________________
૨૧ર
જૈન કવેટ કૉન્ફરન્સ હૅલ્ડિ. સંઘમાં ડુબેરાવાળા શેઠ સ્વરૂપચંદ ગોવીંદજીએ ઘણે આગળ પડતો ભાગ લીધે હતો તેથી તેઓને પણ શાબાશી ઘટે છે. વળી મુંબઈના શેઠ કંકુચંદ મુળચંદ મંચરમાં પ્રતિકા મહોત્સવ પ્રસંગે પ્રાંતિક સભા ભરી આ કુંડમાં રૂ. ૫૧) ની રકમ આપી છે. આવી રીતે દરેક જૈન બંધુઓ દરેક શુભ કાર્યોમાં પિતાના દ્રવ્યો સદુપયોગ કરી આ કુંડને પણ ધ્યાનમાં રાખશો એમ અમે અંતઃકરણથી ઈચ્છીએ છીએ.
जनसमाचार. એક આગેવાન જૈન ગૃહસ્થનું મરણ—કાઠીઆવાડના સાયલા ગામના રહેવાશી અને કરાંચીના આગેવાન શ્રીમંત કુટુંબ કે જે કાળા ગલાના નામથી ઓળખાય છે તેના શેઠ સેમચંદ કાળા ગઈ તા. ૨૮ મી એ કરાંચીમાં એકાએક હૃદય બંધ પડવાથી સ્વર્ગ વાસ પામ્યા છે. મહુમ એક જૈન શાસનની ઉન્નતિકારક, વ્યવહારકુશલ અને ધમષ્ટ પુરૂષ હતા. તેમણે અનેક સખાવતે કુટુંબ તરફથી કરાવવામાં ભાગ આપ્યો છે અને સ્વધર્મી ઓને આગળ ચડાવવામાં મદદ કરવામાં અને આદરસત્કાર કરવામાં જે હૃદયબળ બતાવ્યું છે તે તેમના સંબંધમાં આવેલ દરેક ગૃહસ્થ મુકતકંઠે સ્વીકારે છે. પ્રભુ ! તેમના આત્માને શાંતિ અર્પે એમ હૃદયપૂર્વક અને પ્રાથએ છીએ.
તેમનું સ્મારક કરવા માટે સુરત પગલાં ભરવાની જરૂર –આ સંબંધમાં એક ખબરપત્રી જણાવે છે કે –શેઠ કાળા ગલાની પેઢી અને તેનું કુટુંબ કરાંચીમાં એક ધનાઢય કુટુંબ છે અને દરેક ધાર્મિક કાર્યમાં ભાગ લે છે, આથી તેમને ઘણો ધન્યવાદ ઘટે છે. હવે તેમણે પોતાના કુટુંબીજન અને આગેવાન ધામક પુરૂષના સ્મારકને ગતિમાં મૂકવાને ખાસ પ્રયત્ન કરવો જોઈએ છે. કરાંચીમાં કાઠિયાવાડ ગુજરાત અને કચ્છ દેશના દેરાવાસી તેમજ સ્થાનકવાસી મળી ૧૫૦૦ માણસ કરતાં વધારે વસ્તી છે. વળી તે વેપારનું સારું મથક હોવાથી ઘણું સ્વધર્મી બંધુઓની રોજગારીનું સાધન પૂરું પાડે છે, અને તેથી ઘણા લલચાઈ ત્યાં આવે છે. કેટલાક બીચારા વગ વસીલા વગર બીનરોજગારી માલુમ પડે છે અને કેટલાકને ટુંક પગારમાં પિતાના કુટુંબનું પોષણ કરવાનું બહુ મુશ્કેલ થઈ પડે છે, તેથી કેટલાકને કરજમાં ડુબવું પડે છે, કેટલાકને દેશમાં ચાલ્યા જવું પડે છે, કેટલાકને રોગ, ચિંતા વગેરેને વશ થવું પડે છે. આવા ગરીબ, રોગી, અનાથ ભાઈઓને મદદ કરવા માટે એકપણ ફંડ કરાંચીમાં નથી, તો પછી તેમના બાળકને વિધા આપવા માટે કયાંથીજ કુંડ હોય?
આવાને મદદ તથા વિધા આપવા માટે મહૂમના કુટુંબીઓ તેમના સ્મરણાર્થે સારી જેવી રકમ કાઢી આપે અને પછી એક ટીપ તે શહેરમાં ફેરવવામાં આવશે તો આશા છે કે એક ઘણી સારી રકમ ભેગી થઈ શકશે. તે ઉપરાંત કેટલાક બંધુઓ માસિક લવાજમ પણ આપવા તૈયાર છે કે જેની વ્યવસ્થા એક સાધારણ સભા બોલાવી કરી શકાય તેમ છે. તે આશા છે કે કોઈપણ જાતના ભેદ વગર મહું મના કુટુંબી કે જેઓ ઘણા સુજ્ઞ, દર દેશી અને ધર્મપ્રિય સજનો છે તે આ બાબતને પૂરું વજન આપશે અને પિતાના ઉદાર હાથ લંબાવી પોતાની ફરજ બજાવશે. કહ્યું છે કે—
પ્રાણી પક્ષીઓ પીએ, ઘટે ન સરિતા નીર; ધર્મ કીએ ધન ન ઘટે, સહાય કરે રઘુવીર. –દીનબંધુ.