________________
સ્થૂલભદ્ર.
- શૂટમ. एक एतिहासिक धर्मकथा..
मंगलं भगवान् वीरो मंगलं गौतमः प्रभुः
मंगलं स्थूलिभद्राधा जैनधर्मोस्तु मंगलम् ।। શ્રીમંગલમય જૈનધર્મનું શાસન જ્યાં સુધી હશે ત્યાં સુધી મંગલમય શ્રી વિરપ્રભુ, શ્રી ૌતમગણધર અને શ્રી સ્મૃતિભર આદિ મંગલ રહેશે-અવિચળ રહેશે
- ઈસવી સન પૂર્વે ચોથા સૈકામાં મગધ (હાલનું બિહાર) દેશની રાધાની પાટલીપુત્ર (હાલનું પટના) નામે વિશાલ નગરમાં નવમે નંદરાજા રાજ્ય કરતો હતો. તે છખંડ પૃથ્વીનો રાજા હોય તેમ અખૂટ લમીવાળો અને અનેક રાજાઓનો વિજેતા હતા તેને કલ્પક વંશને અને નાગર બ્રાહ્મણ જ્ઞાતિને શકટાળ (કડાલ) નામે લક્ષ્મીના આવાસ સરખે અને બુદ્ધિનો ભંડાર મંત્રી હતા. તેને લક્ષ્મીવતી (લાચ્છલદે) નામે સ્ત્રી હતી, અને તેનાથી બે પુત્ર અને સાત પુત્રીઓ થઈ હતી. બે પુત્રમાં મોટાનું નામ
સ્થૂલભદ્ર (સ્થૂલિભદ) હતું અને તે વિનયાદિ ગુણોથી પૂર્ણ, ઉત્તમ કાંતિવાળો હતો. 'બીજાનું નામ શ્રીયક હતું અને તે ભક્તિમાન અને સંદરાજાના હૃદયને અત્યંત આનંદ આપનાર ગાશીષચંદન સર હતો. સાત પુત્રિઓ નામે યક્ષા, યદત્તા, ભૂતા, ભૂતદત્તા, એણિકા (રોણા), વેણા તથા રેણ હતી. પહેલીને એકવાર સાંભળેલું આવડી જાય છે. બીજીને બે વાર સાંભળેલું સ્મરણમાં રહી જાય છે, એ પ્રમાણે સાતમીને સાતવાર સાંભળેલું શાસ્ત્ર આવડી જાય છે. આ આખું કુટુંબ જૈનધર્માનુરત હતું.
- ઈ. સ. પૂર્વે ૪ થા સેકામાં આખા આર્યાવર્તમાં નંદની આણ એક ચક વતી રહી હતી. મુખ્ય નંદ ઉંચા ખાનદાનનો ડાહ્યો ને પ્રતાપી રાજા હતે. દેશ સમગ્રમાં દ્રોણ આદિ એકધારાં માપ પહેલવહેલા ઠરાવવાનું ભાન એનેજ છે. (મુદ્રારાક્ષસ. પ્રસ્તાવના કેશવ હર્ષદકૃત.)
આ મંત્રી ઐતિહાસિક વ્યક્તિ છે; અને તે જૈનેતર પ્રમાણથી પણ સિદ્ધ થાય છે. “ચાણક્ય નવનંદ રાજના નિર્મુલ માટે મૌર્ય ચંદ્રગુપ્તના સમક્ષ પ્રતિજ્ઞા લીધી. શકટાલ પ્રધાનની સૂચનાથી નંદના કે પૂર્વજના ત્રયોદશીના શ્રાદ્ધમાં નંદભવનના એક ઓરડામાં સંમાન સહિત પાટલા ઉપર અથવા મતાંતરે અગ્રાસન ઉપર બેઠેલા ચાગાક્યને નંદોએ તિરસ્કાર સહિત ઉઠાડી મુક્યો. આવું અયોગ્ય કાર્ય કરતાં નંદને અટકાવ કરવામાં મંત્રિવર્ગે ઘણો યત્ન કર્યો તે વ્યર્થ ગ-(મુદ્રારાક્ષસ, પ્રસ્તાવના, સવાઈલાલ છોટાલાલ કૃત) આના પ્રમાણમાં જુઓ દશરૂપાવલોક પૂ. પ૦ “તર ધૃવાથાકૂર્ણ મુદ્રાક્ષसम् । चाणक्यनाम्ना तेनाथ शकरालगृहे रहः । कृत्यां विधाय सहसा सपुत्रो निहतो नृपः ॥ योगनदे यशःशेषे पूर्वनंदसुतस्तत:।चंद्रगुप्ता धृतो राज्य चाणक्येन महौजसा। આ ઉપરથી જાણવાનું કે નંદરાજાને મંત્રિવર્ગ હતો. તે પૈકી વક્રાસ, રાક્ષસ. અને શકટાલ હતા. જુઓ મુદ્રા રાક્ષસ સ. ડો. કૃત-“વક્રનાસ વિગેરે મંત્રીઓ તેનું રાજ્યસૂત્ર હસ્તમાં સબુદ્ધિથી ધારણ કરતા હતા. તે મંત્રીઓ પૈકી રાક્ષસ નામે એક મંત્રી રાજખટપટ અને રાજનીતિમાં એકકો અને અનન્ય પુરૂષ હતા.'