SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ જેન કૅન્ફરન્સ હેરલ્ડ. . મv k * * * ઉપજશે, કે જે રકમમાંથી એક સારા સરખું મકાન આપ અત્રે તૈયાર કરાવી શકશે.” એમ કહેતાંની સાથે સુદર્શને તે હાર વિવેકચંદ્રના ગળામાં નાંખ્યો. વિવેકચંદ્ર ઉપકારની લાગણીથી ગળગળે થઈ ગયે. તે તુરત ઉભો થયો અને હાર પિતાના હાથમાં લઈ મનઃ સુદર્શનની ડોકમાં નાખતાં બોલ્યો; “ભાઈ ! એ હાર મનેજ શોભે. હું કોઈ જાતના સદ્દગુણને વેચવા ઈચ્છતા નથી. હે હમને મહારી નિધનતા જણાવી નહિ અગર કોઈ જાતની લાલચ રાખી નહિ એ કાંઈ હમારા હિત માટે નહિ પણ મહારા પતિકા હિત માટે જ. ઉચ્ચ ખવાસ-વતન વડે આત્માને વિકાસ-ઉકાન્તિ થાય છે. એ લાભ કરડે રૂપીઆના લાભથી વિશેષ છે. હમારા પિતા હમને શિક્ષણ આપવા બદલ મને જે પગાર આપે છે તેમાંથી સાદાઈથી ગુજરાન ચલાવતાં જે કાંઈ વધે છે હેમાંથી કોઈ વાર હું ગુપ્ત રીતે અત્યંત દુઃખી મનુષ્યને સહાય કરું છું ! કઈ વાર તત્વનાં નવીન પુસ્તક ખરીદીને હારા આત્માને અને જ્ઞાનવૃદ્ધિને ઉપકાર કરનાર લેખકને હાય કરું છું, અને કઈ વાર કે લેકહિતના વિષય પર લેખ લખી તેની પ-૧૦ હજાર પ્રતે જાહેરમાં વિના મૂલ્ય વહેંચી લોકેની ઉકાન્તિને સહાયભૂત થાઉં છું. હવે આવા થોડે પૈસે ઑટે ન કરવાના ધંધામાં હું હમારે કે કોઈને ભાગ નાખું અર્થાત હમારી રકમ લઈને હમને ભાગીદાર બનાવું, એ ને–વણિકને કેમ પાલવે !” સુદર્શન–મુરબ્બી ! આપ વધુ આગ્રહ ન કરે. આપના મારા ઉપરના અવર્ણનીય ઉપકારે આગળ આ કદર કશા હિસાબમાં પણ નથી. ધિક્કાર છે ને કે હું આ જ સુધી પાસે જ પડેલા ગુલાબની સુંગધીની કિંમત ન સમજી શકે. મહેરબાની કરી આટલી સેવા તે આપ સ્વીકારે જ. વિવેચક–ભાઈ ! આપણે એક જરૂરી કામને છેડી આડકથામાં ઉતરી ગયા છીએ. આપણે અહીં ધર્માદાની મિલ્કતના રક્ષણ માટે આવ્યા અને એ કામને બદલે હાર પુરાણમાં ઉતરી પડ્યા એ ભૂલ જ થાય છે. મને માફ કરે; હું કઈ રીતે હારા પતિકા ઉપયોગ અર્થે તે બક્ષીશ સ્વીકારી શકતો નથી, પરંતુ હારે, હમારે આટલે બધે આગ્રહ છે ત્યારે તે હમણાં હમારી પાસે જ રાખો. કઈ જાહેર હિતનું નવીન કામ હું ઉઠાવીશ તે વખતે તે રકમ હૈમાં વાપરવા માટે માગી લઈશ. અગર આવું કહ શેધવા જવું ? આ ગંગાદાસ શેઠ જે હજારો રૂપીઆની ધર્માદાની મિલક્ત પંચને રાજીખુશીથી સેંપવા તૈયાર ન હોય તે અમને એમ કરવાની ફરજ પાડવા માટે ઇન્સાફની કોર્ટનું શરણું લેવામાં થતા ખર્ચ માટે તે રકમ જૂદી રાખે. સુદર્શને તે કબુલ રાખ્યું અને સૌ ઉઠયા. ગંગાદાસના હાંજા ગગયા! મનમાં તો તે બળીને ખાખ થઈ ગયા હતા પણ બહારથી મીઠાશ બતાવવા ખાતર જુહાર કરી સર્વને વિદાય કરીને ઘરનાં બારણાં બંધ કરી એકાંતમાં જઈ જાણે હેના બાપને બાપ તે જ દિવસે મરી ગયો હોય અને પિતે હેના શેકમાં હોય તેમ ગુમસુમ થઈ બેઠે.
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy