________________
૨૧૪
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
તેથી આપણા ખેદમાં ઓર વધારે થાય છે. એ બે પરમાર્થી ખાતાના મુખ્ય કાર્યવાહક શ્રીયુક્ત કુંવજી દેવશીએ આ પ્રલય વખતે પુષ્કળ અંગ મહેનતથી ઘણુએક કિમતી જાનને બચાવ ન કર્યો હોત તે એક પણ વિદ્યાર્થી બચવા મુશ્કેલ હતો.
આ હૃદયદ્રાવક સમાચાર મુંબઈ, અમદાવાદ વગેરે સ્થળે તારથી પહોંચી જતાં કેટલાક પર પકારી જૈન શ્રીમતાએ પુષ્કળ મદદ સાથે માણસો પાલીતાણું તરફ વિદાય કર્યા હતા અને બચવા પામેલા નિરાધારેને અન્ન વસ્ત્ર તથા રહેવાના સ્થળની સગવડ કરી આપી હતી. ત્યાર બાદ જૈનેતર ગૃહસ્થોએ પણ જગાએ જગાએ મીટીંગ ભરીને ફેડે કર્યા હતાં અને હમણાં નવી મળતી રકમ એકત્ર કરી એક જ કમીટી દ્વારા તેની વ્યવસ્થા થાય એવી ગોઠવણ થઈ છે.
મદદમાં મ્હોટે ફાળે આપણું બખ્તાવર દીલના કચ્છી ગૃહસ્થ શેઠ ખેતશીભાઈ ખીસી તરફને છે. ઉપરાંત અમદાવાદ, મુંબઈ વગેરે સ્થળોના બીજા જૈન શેઠીઆઓ અને જૈનેતર ગૃહસ્થોએ પણ સારી રકમ મોકલવાથી લગભગ બે લાખ જેટલી રકમ થવા જાય છે, જે સંતોષજનક છે, જો કે હજી વધારે મદદની જરૂર હોવાનું સંભળાય છે. શેઠ આનંદજી કલ્યાણજી તરફથી પણ અમુક રકમ આપવામાં આવી છે, એ સ્તુત્ય છે, પરતુ એવા જાહેર અને સમર્થ ખાતામાંથી આવા ગજબ વખતે એકજ એટલી ન્હાની રકમ અપાયા માટે ઘણું જેને અસંતોષ જાહેર કરતા સાંભળવામાં આવ્યા છે. .
જેને તેમજ જેનેતર ગૃહસ્થોએ આવે વખતે પિતાથી બને તેટલી મદદ પદરથી તેમજ બીજાઓ પાસેથી એકઠી કરીને પાલીતાણે મોકલવી જોઈએ છે અને કમકમાટ ભરેલા અકસ્માતના ભોગ થઈ પડેલા મનુષ્યના આત્માને શાંતિ મળવા માટે દરેક સહદય આત્માએ પ્રાર્થના કરવી જોઈએ છે.
લક્ષ્મી, ઘરબાર, કુટુંબકબીલે અને ખુદ આ સ્થળ દેહ એ સર્વ કેટલાં અસ્થીર છે -ચપળ છે, તેનું ખરેખરું ભાન આવા અકસ્માત વખતે જ થાય છે. જો કેાઈ લક્ષ્મી સ્થીર સ્વભાવ વાળી હોય તે તે “સચ્ચારિત્ર' (character) રૂપ લક્ષ્મી જ છે, કોઈ ઘર દળે ન દે એવું અભય સ્થળ હોય તે તે અંતર આત્મા” રૂપી ભોંયરું જ છે, કેઈ કુટુંબ કદી વિગદુઃખ ન ઉપજાવી શકે એવું હોય તે તે “અમિશ્ર પ્રેમ છે, અને કોઈ દેહ “હ” ન દઈ શકે એ હેય તે તે પવિત્ર કાર્મણ દેહ છે. | ગૃહસ્થોએ તેમજ ત્યાગીઓએ જે પુદ્ગલસમુહમાં મહત્તિ હોય ત્યાંથી પિતાનું મન ખેંચી લઈને બીજી તરફ–ઉચ્ચ પ્રેમ તરફ, સચ્ચારિત્ર તરફ, પવિત્ર પુરૂષોના જીવન ચરિત્રમાંથી ઉપજતા વિચારે તર–વાળવા કોશીશ કરવી જોઈએ અને મૃત્યુ આ પળે જ આવી પહોંચે તે તેને ભેટવા તૈયાર રહેવું જોઈએ. આ ક્ષણિક જીવનના નિભાવ માટે અયોગ્ય હરીફાઈ, નિંદા અને ખટપટ, આડંબર અને અહંપદ, સંકુચિત વૃત્તિ અને લોભ, વિષયવૃત્તિ અને સ્વાથ ભક્તિ, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધા આદિ જે દેષો મનુષ્યથી નિરંતર થયા કરે છે તે દેશે આવા હજાર જળપ્રહાર કરતાં કે અગ્નિપકેપ કરતાં પણ વિશેષ ત્રાસદાયક છે, તે છતાં સાચા ગુરૂની હાયથી જેએની આંતર દષ્ટિ ખુલી નથી તેઓ એ ભય જોઈ શકતા નથી. કેટલી મોહ દશા ! જગતની કેટલી બધી દયામણી સ્થિતિ! દુનીઆમાં સાચા ગુરૂઓની કેવડી મોટી અછત !