________________
૨૯૦
શ્રી જૈન . ક. હેલ્ડ.
હવે સૌરાષ્ટ્રના ઇતિહાસના પ્રમાણ વડે ગુજરાત કાઠિયાવાડ પ્રાચીન કાળમાં જંગલી સ્થિતિમાં હતા તે અને પાછળથી તેમાં જેનું સામ્રાજ્ય થયું એ સંબંધી હકીકત કહેવી શરૂ થાય છે. ગુજરાત અને કાઠિયાવાડમાં ભાષાનો આધાર જેને ઉપરજ હતે. અને જેને સિવાયની બીજી જાતે જંગલી, ટંટાર અને બીનકેળવાયેલી હતી. આના સંબંધમાં ઇતિહાસકાર કહે છે કે “જ્યારે આ દેશમાં મરાઠા લોકોનાં લશ્કર ઉપરા ઉપર આવવા લાગ્યાં ત્યારે આ દેશમાં ઘણું ટાખોર અને લુટારાની ચાલથી મશહુર એવા ઘણા કાઠી જમાદારે તેઓના જોવામાં આવ્યા, તેથી તેઓએ આ દેશનું નામ કાઠિયાવાડ એટલે કાઠી લોકોની વાડ અગર પ્રાંત નામ આપ્યું.”
દ્વારિકા મહાજ્યમાં કહે છે કે દ્વારિકા ક્ષેત્રનું જૂનું નામ કુશદીપ અગર કુશાવર્તી દેશ હતું. અહી કુશ નામને દત્ય રાજ્ય કરતો હતો, તેથી એ નામ પડયું છે. આમ પુરાણ અને જૈન ગ્રંથોમાંથી પણ મળી આવે છે.”
ગુજરાત અને કાઠીઆવાડના ઈતિહાસ માટે પ્રાચીન પુરાવાની જેનેતર ગ્રંથોમાં ખામી છે એને માટે ઇતિહાસકાર કહે છે કે “ઘણો જુનો અને પ્રસિદ્ધ પ્રભાસખંડ પણ અર્વાચીન વખતમાં જ રચાય છે.” XX “ખુલ્લું જણાય છે કે એ ગ્રંથ અર્વાચીન વખતમાં મુસલમાનની છત પછી રચાય છે કિંવા તે વખતે તેમાં ફેરફાર થયો છે.” “મહા
મ્યમાં જે ભાગને દ્વારિકા ક્ષેત્ર કહ્યું છે તે જ અસલની દ્વારિકા ભૂમિ કે નહિ એ જેમ કહી શકાતું નથી તેમ તે ભાગમાં (ઓખામંડલમાં) એક સ્થલે જે હાલમાં દ્વારિકાનાં પવિત્ર નામથી હિંદુસ્તાનમાં પ્રસિદ્ધ છે તેજ જગો યાદવોની દ્વારામતી હતી એ કહેવું પણ તકરાર ભરેલું છે. x xx “કુશાવર્ત નામથી આખા સૌરાષ્ટ્રને સમઝતા હોય એમ જણાય છે. એ નામ દૈત્ય અગર દાનવું એટલે આ દેશના મૂલ રહેવાસી ભીલ, કોલી, અગર કાબા લોકે સાથે વધારે સંબંધ રાખે છે. કુશ એટલે ઘાસ. એ ઉપરથી કુશાવર્ત એટલે ઝાડીવાળો ઉજજડ દેશ, જેમાં પૂર્વ ન દૈત્ય અને દાણવા અગર મૂળ રહેવાસી લોડે રહેતા હતા. પુરાણમાંથી પણ જણાય છે કે યાદવો મથુરામાંથી આંહી આવ્યા ત્યારે આ દેશ કેવલ અરણ્ય હતો” આ પુરાવો એમ સાબિત કરે છે કે પ્રાચીનકાળમાં ગુજરાત કાઠિવાડ તદ્દન જંગલી અવસ્થા ભોગવતું હતું. યાદવોએ જરાસંધના ભયથી આ એક ખૂણે પડેલા જંગલી પ્રદેશનું શરણ લીધેલું અને તે યાકોને જ ત્યાંજ અંદર અંદર જંગલીપણાથી એટલે દારૂના નીસાવડે નાશ થયો–લગભગ સમૂળો નાશ થયો હતે. બાકી રહેલ અર્જુન વગેરે હસ્તિનાપુર જતાં રહ્યાં હતાં એટલે આ દેશની તે જંગલીને જંગલી સ્થિતિ જ રહી હતી. કાળક્રમે જૈન લોકેના વિશેષ આગમનથી આ દેશમાં ધંધા રોજગાર, શિલ્પકળા, રાજ્યનીતિ, ખેતીવાડી, દયા, પરોપકાર, વગેરે દાખલ થયાં અને આ ટાપુની આ બાદી થઈ ત્યારથી લેકે આ દેશને કુશાવત એટલે જંગલવાળા દેશને બદલે સૌરાષ્ટ્રદેશને નામે કહેવા લાગ્યાં અને પુરાણવાળાઓએ પણ પુરાણોમાં રાષ્ટ્ર શબ્દ લખી લીધો. સૌરાષ્ટ્રમાં ગુજરાત અને કાઠિવાડ એ બંનેને સમાવેશ થાય છે. આને માટે ઇતિહાસમાં પ્રમાણ છે કે જ્યારે સૌરાષ્ટ્ર અને તેને ફરતાં દેરોની રાજધાની સૌરાષ્ટ્રનું વલભીનગર હતું ત્યારે ગુજરાત અને કચ્છ વગેરે દેશ સૈારાષ્ટ્રમાં ગણાતા હતા.” સાતમા સદીની લગભગ ગુર્જર લોકોનાં ટોળાં આવ્યાં ત્યારથીજ ગજરા ત શબ્દ પ્રચલિત થયું છે.