________________
નૈતિક અને ધાર્મિક શિક્ષણ.
૩૭૩ બીજા પ્રકારના એટલે કે “વિશેષ” ધર્મમાં આ સામાન્ય ધર્મની છાપ લોકસમૂહના ચંચળ મગજ ઉપર કેવી રીતે સચોટ પાડી શકાય–કેવા કેવા પ્રબંધો રચવાથી મનુષ્ય પ્રમાદ કરતે અટકી શકે–અગર તે તેને તેમ કરતો અટકાવી શકાય તેનો નિર્ણય કરી જુદાજુદા મતમતાંતરવાળાઓએ સ્વમસ્યાનુસાર રચેલ જુદા જુદા આચાર પ્રયોગો જેવા કે, અમુક રીત્યા ઇશ્વરોપાસના અને પ્રાર્થના કરવી, અમુક પ્રકારના સૂચક ચિહે ધારણ કરવાં, અમુક પ્રકારે પ્રાણાયામ સામાયિક ઇત્યાદિદ્વારા હૃદય અને મનને શુદ્ધ અને દઢ બનાવવાં, “આહાર તે ઓડકાર” એ સૂત્રોનુસાર કેવો કે ખેરાક જ્યારે જ્યારે ખાવો અને ક્યારે ક્યારે વર્જવો, કેવા પ્રકારને વ્યવહાર રાખવો અને કેવા પ્રકારને ત્યાજ્ય ગણવો ઈત્યાદિને સમાવેશ થઈ જાય છે.
આમ વિચારતાં આપણું પ્રસ્તુત વિષય પરત્વે એક પ્રકારની સુગમતા લાગે છે. કારણું “સામાન્ય ” ધર્મ માત્ર નીતિના સર્વમાન્ય મૂળતત્વોમાં જ સ્થિત થતું હોવાથી તેના ઉપદેશ અર્થે પ્રબંધ રચવાનું કાંઈ મુશ્કેલ નથી જ. આ પ્રકારનું “નૈતિક” (Moral) શિક્ષણ તે આધુનિક શાળાઓ અને મહાશાળાઓમાં કંઈક અંશે અપાય છે, જો કે તેમાં હજુ વિશેષ સુધારા વધારાને સ્થાન છે ખરું. આપણને જાણીને હર્ષ થાય છે કે, આ દિશામાં ખંતીલા પ્રયાસોની શરૂઆત અત્યારે આગમજ થઈ છે. આપણે આ વિષય પરત્વે માત્ર એટલુંજ કહી સંતોષ માનશું કે નીતિનાં જુદાં જુદાં અંગેનું રંગીન ચિત્ર આલેખી નિબંધિના રૂપમાં શિશુઓની સમક્ષ રજુ કરવાના કરતાં, અમુક અમુક પ્રકારના સદ્વર્તન રાખનાર મનુષ્યએ ઇતિહાસના પાનાઓ ઉપર પિતાના જવલંત અને આલાદક કીર્તિસ્થંભ કેવા સુંદર રીતે રાખેલ છે તે ભૂતકાળમાં બનેલ બનાવના દાખલા અને આદર્શ મહાપુરૂ
નાં જીવનવૃત્તા દ્વારા તેમને વધારે સહેલાઈથી અને વધારે ફલપ્રદ રીતે સમજાવી શકાશે; તેજ પ્રમાણે ખરાબ વર્તન રાખનારાઓને કે ફેજ ભૂતકાળમાં થયેલ છે અને આધુનિક સમયમાં થાય છે તે પણ બનેલ બનાવોના વર્ણન દ્વારાજ વધારે સુદઢ રીતે સમજાવી શકાશે. તેટલા માટે સરલ ભાષામાં ઈગ્લીશ Moral Class Books ની પદ્ધત્યાનુસાર નાની નાની વાર્તાઓ અને આખ્યાયિકાઓ, ગદ્ય અને પદ્યમાં રચી બાલકને તે વાંચવા આપી તેનો અભ્યાસ કરતા તેમને શિખવવાની આવશ્યકતા ખાસ પ્રતીત થાય છે.
ત્યારે હવે વાત રહી “વિશેષ” ધર્મની શરૂઆતમાંજ આપણે કહી ગયા છીએ કે કમભાગે હાલમાં ભારતવર્ષમાં અસંખ્ય નિરનિરાળા પંથો અને ઉપપથ ઉભરી નિક
વ્યા છે. “કપાળે પાળે જુદી મતિ” તે કહેવત અનુસાર, આ બધાના આચાર પ્રયોગ, કર્મકાંડે કેટલેક અંશે નિરનિરાળા હોય છે. સાધારણ બુદ્ધિથી વિચાર કરતાં એટલું તે સ્પષ્ટ જણાય છે કે એકજ સાધ્યની સાધનાર્થે જુદા જુદા મનુષ્ય બુદ્ધિભેદને લઈને જુદા જુદા સાધનની મદદ લે છે, છતાં લક્ષ્ય તે એકજ હોય છે; તેજ પ્રમાણે ધર્મને હેતુ એક હોવા છતાં જુદા જુદા મતાવલંબીઓ જુદાં જુદાં સાધનાને પ્રાધાન્ય આપે છે, પણ તેથી કાંઈ આશય જુદો નથી હોતું. છતાં દુરાગ્રહને લઈને જ દરેક મતવાળાઓ પિતાના સાધનને શ્રેષ્ઠ માની અન્યનાં સાધનને હલકાં પાડવા મથે છે, અને તેમ કરી વાડા વાડાના ઝગડા અને નિરર્થક શાસ્ત્રાર્થના વિતંડાવાદના વમળમાં ગોથાં ખાવાની ભુલ કરે છે. “હમેરા સબ સચ્ચા ઔર તુમેરા સબ ગૂઠા” ની ખેંચતાણમાં હદય અને મનની વિશુદ્ધિ અને