________________
જ્ઞાનચર્ચા.
૧૮૫
શાન-ચર્ચા.
(ગતાંકના પૂર્ણ ૧૫૫ થી અનુસંધાન. )
-
-
-
પ્રશ્ન:-અજ્ઞાન (મિથ્યાત્વ વગેરે) આત્માનો અસ્વાભાવિક ગુણ છે? જે તેમ હોય તે તે આત્માને ગુણ (ભલેને પછી અસ્વાભાવિક હોય પણ) થશે. જે તે આત્માને (જીવન) ગુણ હોય તે પછી અછવ એટલે કર્મનો (જીવ અજીવ સંઘાતને) ગુણ તે હાઈ શકે નહિ. તેથી મિથ્યાત્વ, અજ્ઞાન દિવ્યકર્મ નથી, પણ આત્માનો વિભાવિક ગુણ છે. બીજી રીતે કહીએ તે આત્માનું અજ્ઞાન યુગલ (અગવા દ્રવ્યકર્મ)થી નિપજતું નથી પણ આત્મા પિતાથી થાય છે. આ શું ખરું છે?
ઉત્તર:–અજ્ઞાન ( મિથ્યાત્વ વગેરે) શુદ્ધાત્માને નહિ પણ મનરૂપ આત્માને અસ્વાભાવિક ગુણ છે. જ્ઞાન અને અજ્ઞાનને કરનાર મનરૂપ આત્મા જ છે. મનરૂપ આત્માનું અજ્ઞાન મનરૂપ આત્માથી જ થાય છે એ ખરું છે, પરંતુ જે શુદ્ધચેતન્યઘન અવ્યાબાધ સિદ્ધસ્વરૂપ આત્મા છે તેમાં તે જ્ઞાન અને અજ્ઞાન એ સર્વ ભેદભ્રાંતિજ નથી. જ્ઞાન અને અજ્ઞાનને ભેદ મનમાં જ છે માટે મનરૂપ આત્મા જ સંસારનો પેદા કરનાર છે. બro પુખ ળિયનું આય” જ્ઞાન જ આત્મા છે; એમ હોઈ જ્ઞાનને કરનાર મનરૂપ આમ જ છે. “મrmય આસ” અજ્ઞાન જ આત્મા છે, એટલે અજ્ઞાનને કરનાર પણ મનરૂપ આત્મા જ છે. જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, અમૂર્તત્વ અને ચેતનત્વ એ આત્મદ્રવ્યના છ ગુણ છે.
नाणं च दसणंचेव चरितंच तवो तहा।
वीरियं उवओगोय एवं जीवस्स लक्षणम् ॥ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, ઉપયોગ એ જીવનાં છ લક્ષણ છે; શબ્દ, અંધકાર, ઉત, પ્રભા, વર્ણ, રસ, ગંધ તથા સ્પર્શ એ પુદ્ગલનાં લક્ષણ છે.
ચૈતન્યમાં ‘ચિતી ધાતુ છે તેનો અર્થ જાણવું એવો થાય છે; પિતે તે અથવા બીજાને ચેતાવે તે ચેતન્ય. ચેતનને જે ધર્મ તે ચૈતન્ય. ચેતનનો જે વ્યવહાર તે ચેતન સ્વભાવ. પિતાના સ્વભાવથી ચૈતન્યને અન્યથા ભાવ તે વિભાવ સ્વભાવ. વિભાવ સ્વભાવ વડે જ કમપાધિ સિદ્ધ થાય છે. નિજસ્વરૂપે સ્થિતિ તે શુદ્ધભાવ. ઉપાધિજન્ય તે અશુદ્ધભાવ. શુદ્ધભાવથી મુક્તિ અને અશુદ્ધ ભાવથી જન્મ મૃત્યુ; આ બંનેને કરનાર મનરૂપ આત્મા. વિભાવ સ્વભાવથી વ્યવહારની સિદ્ધિ થાય છે અથત બહિર્દષ્ટિએ પ્રતીત થતા વ્યવહારને લઈને જ વિભાવ સ્વભાવ ગણવામાં આવે છે; વાસ્તવ તેવું કશું નથી. જેને વિભાવ સ્વભાવ લય થઈ નિજ સ્વભાવ પ્રકટયો છે અર્થાત જે કર્મરહિત થયો છે તેને વ્યવહાર નથી. “થવા n વિઝકમરહિત એટલે વિભાવ સ્વભાવરહિત જીવને વ્યવહાર નહિ.
ઉપરથી સમજાશે કે અજ્ઞાન કરનાર પણ મનરૂપ આત્મા જ છે; અજ્ઞાનને વિલય પણ મનરૂપ આત્મા જ કરે છે. એ અજ્ઞાન શુદ્ધ ચૈતન્યને કોઈ પણ રીતે પી શકતું નથી.