________________
- જૈનસાહિત્યના વિકાસ માટે જૈનોએ શું કરવું જોઈએ? ૩૫૫ जैनसाहित्यना विकास माटे जैनोए शं कर जोइए ?
લખનાર-રા. રા. કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી M. A., LL. B.
ઉપલા વિષય પર મારે કાંઈક લખી મેકલવું એવી ર. મેહનલાલ દલીચંદ દેસાઈ તરફથી મને સૂચના કરવામાં આવેલી છે, પરંતુ એ સવાલ એટલે મોટો અને વિસ્તૃત છે તેટલેજ તેને જવાબ પણ મોટો અને વિસ્તૃતજ હોઈ શકે; અને તે આખો જવાબ એક નાના સરખા ચોપાનીઆનાં થોડાં પૃષ્ઠના સંકુચિત ક્ષેત્રમાં માઈ શકે નહિ, તેથી કાંઈક માર્ગદર્શક થઈ શકે તેવા જ રૂપમાં મારો જવાબ ગણી લેવાનો છે. - જૈનસાહિત્યના વિકાસ માટે પહેલું પગલું તે જૈનોએ એ લેવાનું છે કે જે મૂઠીભર જૈન વિદ્વાને આજે જૈનસાહિત્ય ખેડી રહ્યા છે, એટલે કે જૂના જૈનસાહિત્યને પુનરૂદ્ધાર કરવામાં મચી રહ્યા છે, તેમને તે કામમાં પ્રવૃત્ત રહેવાનું બની શકે અને ઉદરપણાથે બીજા કેઈ કામમાં રોકાવું ન પડે તે માટે તેમને ઉપજીવિકાનાં સાધન-શિષ્ય વૃત્તિ અથવાતે માસીક વેતનરૂપે–પૂરાં પાડવાં. કેંનફરન્સ તરફથી હાલ, હું ધારું છું, કે, કઈ કઈ વ્યક્તિને એવા રૂપમાં થોડી થોડી મદદ મળે છે, પણ તે જોઈએ તેટલી નથ.
બીજું પગલું એ લેવાનું છે કે એ મૂઠીભર મહેનત કરનારાઓ જ્યારે ન હોય ત્યારે તેમની જગ લઈ શકે એવા બીજા વિદ્વાનોને તૈયાર કરતા રહેવું કે જેથી એ વિકાસરૂપી ખાણ ખોદનારાઓની પરંપરામાં ખામી આવે નહિ. જૈન કામ બહુ સમૃદ્ધિવાન કહેવાય છે; એટલે જે ઘેડા શેઠીઆએ પણ ધારે તે એ બાબત પાર પાડી શકે એમ છે. પિલીસ કોર્ટ કે હાઈકોર્ટમાં બીન અર્થે અને જેમાં કોમનું કઈ રીતે શ્રેય થાય નહિ એવા કછુઆ લડી નાહક નાણુની બરબાદી કરવાને બદલે આવાં ઉત્તમ કાર્યમાં વ્યય કરે એ વધારે પુણ્યમય છે, એમ કહેવાની જરૂર નથી; કારણ એ પ્રમાણ સ્વત:સિદ્ધ છે.
આ ઉપરાંત ત્રીજું સાધન જૈન કોમ પાસે તૈયાર, ખડું જ છે અને તે જૈન મુનિ, સાધુ, યતિ, આચાર્ય વગેરે પવિત્ર વ્યક્તિઓ છે.એ વર્ગનો સમુદાય એટલે મોટો છે કે જો તેઓ સઘળાને એ રસ્તે વાળી શકાય તે જૈનાને પિતાના સાહિત્યના વિકાસ માટે જૈનેતર તે શું પરંતુ જૈન ગૃહસ્થાશ્રમીઓની સહાયની પણ જરૂર રહે નહિ. નવું સાહિત્ય ઉપજાવવાની જેટલી જરૂર છે, તેથી વધારે જૂનાં પુસ્તકની શોધખોળ, પ્રસિદ્ધિ, તેનાં ભાષાંતર વગેરે કરવાની છે. કારણ નવા સાહિત્ય સંબંધે તે એટલું પણ કહી શકાય કે દેશની જે સમસ્ત ઉન્નતિ હાલના વખતમાં જોવામાં તથા અનુભવવામાં આવે છે, તેમાં બીજા વર્ગજેવાકે મહાવીરના સંપ્રદાયની બહારના હિંદુઓ, ગુજરાતી મુસલમાને, પારસીઓ વગેરે જેવો ભાગ લે છે, તે તેઓ પણ લઈ શકે. પરંતુ પ્રાચીન ભંડારોની કુચીઓ તો સાધુ વર્ગના જ હાથમાં છે, અને ઉદરપોષણાર્થે દુનીઆની ઘટમાળમાં તેમને રોકાવાનું ન હોવાથી તેઓ એ વિષય પર થોડો સમય હમેશ કાઢતા રહે તે અલબત્ત ઘણું કરી શકે. તેમ કરવા માટે તેમને બે ત્રણ બાબતની જરૂર છે; જેવી કે અર્વાચીન રીત પ્રમાણે પુસ્તકનું નિરીક્ષણ કરતાં તેમણે જાણવું જોઈએ, એટલે કે ભાષાશાસ્ત્ર (Philology), ઇતિહાસ, પૃથક્કરણની રીત, (method of analysis) વગેરે વિષયેની તેમને માહીતી હોવી જોઈએ અને તે માહીતી જતી પદ્ધતિના શિક્ષણથી મળી શકે નહિ થોડું ઘણું અંગ્રેજીનું જ્ઞાન પણ જરૂરનું છે, કે જેથી યુરેપની અંદર એવાંજ જૂનાં પુસ્તકોપર શી વિધિ કરવામાં આવે છે તે તેમની જાણમાં આવે. અંગ્રેજી જાણનાર જૈન સાધુ–આચાર્ય એ
એક અસાધારણ બનાવ જેવું લાગશે; પરંતુ જૂનું જન સાહિત્ય જોતાં જણાશે