________________
જૈન કઇ કૅન્ફરન્સ હૈર.
(૪) . પ્રશ્ન –અજ્ઞાની જીવનું અજ્ઞાન અજ્ઞાનને વધાર્યા જ કરે તે પછી તે અજ્ઞાની કઈ પણ દિવસ અજ્ઞાની મટી જ્ઞાની થવાને નથી? જ્ઞાની થાય છે તે કઈ રીતે થાય ? શું ફિક્ત ચાન્સથી થાય? લોઢાને તપેલ કકડે ઈ હથિઆર વડે બહાર મૂકવાથી મૂળ સ્વભાવે––થાય છે તેમ આત્માને મૂળ સ્વભાવે જતાં કોઈ અદષ્ટની જરૂર છે? વગેરે.
ઉત્તર:–મનને બહિર્દષ્ટિએ જેજે પ્રતીત થાય છે તે સર્વ અજ્ઞાનમય છે અર્થાત બહિર્દષ્ટિએ કે આત્મવિમુખ વૃત્તિએ જે મને વ્યાપાર થાય છે તે કેવળ અજ્ઞાનમય હોઈ અજ્ઞાન વધાર્યા જ કરે છે. પૂર્વે કરેલી કલ્પનાનુસાર ઉપાર્જન કરેલ કર્મોદય વિદ્યા બાદ સ્થિરતા થાય છે ત્યારે જે કઈ આત્મનિટ અને તત્ત્વવેત્તાને યોગ થાય તો જ્ઞાનમાર્ગ ચલાય પણ જો એક કર્મય વેદતાં બીજી પાછી કલ્પના કરી કે, નુતન કમ બાંધ્યાં તો પાછો કર્મોદય વેદો પડશે.
કર્મદલ પાતળાં પડવાથી શાન્તિ પ્રાપ્ત થાય છે અને તેથી સત્સંગમાં અભિરૂચિ થાય છે, અને સત્સંગ મળે જ્ઞાન પ્રાપ્ત થાય છે. અનંત કર્મદલને ક્ષય થયું હોય ત્યારેજ સત્સગમાં અભિરૂચિ થાય છે. શુભકર્મોદય આવે ત્યારે જ મનુષ્યજન્મ મળે છે. મનુષ્યજન્મ જ દર્શાવે છે કે ઘણાં કર્મળ–અજ્ઞાનમય-દૂર થયાં છે. માટે જ ઘણું કરીને આર્ય દેશવાસી ઘણું મનુષ્યોને ધર્મ જિજ્ઞાસ પ્રકટે છે, અને તેમાં પણ કેટલાક તે અજ્ઞાનને તદ્દન દૂર ક. રીને પરમ શાન્તિ નિધાન પરમપદને પામે છે. ઘણે કર્મદલે અવશેષ હોય તે ચાન્સ મળે છતાં પરમ શાતિરૂપ જ્ઞાન મળે નહિ. દરેક જીવ અનંતી વખતે આત્મવેત્તાના દર્શનના લાભને પામ્યા છે છતાં એટલે ચાન્સને પામ્યા છતાં પણ તેમના કામોની બહુલતા અવશેષ હઈ તે સત્સંગના લાભ રૂપ પરમશાન્તિને પામી શક્યા નથી. જ્યારે મને કલ્પનાને વિલય થાય ત્યારે જ અજ્ઞાન દૂર થઈ તાન પ્રકટે. મને કલ્પનાને વિલય કરવારૂપ ચાન્સ મળે ત્યારે જ અજ્ઞાની મટી જ્ઞાની થવાય છે. જેને મનોકલ્પના છે તે અજ્ઞાની છે અને જેને મને કલ્પના નથી તે જ્ઞાની છે.
લખંડના લાલ ગોળાને ઠંડો કરે એટલે મૂળ સ્થિતિમાં મૂકવાને દષ્ટાંત ઠીક છે પરંતુ તે દષ્ટાંત શુદ્ધ ચૈતન્યઘનને ચોકસ રીતે લાગુ પડી શકે તેમ નથી કારણ કે શુદ્ધ ચૈતન્ય આત્મ સ્વરૂપ તે મૂળથી જ 'સ્વપ્રકાશ તથા સ્વતઃસિદ્ધ છે અને નિરવધિકાલ સુધી તેમનું તેમજ રહેશે, તેમાં જ્ઞાન અને અજ્ઞાનને સંભવ જ નથી. અજ્ઞાન હોય તે ગેળાની પેઠે મૂળરૂપે એટલે જ્ઞાનરૂપે મૂકાય, પણ અજ્ઞાન જ નથી, અજ્ઞાન તો મનને છે; માટે મન અને ગેળાનો મુકાબલે કરવો ઠીક પડશે. મુક્તિ તે મનની જ થાય છે, આભા તે જાતે મુક્ત જ છે. મનરૂપ લેખંડને ગેળો કે કકડો બહિર્વત્તિરૂપ અજ્ઞાનવડે લાલચોળ થયો છે, અર્થાત લોખંડને ગેળા જેમ અગ્નિસંગે અગ્નિભાવને પામે છે તેમ મન, અને જ્ઞાન ભાવને પામેલું છે. તે મનની વિલયતા તે જ્યારે મનરૂપ આત્મા, કેઈ આત્મવેત્તાના સંયોગને પામે છે ત્યારે થાય છે. ધ્યાનરૂપ સાણસી વતી મનરૂ૫ આત્મા કે લોખંડને કકડો અજ્ઞાનરૂપ અગ્નિથી આત્મોપદેશકરૂપ લુહારવડે ભિન્ન કરાય છે, એટલે મનરૂપ અગ્નિભાવ કે અજ્ઞાનભાવ શુદ્ધ ચેતન્યમાં વિલય થાય છે અર્થાત મૂળ આત્મસ્વરૂપ જેમ છે તેમ પ્રતીત થાય છે. ટૂંકમાં અન છે તે મૂલભાવને પામી જાય છે. મન એટલે આત્મા–મનરૂપ આત્મા