SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ મારી બહેનડી. ૩૭૫ પ્રકારની સાર્વજનિક યેાજના થવી હાલના સંજોગો વચ્ચે સભવિત લાગતી નથી, તેમજ પ્રાચીન કે અર્વાચીન સમયમાં તેવા સર્વદેશીય પ્રબંધ રચાયા દૃશ્યમાન થતા પણ નથી. તિહાસના અભ્યાસથી જે કાંઈ આપણે જોઇ શકીએ છીએ તે એટલુંજ છે કે આ પ્રદેશમાં સામ્રાજ્ય ધર્માચાર્યાંનું એકલાનુંજ હાઇ શકે; તાર્ પ્રજાએએ પણ આ પ્રશ્નનું નિરાકરણ તેજ પ્રમાણે કરેલ છે. આપણે પણ આ મહારોગને દુર કરવા તેજ આધા પ્રયાગગ અજમાવવા જોઇએ. આ પ્રમાણે સમજાતાં આપણા ધર્મોપદેશકાને તેઓની સત્ય ફરજ સમજાવવાની પ્રથમ ફરજ ઉપસ્થિત થાય છે. પોતપોતાના ધર્મનાં “વિશેષ” તત્વાનું જ્ઞાન ઉછરતી પ્રજાને આપવા અને તેમ કરી પેાતાના વિશેષ” ધર્મના પાયા હમેશાં વધારે રાખવાની કાળજી રાખવાની પોતાની પવિત્ર ફરજ અદા કરવા તેઓને આગ્રહ કરવાની ફરજ પાડવાની જરૂર્ હમેશાં વધારે અને વધારે જાય છે. જ્યાં સુધી આપણા ગુરૂ અને આચા પાતપેાતાના વાડાના સમુહને સત્ય જ્ઞાનના ઉપદેશ આપવા ઉત્સુક નહિ અને ખંતથી સતત્ પ્રયાસ નહિ કરે–ત્યાં સુધી યુવકવર્ગમાં ધર્મશ્રા દિનપરદિન ઓછી થતી જવાની અને વખતે કાળક્રમે ધર્મના લેાપ પણ થાય તેવી સ્થીતિ આવતાં દોષ ઈંગ્લીશ કૈલવણી લેનાર ઉછરતી પ્રજાને નહિ પણ સ્વધર્મનો ઉપદેશ આપવાની પોતાની પ્રથમ ફરજ ભુલનાર ધર્મગુરૂઓનેાજ ગણાશે. અંતમાં માત્ર એટલીજ અભ્યર્થના કે સ્વધર્માભિમાની દરેક સુજ્ઞ પુરૂષ આ વિષયપરત્વે પોતાનાથી બનતા પ્રયાસે અને પોતાની લાગવગના સંપૂર્ણ ઉપયેગ કરી ધર્માંચાયાંને પોતપોતાના પંથનાં બાલકોને “ધાર્મિક” શિક્ષણ આપવાના પવિત્ર કામમાં પોતાના ફાળે। આપતા જોવા પ્રબંધ કરવા. मारी बहेन डी. ( સારંગ. ) મારી આ બહેનડી ઉદાર ભાવતી, રમતી શું હાસ્યથી ભરેલ અતિ પ્રેમમાં ઠરેલ, દિપે શું અમૃત વેલ, સુંદરશાણી ભલી–મારી બહેનડી. વિચાર ઉચ્ચ શિખર ચડી મહાલતી રે તે, લેતી અદેષ આનંદ–રેલ શરીરવેલ કરમાયેલ, જ્ઞાનગંધથી ભરેલ, તત્વે કાલી ખુલી-મારી બહેનડી. જગત-પાઠ શીખી બધુને પઢાવતી, મારી પ્રેમમંત્ર-ફૂંક, મુંબઇ. ૨૨-૭-૧૩. કરી વાચાળ બંધુ મૂક, દૃઢ અચૂક રહી ગૃહ દિપાવતી–મારી બહેનડી. ઉરસમુદ્રને હિમાલયે ઉછાળતી, રહી શ્રદ્ધા ભરપૂર, આત્મસયમે સનૂર, હૃદયગાન છે મધુર, અભેદ ભાવ લાવતી-મારી બહેનડી.
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy