________________
૨૬૬
જૈન કન્યરન્સ હેરલ્ડ.
ઉપર કહેલું બન્ને પ્રકારનું જ્ઞાન ફેલાવવાના આશયથી એક યેજના ઘડવામાં ગુંથાયા છે, જે શુભસૂચક છે. આજનો જમાને લેકસેવામાં પ્રભુસેવા સમજવાનું છે, અને જેઓ શુભ વિચારોનું વાતાવરણ ફેલાવીને કે પિતાના દ્રવ્યવડે સમાજની પ્રગતિના સાધનભૂત બનીને સમાજના ઉપકારી થશે તેમનાં જ નામ અમર રહેશે; માત્ર વિધા કે લક્ષ્મીને ભારવાહકેને યાદ કરવા તે કેઈ નવરું થશે નહિ. पाचोरा (खानदेशनी अग्लो-वर्नाक्युलर)
સંયુ નૈન પટિશ.
આખા ખાનદેશમાં જૈન તરફથી ચાલતી કોઈ પણ કેળવણીની સંસ્થા હોય તે તે એકમાત્ર પાચે ની જેની પાઠશાળા છે, કે જે જૈને તેમજ જૈનેતરના સંયુક્ત હિતાર્થે વેતામ્બર બને ફીરકાના વ્યાપારીઓએ મળીને સ્થાપી છે, અને જેમાં ગુજરાતી સાત અને અંગ્રેજી ત્રણ ધેરણના અભ્યાસ ઉપરાંત ધામિક જ્ઞાન પણ બને ફીરકાને અનુકૂળ રીતે અને વગર કીઓ આપવામાં આવે છે. આ લખનારને ગઈ સાલ આ શાળાની વાર્ષિક પરીક્ષા લેવાનું આમંત્રણ મળતાં, એની ઉપયોગીતા અને સંગીનતાને અનુભવ કરવાની તક મળી હતી. ઓણ સાલ એ સંસ્થાના સ્થાપકે એ મી. વાડીલાલ મોતીલાલ શાહને આમંત્રણ આપવાથી તે ગઈ તા. ૧૦ મી ઓગષ્ટ ત્યાં ગયા હતા અને પરીક્ષા પૂરી થયા બાદ ત્યાંના મામલતદાર સાહેબ (ખાનબહાદુર)ના પ્રમુખપણું નીચે એક જાહેર મેળાવડો કરીને આગેવાન સર્વધર્મના વ્યાપારીઓને એમણે આગ્રહ કર્યો હતે, કે આ ગામમાં એક સારી લાઈબ્રેરી સ્થાપવી અને હાલની પાઠશાળાને વધારે વિશાળ રૂપ આપીને અંગ્રેજી પત્રવ્યવહાર, વ્યાપારી ભૂગોળ, દેશી તથા અંગ્રેજી નામું અને ટાઈપ-રાઈટીંગ શિખવનારી ‘કમસ્યલ સ્કુલ” બનાવવી. ખાનદેશ હજી મધ્યમ કાળની નિરાંતની જીંદગી ગુજારે છે, ત્યાં હજી વ્યાપારધંધાની હરીફાઈ ગુજરાત-કાઠિયાવાડ જેટલી જોવામાં આવતી નથી, અને ઘણા લોકો જમીનદાર તથા દ્રવ્યવાન છે, તેથી આગામી ૨૫-૫૦ વર્ષમાં હરીફાઈનું જોર વધી જાય ત્યારે જમાનાને બરના વ્યાપારી શિક્ષણના અભાવે હિંદના બીજા ભાગોને જે નિર્ધનતાની બેડીમાં સપડાવું પડયું છે તેવી બેડીમાં ખાનદેશને સપડાવા વખત ન આવે એટલા માટે અત્યારથી ચેતી સુધરેલા દેશોની વ્યાપારી તાલીમ ખાનદેશના દરેક ધર્મના વ્યાપારી વર્ગના બાળકોને આપવા ખાતર એવી એક સ્કુલ અને બોર્ડિંગ બન્નેની ભેગી સગવડ કરવા તરફ ખાસ લક્ષ આપવું જરૂરનું છે એમ જણાવી ભાષણકર્તાએ તે માટે બે લાખ રૂપીઆનું ફંડ કરવા ભલામણ કરી હતી. અને સૂચનાઓ ઉપર છેવટે મામલતદાર સાહેબે પુરતે ભાર મૂકી બે લાખનું ફંડ આવા ઉપયોગી કામ માટે થવું ખાનદેશને માટે અશક્ય નથી એમ જણાવ્યું હતું અને હાજર રહેલા જૂદી જૂદી કોમના વ્યાપારીઓએ આ રસ્તે બનતો પ્રયાસ કરવા ઈચ્છા દર્શાવી હતી. લાઈબ્રેરીની સ્થાપના માટે તે તેજ વખતે બે સખી ગૃહસ્થોએ સારી સરખા રકમ આપવાનું વલણ જણાવ્યું હતું. જ્યારે પાઠશાળા માટે અલાયદું ભવ્ય મકાન બંધાવું શરૂ થઈ ગયું