________________
* *
*
* *
*
*
સ્વીકાર અને સમાચા .
૨૩૩ તેવી ભાષામાં લખેલ હોય છે કે સામાન્ય જનસમૂહ તે વાંચી અવશ્ય કંઈને કંઈ લાભ મેળવી શકે. લોકભોગ્ય સાહિત્ય આપણે સૌએ ઘણી સારી રીતે ઉત્પન્ન કરાવી પ્રસાર કરાવવું ઘટે છે. જેઓ આ સાહિત્યમાં ફાળો આપી શકે તેવાઓને સરલ ભાષા ઉપરાંત સંસ્કારી ભાષામાં સાંકળ પછી સાંકળ આવે તેમ લખવા વિનવવાનું છે. મુનિશ્રી માણેક ઘણા પ્રયત્નશીલ, ધર્મપ્રસારની અખંડ ભાવનાવાળા, સૌમ્ય અને શાંત મુનિ છે. તેઓ પિતાને પ્રવાસમાં કંઇને કંઈ લેખન પ્રવૃત્તિમાં સતત જોડાયા રહી પિતાને જે અવકન થયું હોય, જે ઉપયોગી લાગ્યું હોય તે છાપાઠારા, પુસ્તકદ્વારા બહાર પાડે છે જાણી અમોને તે પાંતીને બહુ સંતોષ થાય છે. ઉપલાં બધાં પુસ્તક દેહરામાં લખ્યા છે, અને તે દરેક દેહરાને અર્થ આપ્યો છે. સોધ ચિંતામણીમાં અંતકાળ વખતની વિધિ ને દુખીને દિલાસો આપેલ છે. ગુણમાળામાં અને માણેકમાળામાં વિશ્વાનુભવ અને દર્પણશતકમાં સામાન્ય બોધ છે. સકામનિર્જરા અને નારીહિત શિક્ષા-એ બે ભેગા પુસ્તકમાં સકામનિર્જરા અને અકામનિર્જરા કોને કહેવી એ દૃષ્ટાંતથી બતાવ્યું છે, તથા નારીના હિતની શિખામણ આપી છે. આ સર્વ સામાન્ય સ્ત્રી પુરૂષોને ઉપયોગી છે. વ્યુત્પત્તિમાં ઘણા સુધારાને અવકાશ છે. પ્રાસબ્યુટિ માટે ખાસ ઉપગ રાખ ઘટે છે અને દીર્ઘ અભ્યાસ, કાવ્યાભ્યાસ, તેમ જ સુંદર લેખન પદ્ધતિને સ્વિકાર કરવો ઘટે છે. ગધમાં બોલીએ કે લખીએ તે પ્રાસમાં ગોઠવી દેવું એ કાવ્ય નથી એ ખાસ લક્ષમાં રાખવા ગ્ય છે ચંપક શ્રેષ્ઠીનું ચરિત્ર. પૃ-કિ. ) લેખક મુનિ માણેક પ્ર. જેનમિત્રમંડળ સતી શિયળવંતી. પૃ-૧૮ કિં.૩ આના | માંડળ. માંડળ. એ વિરમગામ પાસે ગામ છે તેમાં કેટલાંક જૈન યુવકોએ ઉત્સાહપૂર્વક આ મંડળ કર્યું છે અને તેને મુનિ માણેકમુનિ સારો માર્ગ બતાવી આશ્રય આપે છે. આ મંડળે અત્યારસુધી આઠ પુસ્તકો છપાવ્યાં છે. તેમાં ઉપલા પાંચ અને આ બંને સમાવેશ થાય છે. અને આઠમું સતિ નર્મદાચરિત્ર છે. ઉત્તમ આર્ય મહાપુરૂષ અને સ્ત્રીઓનાં ચરિત્ર સારરૂપે તેમજ વાંચકને રસ પડે તેવી રીતે લખીને—લખાવીને પ્રગટ કરવાં એ સામાન્ય જનમાં ધર્મને પ્રસાર કરવાની ઉત્તમ કૂંચી છે.
ઝેરી જાનવરોના ડંખના તાત્કાલિક ઈલાજે—( કર્તા દીનશાહ દાદાભાઈ દેરડી. પૃ. ૧૩૪ પ્રગટકર્તા. ગેરખા ગ્રંથે પ્રચારક મંડળી. જામેજમશેદ પ્રિ. પ્રેસ. મુંબઈ ફક્ત દેશાવર ખાતે મુફત વહેંચવા સારૂ). આ ઉપયોગી પુસ્તક લોકોમાં મફત વહેંચવા સારૂ ઉક્ત મંડળીએ પ્રગટ કર્યું છે તે માટે તેને ધન્યવાદ ઘટે છે. ડાકટર ધનજીશાહ અકસ્માત વખતે લેવાના ઉપાયો પર પુસ્તક રચ્યા પછી ઝેરી જાનવરોના ડંખ માટે ઉપાય બતાવવાનું માન પણ એક પારસી ગૃહસ્થ ખાટી જાય છે જાણી આનંદ થાય છે. પારસી કેમ પરમાર્થી છે અને તેના પુરાવા તરીકે તેના શ્રીમંત લખલૂટ ધન ઉપયોગી સખાવત માટે ખચે છે અને તેના વિદ્વાનો આવાં ઉપયોગી પુસ્તકે રચી છપાવી જનસમૂહને તેને લાભ આપે છે. મી. દીનશાહે આ પુસ્તકને જેમ વધુ ઉપયોગી, વિસ્તારવાળું અને પૂર્ણ બને તે માટે ઘણો પરિશ્રમ લીધેલ છે. અનેક પુસ્તક, અને બીજાના અનુભવને આધાર લીધે છે. ઈલાજ ઉપરાંત મંત્ર પણ આપેલ છે. ભાષા પારસી ગુજરાતી છે, તે તેમાં સુધાર કરાવી બીજી આવૃત્તિ પ્રગટ થાય તો સારું. બીજી આવૃત્તિ આની થવાની છે તે