SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ જૈન કૅન્ફરન્સ હૈરલ્ડ. જનસમાજને ઠીક વાંચન પૂરું પાડે છે. આનું પાંચમું વર્ષ ચાલે છે હમણું વળી એકાદ બે ચિત્ર પણ આપવામાં આવે છે. મરાઠીભાષા બોલનારામાં આ માસિક વધુ ફેલાશે અને વંચાશે એવું ઈચ્છીએ છીએ. જિનાચાર વિધિ (લેખક આર. આર. બેવડે. વકીલ મૂર્તિ જાપુર. પ્રસિદ્ધકર્તા કૃષ્ણજી રામચંદ્ર લાટકર. નેપાણી. પૃ. ૧૪૬ કિ. રૂ. એક) આ પુસ્તક દિગંબર બંધુઓ માટે મરાઠીમાં લખાયું છે અને તેમાં સ્નાનપૂર્વે કરવાની વિધિ અને સ્નાન પછી કરવાની વિધિને સમાવેશ કરવામાં આવ્યો છે. લેખકે આ લખવામાં અનેક સમર્થ દિગંબર વિદ્વાનેનાં પુસ્તકોને આધાર લઈ ઘણે પરિશ્રમ સેવ્યો છે. વળી આમાં ભોજનવિધિ, પ્રાય શ્ચિત, સૂતક, રાત્રિભોજન ત્યાગ આદિ અનેક ઉપયોગી વિષે ચર્ચા છે, વિધિક્રિયાત્મક પુસ્તકની જરૂર છે એમ બંને નય સમજનાર મુક્તકઠે કબુલ કરશે. આજકાલ પ્રાચીન વિધિમાં રહેલ હેતુ, રહસ્ય ન સમજાતાં તે પ્રત્યે ગુણવિઘાતક તિરસ્કાર જોવામાં આવતો હેય તે આવા સાંપ્રદાયિક અને ઉત્તમ લેખકથી લખાયેલ પુસ્તક તે તિરસ્કાર દૂર કરી શકે તેમ છે એમાં કોઈ જાતને શક નથી. દરેક દિગબર શ્રાવક બંધુએ આ ગ્રંથ અવલોકવા યોગ્ય છે. સનાતન જૈનધર્મ-(સં. શ્રીલાલ જૈન શાસ્ત્રી–પ્રકાશક ૫. પન્નાલાલ બાકલીવાળા જેનમંત્રી જેનધર્મ પ્રચારિણી સભા-કાશ. પૃષ્ઠ ૧૬ કિં. બે આને.) આ નાનું પાનીયું દિગંબર જૈનની ભેટ તરીકે મળ્યું છે. તેમા મોક્ષ માર્ગના ઉપાયભૂત સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યગ્યારિત્ર એ ત્રણનું ટુંકામાં ટુંકુ સ્વરૂપ જણાવવાનો પ્રયત્ન કરેલ છે. આ વાંચવા જેવું છે. અમારા અધીનમત પ્રમાણે સમ્યગ્દર્શન એટલે શું, કેમ પ્રાપ્ત થઈ શકે? તેનાં લક્ષણ, ફલ, વગેરે એવો સરસ વિષય છે કે તેના પર આવા અનેક ચોપાનીયાં નીકળે; અને તેવાં ચેપાની કાઢવા એ વધારે ઉપગી નીવડશે. આ ચુનીલાલ જેન ગ્રંથમાલાને ૧ લો મણકે છે. આવા અનેક મણકા નીકળો એ ઇચ્છીએ છીએ, આવા મણકા વેતાંબર ભાઈઓમાં ક્યારે નીકળતા જોઈશું? જે કઈ નીકળે છે તે તે ખરાબ કાગળપર અને અસુંદર લખાણવાળા નીકળે છે. તો તેનું અનુકરણ વેતાંબર બંધુઓ કરશે. ચરિત્રમાળા-(મુનિ માણેકકૃત. પૃ.૫૪, કિં દોઢ આને. પ્ર. જેનમિત્રમંડળમાંડળ) આમાં સ્વ. શ્રીમન મોહનલાલજી, પં. હર્ષમુનિ, મુનિ જયમુનિ, પદ્મમુનિ, રંગમુનિ, ભક્તિમુનિ, ક્ષમામુનિ, એ પિતાને ગુરૂપરંપરાના શિષ્યાદિનાં ટુંક વર્ણન છે. ચરિત્રની જે દષ્ટિ હોય તે દષ્ટિએ લખાયેલા નથી, છતાં તેમાંથી તારીખ, બનાવ, વગેરે જે જોઈએ તે બધા સરલ અને સાદી ભાષામાં આપેલ છે તેથી તે ઉપયોગી થઈ પડશે. આની સાથે ચાર પાંચ ઉપયોગી વિષય પણ આપવામાં આવ્યા છે. સદધ ચિંતામણિ અને ગુણમાલા કિં. આના-પૃ.૭૮ ) લેખક મુનિશ્રી માણેક પ્રક માણેકમાળા.(રોયલ સોલપેછે. કિ.૧ આની-૫-૪૮ ૬ એનમિત્રમંડળ-માંડળવિનુભવ અને દર્પણ શતક (0) કિ.લાઆને–પૃ.૧૦૦ " સકામ નિજારા અને નારીહિત શિક્ષિા કિં.૩ આના-પ્ર. ' (વિરમગામ). - મુનિશ્રી માણેક મુનિથી વાંચક વર્ગ અજાણ્યો નથી. તેઓ જૈન પત્રમાં દર અઠવાડીએ એક લેખ મોકલવાના અને તે આવવાને. આ દરેક લેખ એવી સાદી અને સમજી શકાય
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy