________________
૨૩
ડનારા પણ જન, ચોરી કરનાર પણ જૈન, વિશ્વાસઘાત કરનાર પણ જૈન, કેમમાં-સંઘમાં -જ્ઞાતિમાં કુટુંબમાં-મિત્રોમાં કલહ જગાડનાર પણ જૈન, એમ જેના ઘેઘ ઉભરાઈ નીકળ્યા છે. વળી જેઓ કંઈ બે અક્ષરનું જ્ઞાન સંપાદન કરી, જ્ઞાનીઓમાં ખપનારા છે, તેઓ પૈકી કેટલાએક ગચ્છાગ્રહી, મતાગ્રહી, અને કેટલાક સ્વતસ્થાપનશા જોવામાં આવેછે; બીજાઓને વિશ્વાસ પિતા ઉપર બેસાડી, ઘણી વખતે તે વિશ્વાસને ગેરઉપયોગ કરતા દેખાય છે. જાણવું બોલવું અને વર્તવું, એ ત્રણે એક જાતના હોય એવું સહસ્ત્રમાંથી એક બેમાંજ ભાગ્યે દેખાવા સંભવ છે. અત્રે કેટલાકે એમ કહેવા ઉઠશે કે, આવું જૈનત્વ જે શોધવા અને પ્રાપ્ત કરવા જશું, અને તેવા જનોનેજ જેન કહેવા, એમ માનવા તૈયાર થશું તો, તીર્થનો ઉચ્છેદ થઈ જશે, ત્યાં અમો યશોવિજ્યજી મહારાજના શબ્દો યાદ કરાવીએ છીએ. તે મહાત્મા લખી ગયા છે કે –
तीर्थोच्छेदभियाहंताविशुद्धस्यैवचादरे ।
सूत्रक्रियाविलोपः स्याद् गतानुगतिकत्वतः॥ ભાવાર્થ—યશોવિજ્યજી મહારાજ દીલગીરી સાથે કહે છે કે તીર્થઉચછેદને ભયથી અવિશુદ્ધ (અયથાર્થ) અનુષ્ઠાનના આદરમાં લકે ગતાનગતિકપણુથી સૂત્ર અને કિયા બંનેને વિલાપ કરે છે.
- વિવેચન–આ ઉપરથી યશોવિજયજી મહારાજ એમ કહેવા માગે છે કે, શાસ્ત્રોક્ત - યથાર્થ શ્રદ્ધાપૂર્વક ઉગસહિત ક્રિયા કરવી જોઈએ. પણ તેવી ક્રિયા જેઓ નથી કરી શકતા, તેઓ પોતાના બચાવમાં અને પિતાની યુદવાતદવા પ્રવૃત્તિ ચલાવી લેવા માટે કહે છે કે, “આમ બધું યથાર્થ કરવા જશું તે એવા દરેક ક્યાંથી નીકળી શકશે ? અને તેમ થવાથી તીર્થને ઉચ્છેદ થઈ જશે, મતલબ કે તેવા યથાર્થ શુદ્ધ ક્રિયા કરનારાઓ સમાંથી એક નીકળશે, તો તેમ થવાથી જૈનધર્મ વિચછેદને નહીં પામે કે? જેવી તેવી ક્રિયા કરીને અને જેમ તેમ કરીને જૈનધર્મને તે અમે જાળવી રાખ્યો છે?આમ કહેનારાઓને યશોવિજ્યજી મહારાજ કહે છે કે, તમો આવી રીતે ગતાનગતિક' એટલે દેખાદેખીથી પ્રવત્તિ કરનારાઓ શાસ્ત્ર અને શાસ્ત્રોકત ક્રિયા, એ બન્નેને નાશ કરે છે. વળી આગળ વધતાં તે જ પરમયોગી ઠપકે દેતાં કહે છે કે –
धर्मोद्यतेन कर्त्तव्यं कृतं बहुभिरेवच ।
तदा मिथ्यादृशां धर्मो न त्याज्यः स्यात्कदाचन ॥ ભાવાર્થ–ઘણાઓએ જે કર્યું હોય, તે ધર્મના ઉધમ વડે કરવું એમ જે કહેશે તે, મધ્યાદષ્ટીઓને ધર્મ કોઈ કાળે મુકી શકશો નહીં.
વિવેચન–કેટલાએક મુર્ખાઓ એમ કહેવા તૈયાર થશે કે, ઘણાઓ જે કરતા હોય તે કરવું. એમ બેલનારાઓને, યશોવિજ્યજી મહારાજ સમજાવે છે કે, આ સમજણ તમારી ભૂલભરેલી છે. જો તમારો સિદ્ધાંત અને માનવું એવું હોય કે ઘણાઓ જે કરે તે કરવું તે જ્ઞાનીઓ કરતાં અજ્ઞાની ઘણા છે, સમજુથી મૂર્ખ ઘણું છે, સમ્યદૃષ્ટિ (યથાર્થ દષ્ટિ)વાળાથી મિથ્યા દષ્ટિ (અયથાર્થ દષ્ટિ)વાળા ઘણું છે, તે તમારી માન્યતા મુજબ ઘણાઓનું માનવું સ્વીકારવા જતાં સત્ય ને યથાર્થ કઈ કાળે પ્રાપ્ત કરી શકશું નહિ. માટે તેમ ન માનતાં, જે સત્ય અને યથાર્થ હોય, થોડા પણ સમજુ પુરૂષો જે કરતા હોય, તે