________________
૨૬૮
જિન કોન્ફરન્સ હેરલ્ડ. - मनोविजयनो महामंत्र. मानसिक चंचळताने दूर करवानो उपाय.
મનુષ્યનું મન સ્વભાવથી જ સાપ જેવી કુટિલ ગતિવાળું, ઝેરી નાગની પેઠે નસેનસ વિષયવાસનાના વિષમ વિષથી ભરેલું, જન્મજન્માન્તરના કુસંસ્કારોથી કટાએલું, અને દીર્ઘ સમયના સંસારવાસથી સૂકાયેલા કાષ્ટની પેઠે ભાગે ત્યાં સૂધી પણ વળે નહિ એવું, દુધ હઠીલું-દુરાગ્રહી હોય છે. શ્રી ગીતામાં ભક્ત અર્જુન, શ્રીકૃષ્ણને કહે છે કે–ચવ હિ મનઃ
પ્રમાણ વદમા સંચમસ્તમજું થાણુવિ કુટુમ્ II” અર્થાત–“હે કૃષ્ણ! કુટિલ મન અતિ ચંચળ, વેગવાળું, પિતાની વૃત્તિને ચૂંટી રહેનારું, દઢ અને દુરાગ્રહમાં સબળ છે, તેને નિગ્રહ વાયુના નિગ્રહની પેઠે દુષ્કર-કષ્ટસાધ્ય-અસાધ્ય રોગ જેવો સામાન્ય યત્નથી થઈ શકે તેમ નથી.
આ સિદ્ધાન્તની સત્યતાને આ સંસારમાં અનુભવના ઉંબર ઉપર સર્વને સાક્ષાત્કાર થયે જ હોય છે. શ્રીકૃષ્ણને દર્શાવેલા માર્ગ પ્રમાણે તીવ્ર વૈરાગ્યને તેની આંખ પર પાટે બાંધીને અખંડ અભ્યાસના અંકુશથી તેને ભલે વશ કરી શકાતું હોય પણ આ વિલાસી, સુખેચ્છ, અલસપ્રિય, પ્રમાદપ્રધાન ચંચળ જમાનામાં એવા અખંડ અભ્યાસ કે તીવ્ર વૈિરાગ્યને અવકાશ જ ક્યાં છે? જ્યાં દિવસ અને રાત સંસારના મેદાનમાં સુખસ્પર્ધાની શરત ચાલી રહી છે, સ્વાર્થપરંપરાનું તેફાન મચી રહ્યું છે, તેમજ વિષયસુખની છુટે હાથે લહાણ ચાલી રહી છે, ત્યાં સંયમ, સાધના કે વિરાગત્તિને કઈ ઉભાં પણ રહેવા દે તેમ નથી ! ત્યાં મનને ક્યાં વશ કરવું? જ્યાં પણ ભેજન, નવરસ રંજન, ફુગારનાં ભજન, મન્મથનાં અંજન અને ભાતભાતનાં વિષય વ્યંજનની તડામારી ચાલી રહી હોય, પિતે પિતાને જ ભૂલાવી દે, એવી માયાની, ભસ્માસુરને હાથ હેડેલાં શ્રી શંકરનાં કંકણ જેવી ભુરખી ભાન ભૂલાવી રહી હોય, સાંસારિક નેહસુખનાં સ્વપ્નામાં હૃદયને તરબોળ કરનારી અજ્ઞાનની અંધારી રાત્રિ ફેલાઈ રહી હોય ત્યાં આ ભવનાટકનાં ઝડઝમક ભર્યા રસમય વાતાવરણમાં–બિચારા વનકસ વૈરાગ્યને વિચાર પણ કોણ કરે છે? વિષમાં સુધાની સંભાવના અને કથિરમાં કંચનની જે કદી સંભાવના થઈ શકે તે જ આજના આ વિષયલોલુપ વિલાસી જડવાદી જમાનામાં વૈરાગ્યની સંભાવના કે કલ્પના પણ થઈ શકે ! આજકાલ તે મનને વશ કરવાને બદલે મનને વશ થયેલા મનુષ્ય ભક્તરાજ તુલસીદાસ કહે છે તેમ પ્રાયઃ ચંચળતાના ઘોડાપર ચડીને કલ્પિત ત્રિલેકનાં સ્વપ્ન સામ્રાજ્યમાં દોડાદોડી કરી રહ્યા છે ! ભકતરન તુલસીદાસજી કહે છે કે –
કબહુ મન રંગ તરંગ હેડે, કબહુ મન ચાહત હૈ ધનકે; કબહુ મન કામિની સંગ કરે, કબહુ મન ધાવત હૈ રનકે.” આવા બળવાન મનને મારવાને આજે કે શરીર સમર્થ છે? સહુ જાણે છે કે, સઘળાં સુખ દુઃખનું-ચડતી અને પડતીનું, બંધન અને મોક્ષનું કારણ પણ એક માત્ર મન જ છે. મન પણ મનુશાળ જળ ચંપા એ મનને અંકુશમાં રાખીને સીધા રાહમાં ચલાવવાથી આ જન્મમરણની ઘટમાળા આ જગમાં વજબંધન, માયાની