________________
३७०
શ્રી જૈન કૅન્ફરન્સ હેરલ્ડ. - સ્ત્રીના સ્નેહથી ખેંચાનાર પુરૂષના જ્ઞાનને પણ સ્ત્રી ખેંચનાર છતાં પણ આધીન હોય છે. અને એટલા માટે જ તેઓ આન્તરમાં પરસ્પર એક થવાને પાત્ર હોય છે.
બાળ લગ્ન પણ આજ પાયા પરજ-એતદેશીય તત્વજ્ઞાનીઓએ વિચાર્યા છે.
સ્ત્રી-પુરૂષના સમાન હકની પિક આ દેશમાં બહુ જોરથી મેશર્સ મલબારી-ભાડાકર અને બીજા આપણા હિતચિન્તક અગ્રણીઓએ પાડેલી, પણ તે તે જાણે કેવળ જુદીછે. વિલાયત એ બાબતમાં બહુ અજાણ છે અને તેથી વસ્તુ-વિચાર યથાર્થ કરવાને અત્યારે પાત્ર પણ નથી. પાર્લમેન્ટમાં સ્ત્રીઓ ઉમેદવારી કરી શકે કે નહિ, એ સવાલનો નિર્ણય ગમે તે આવે; પણ જે કાર્યો પ્રકાશમાંથી–પ્રકાશદ્વારા અને પ્રકાશનાંજ ઉદભવે છે તે કરવાને “સ્ત્રી’ નું સ્વતન્ત્ર હૃદય, કદાપિ, લાયક ઠરાવી શકાય નહીં. પુરૂષ હૃદયજ તે સ્વતન્ત્રપણે કરી શકે. અને તે જ પ્રમાણે જે કાર્યો ઉભામાંથી, ઉમાદ્વારા અને ઉષ્માનાં છે તે કરવાને પુરૂષ હદય સ્વતંત્રપણે, કદાપિ, લાયક થઈ શકે નહિં. ગમે તેટલાં બુદ્ધિ, ડહાપણ હોવા છતાં પણ પુષ હદય લાયક થઈ શકે નહિ.
અને કારણ સ્પષ્ટ છે. પુરૂષ “ પુરૂષ” થવાને-પુરૂપ રહેવાને સરજાય છે. અને સ્ત્રી તે “સ્ત્રી' થવાને-“સ્ત્રી” રહેવાને.
અને, આ પ્રમાણે ન હોય ત્યાં આન્તર લગ્ન નથી હોતું.
આપણે અહીં હાલ લગ્ન નથી. કેમકે પુરૂષમાં પુરૂષ” નથી. અને સ્ત્રીમાં સ્ત્રી’નથી. સ્ત્રી પુરૂષ બનવા મથે છે અને પુરૂમાં “ પુરૂ” હેય અથવા તે “સ્ત્રી ' બનતો હોય તે પણ એ લગ્ન સમ્ભવિત નથી. તેમજ “સ્ત્રી”માં “ સ્ત્રી' હોય, અને પુરૂષમાં પુરૂષ ન હોય તે પણ એ લગ્ન સંભવિત નથી.
આર્ય લગ્નમાં સ્ત્રીમાં “સ્ત્રી હતી. પુરૂષમાં “પુસ” હતું. અને તેથી આન્તરને સમરૂપ તે બાહી લગ્નનાં નિયમને નિમંત્રેલાં હતાં. સીતામાં “સ્ત્રી હતી. અને રામમાં “પુરૂષ” હતું. એકમાં “હૃદય ” હતું, બીજામાં બુદ્ધિ-જ્ઞાન ” હતું. એકમાં માર્દવ હતું, બીજામાં વિર્ય હતું. એ લગ્ન હતું. એકમાં શાસક–નિયામક શક્તિ હતી, બીજામાં અધીનતા હતી. આપણું લગ્ન તેજ હતાં. અને તે જ આર્ય પ્રજામાં આર્યત્વ ઉપજાવનારાં હતાં. હાલ પ્રજાવ નથી, કેમકે હાલ લગ્ન નથી. હાલ વીર્ય નથી, કેમકે હાલ પ્રજા વણસંકરત્વમાંથી નીપજે છે, લગ્નમાંથી નહીં.
અને પતિ પત્નીનું બાહ્ય લગ્ન પણ હવે તે સમજી શકાય.
સ્નેહ, દયા અને માર્દવ સ્ત્રીમાં ન હોય એ સ્ત્રીમાં “શ્રી” નથી. બુદ્ધિ, જ્ઞાન, ડહાપણ હોવા છતાં પણ એમાં “શ્રી” તે નથી જ. સ્ત્રીમાં “શ્રી” હેય; સ્ત્રીએ “સ્ત્રી' થવાનું છે. સ્ત્રીમાં સ્ત્રી ” હોય તે એ પુરુષમાંના પુરુષને ખેંચી શકે, લગ્ન માટે નિમત્રી શકે.
પુરૂષમાં બુદ્ધિ, ડહાપણ, જ્ઞાન વગેરે હોય તે તે ઉષ્માથી ખેંચાતા છતાં–ખેંચાયા છતાં—નિમન્ત્રણ સ્વીકાર્યા છતાં ઉષ્મામાં પ્રકાશ ભરી શકે. - સ્ત્રી પુરૂષમાંથી જ્ઞાન, ડહાપણ અને નિયતૃત્વ સ્વિકારે. એનામાં તે છે જ નહીં. અને છે તો તે પુરૂષનું તે જ, પુષમાંથી મળેલું તે જ.
પુરુષ સ્ત્રીમાંથી સ્નેહ, દયા, મૃદુતા સ્વીકારે. એનામાં તે પિતાનું છે જ નહીં.