________________
રિટર
જૈન કૅન્ફરન્સ હૈરલ્ડ
ચારિત્ર નહિ » શનિચાવ્યાં મેક્ષિ: એ કારિકા પણ સમ્યકત્વનેજ અગ્રપદ આપે છે; કેમકે આપણે લખી ગયા છઈએ કે, “સમ્યકત્વવિના સમ્યજ્ઞાન હોઈ શકે નહિ.” જે જ્ઞાન ક્રિયાથી મોક્ષ કહેવામાં આવે તે જ્ઞાન સમ્યકત્વ પછીનુંજ ગ્રહણ કરવાનું છે, અને તેવાં જ્ઞાન, ક્રિયા મોક્ષસાધક નીવડે તો તે વાસ્તવિક છે. વસ્તુતઃ ખુલ્લી રીતે અનેક શાસ્ત્રવલોકનને અંતે, અને વિચારપરિણામને અંતે, એ સિદ્ધ થાય છે કે, યથાર્થ દષ્ટિ પહેલી હેવી જોઈએ. યથાર્થ દષ્ટિના પાયા ઉપર જ તે પછીનાં ગુણસ્થાનકેની ઈમારતનું ચણતર રચાયેલું છે, અને તપ, જપ, ક્રિયા, અનુદાન વગેરેની સફળતા પણ સમ્યકત્વપ્રાપ્તિ અનંતર જ હોઈ શકે છે. સકામ નિર્જરા એટલે મોક્ષની અનુકૂળ, ઉપયોગ સહિત, કર્મ નિર્જરા સમ્યકત્વવાનની ક્રિયામાં જ રહેલ છે. સિવાય, જ્યાં સુધી સમ્યકત્વ રત્ન પ્રાપ્ત થયું નથી, ત્યાં સુધીની ધાર્મિક પ્રવૃત્તિ એ માત્ર કાયલેશ વગેરે લાભ આપનાર છે, અને અકામ નિર્જરા તેનાથી થાય છે, અને તેવા જેને ખરા જેન તરીકે સર્વત્તની દષ્ટિએ કહી શકાય નહિ. ખરા જેનોમાં બાહ્યાડંબર ઓછો હોય, કેમકે તેઓ આત્મહિત તરફ પિતાનું લક્ષ વિશેષ રાખે છે, અને અભિમાનાદિકને અંતઃકરણથી ધિક્કારે છે; જ્યારે નામના જેને માં બાહ્યાડંબરને વિશેષ માન અપાય છે. માનાકાંક્ષિપણું પણ તેવાઓમાં ઉગ્ર હોય છે, અને તેવાઓને પિતાના માનની ક્ષતિમાં ઘણું લાગી આવે છે, જેથી કૃત્યઅકૃત્ય, ધમધર્મ, પાપપુન્ય, નિરપેક્ષ બની પિતાના માનને ખાતર ગમે તે કરવા તૈયાર " થાય છે. આવા જૈને, જેને નથી પણ સંસારપરિભ્રમણને લાયક પામર પ્રાણી છે. પછી તે શ્રાવક નામધારી કે સાધુ નામધારી કે ગમે તે હો, પણ સભ્યત્વનો અભાવ અથવા સમ્યકત્વની ખામી મારામાં છે, એવા વિચારથી પિતાનું હૃદય પારખ્યું નથી, પિતાની સ્થિતિ ઓળખી નથી, તેવા બાહ્ય પ્રવૃત્તિથી પિતામાં સાધુ શ્રાવક્ષણની પૂર્ણતા ભાની આગળ વધતા અટકે છે. અધુરથી મનાઈ ગએલી પૂર્ણતા અધુરાપણું મટે છે. હાલમાં સભાઓથી, મંડળેથી, મંડળીઓથી, અને સંસ્થાઓથી થતા સુધારા જૈનધર્મની ઉન્નતિનાં કારણો છે, એમ માનવામાં આવે છે તે, ભલે બાહ્ય વ્યવહારની અમર્યાદામાંથી મર્યાદામાં લાવવા સમર્થ થાય, પણ જિનત્વ તે કર્મમળને (મિથ્યાત્વને) દુર કર્યા વિના, નવ તત્વનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના, અને તેમાં યથાર્થ શ્રદ્ધા થયા વિના, આવવાનું નથી. નવ તત્વને અંતે જ લખ્યું છે કે, નવાં નવ વિશે, લાપતા રામ એટલે જીવાદિક નવ પદાર્થને જે જાણે, તેને સમ્યકત્વવાન કહેવા, એટલે નવ તત્વની ગાથાઓ મુખ પાઠ કરવી, તેના અર્થ ભણી જઈ, અમો નવતત્વ શીખ્યા છીએ, એમ માનવું અગર બલવું, તે જ્યાં સુધી તે નવ તત્વથી થએલું જ્ઞાન પિતામાં જોવાપણું નથી, એટલે હું જીવું છું, આ અજીવ છે, આ પાપ છે, આ પુન્ય છે, આ બંધ છે, આ આશ્રવ છે વગેરે પિતામાં નવ તત્વમાંથી ક્યાં કયાં ઉપલબ્ધ છે, પોતે કઈ પરિસીમામાં વર્તે છે, એવો ખ્યાલ નથી, એવું મનન નથી ત્યાં સુધી નવ તત્વનું જે જ્ઞાન છે, તે ચંદન ભાર વાહી ગર્ધવવત છે. શાસ્ત્રોમાં સ્થળે સ્થળે શ્રાવકેના વર્ણનમાં જીવાજીવાદિક નવ પદાર્થના જાણુ” એવાં વિશેષણો પૂર્વ શ્રાવકને માટે વાંચવામાં આવે છે. હાલમાં જુગારી પણ જૈન, અત્યાચાર સેવનાર પણ જૈન, વેપારમાં અનેક જાતના મૃષાવાદના ટોપલા ઉપા