________________
- ૫૦૫
અપ્રસિદ્ધ જૈનસાહિત્ય अप्रसिद्ध जैनसाहित्य.
અધ્યાત્મરસિક યોગી મહાત્મા શ્રીમદ્ આનંદઘનજી ૧૭મા સૈકામાં થઈ ગયા છે. તેમનાં ૨૪ સ્તવન (૨૪ તીર્થંકર પર કે જેને આનંદઘન ચોવીસી કહેવામાં આવે છે તે) અને અન્ય પદો કે જેની સંખ્યા લગભગ ૧૦૮ થાય છે પરંતુ જેને ઉર પદ લેખી “આનંદઘન બહેતરી ' કહેવામાં આવે છે તે પ્રકટ થઈ ગયા છે. ચોવીસીના ઉપર તેમના સમકાલિન શ્રી જ્ઞાનવિમલસૂરિએ બાલાવબોધ-ગુજરાતી વિવેચન કર્યું છે અને તેની હસ્તલિખિત પ્રત પરથી જણાતું હતું કે કુલે ૨૨ સ્તવને આનંદઘનજીએ કર્યા હતાં અને પછીનાં છેલ્લાં બે સ્તવને શ્રી જ્ઞાનવિમલસૂરિએ રચ્યાં હતાં, પાછળથી શ્રી દેવચંદ્રજીએ તેનાપર બાલાવબોધ રચ્યો હતો અને મૂળ ૨૨ ઉપરાંત તેમણે પણ પિતાના બે સ્તવન ઉમેર્યો છે, કે જે હજુ અપ્રગટ છે અને ત્યારપછી શ્રી જ્ઞાનસારજીએ પણ તેમજ કર્યું છે અને તેમને બાલાવબોધ તથા સ્તવન સ્વ. ભીમશી માણેકવાળી ચોવીશીમાં પ્રસિદ્ધ થયાં છે.
હમણાં શોધકરતાં શ્રી મહાવીર જિનસ્તવન આનંદઘનજીના નામનું બીજું મળી આવ્યું છે. આ કદાચ ભેજકવિ કૃત હોય તે ના પણ નહિ ! અને ઉપરનાં બે જ્ઞાનવિમલ. સૂરિકૃત સ્તવન ઉપરાંત તેમના જે બનાવેલ જૂદાં જ બે સ્તવન આનંદધન વીશી” સાથે એક પ્રતપરથી મળી આવેલ છે, તે અમો આજે પ્રસિદ્ધ કરવાની તક લઈએ છીએ –
(૨) મહાવીર નરવન.
અહો ! ૧
અહો ! ૨
(દેશી-કડખાની) અહો વીર જગવીર વ્યવહાર નિ મ. સુગમ કરી પંથ શિવપંથ દીને; એકરૂચિ અચિ જિમ અગુણ ભોજન કરે, પરિહરે અનુસરે ધર્મભીને. પંચ દર્શન ધરે એક પખ આદરે, કિમવરે આપ નિધિ દૂરવર્તિ; કથનરૂપી હુઆ એહ મત જૂજૂઆ, બેમના ફૂલ જિમ છે અમૂર્તિ. સમય નિજ તાહરે ઉભય પખ જે ધરે, જ્ઞાન કિરિયા કરી શુદ્ધ પરખે; ચેતના રૂપ નિજ રૂપ સંપતિ સદા, અનંત ચતુષ્ટય સહી છવ નિરખે. જેમ પાષાણમાં હેમ, ધૃત દૂધમાં, તેલ જયમ તલ વિષે રહ્યો વ્યાપી; કાષ્ટ્રમાં આગ નિશ્ચ લખે લેક સવિ, પ્રગટ પ્રત્યક્ષ વ્યવહાર થાપી. શુદ્ધ નિરાકાર અવિકાર નિજ રૂપ, ધરત ગુણ આઠ શિવરૂપ દેહે; કર્મ પરિણતિ ખરે જ્ઞાન ઉદય ધરે, તામ કિરિયા કરે પામિ ગેહે. દ્રવ્યને કમનો કર્મ વિરહિત ભયો, નિશ્ચયાકાર ચેતન વિરાજે; એક ઉપદેશ ઘર વેશ તિણ અવસરે, અવર જગજાલ સંગતિ ન છાજે.
અહો ! ૩
અહે! જ
અહો ! "
અહો ! ૬