સમાન ગણતા હતા.
ગિરનાર, શત્રુજ્ય, પ્રભાસ, આબુજી, કેસરીયા, વગેરેની પેટે પંચાસર પણ જેનું તીર્થસ્થલ હતું.
ઈ. સ. ૪૬૫ માં આણંદપુર-વઢવાણની ધ્રુવસેન રાજા જેનધમાં હતો અને કલ્પસૂત્ર જાહેર રીતે સાંભળતો હતો.
ઇતિહાસમાં લખ્યું છે કે “ સાતમી સદીની આખરમાં આ દેશમાં વાલા, ચોર, જેઠવા, આહેર, રબારી, મેર, બાબરીઆ, ભીલ, કેલી લેકેની વસતી હતી. એમ લાગે છે કે એ લોકોમાં ભીલ, કોલી વગર કેાઈ પણ આ દેશને અસલ રહેવાશી નથી. કેટલાંક પ્રમાણથી સાબિત થાય છે કે સારાષ્ટ્રની ત્રણ ઘણી જૂની રજપુત જાતિ જેઠવા, વાળા, અને ચીરા એ જુના વખતમાં આ દેશમાં થયેલા શક લેકની જાતિ અને ઓલાદના છે.