________________
ફુટ નોંધ. स्फुट नोंध.
EDITORIAL NOTES.
‘હુનો ષ સં.
પપાસના અથવા ભક્તિનું ખાસ સ્મરણ થાય એ હેતુથી નિર્માયલા પવિત્ર પર્યુષણ પર્વમાં જૈન ભાઈઓને પ્રાયઃ પુરસદ સારી હોય છે, કે જે ફુરસદને ઉપયોગ આત્મભાવપિક અને સમાજહિતકર વિચારમાં કરાય તે ઘણે લાભ થાય એમ સમજીને આ “હરે
ડ’ પત્રને ખાસ અંક કહાડવાની પ્રથા ગત વર્ષથી શરૂ કરવામાં આવી છે. જુદા જુદા ફીરકાના જૈન મુનિઓ અને ગૃહસ્થ લેખકે તેમજ જૈન સમાજનું હિત હૈડે ધરાવતા જૈનેતર વિદ્વાનેને આ ખાસ અંક માટે અમુક વિષયો ઉપર પિતાના વિચારે લખી મોકલવાની અરજી કરવામાં આવે છે અને વિવિધ મગજેના વિચારોની વિવિધતાથી જૈન ભાઈઓને આનંદ આપવા સાથે નવીન ભાગ સૂચન કરવામાં આવે છે. અમારે આ દિશાને પ્રયાસ ગત વર્ષમાં કેટલે અંશે સફળ થયો હતો તે જૂદા જુદા વિદ્વાનેએ ગયા પણ અંક ઉપર આપેલા અભિપ્રાય (કે જે તે પછીના અંકમાં પ્રગટ કરવામાં આવ્યા છે) ઉપરથી સહજ સમજાઈ શકશે. વિચાર તરફથી મળેલા આ પ્રકારના સત્કાથી ઉત્સાહીત થઈ અમે આ સાલ ગત વર્ષથી પણ વધુ વધારે સ્ફોટા કદનો અંક બહાર પાડવા હિમત ધરી છે અને આશા રાખી છે કે, આ સાહસ જ્ઞાનમાં અને ઉત્કર્ષમાં આગળ વધવા ઈચ્છતા જૈન ભાઈઓના મગજ તેમજ હૃદયને કાંઈ નહિ તે કાંઈક ખેરાક આપનાર થઈ પડશે. આ સ્થળે, જે જે મુનિઓ અને જેન તેમજ જૈનેતર વિધાને આ અંક માટે લેખ લખવા શ્રમીત થયા છે તેમનો અમે અંતઃકરણથી આભાર માનીએ છીએ; અને જેન જેવી વ્યાપારી કોમના ઉદયમાં હિંદમાતાનું અંશતઃ હિત સમાયેલું માની તે વિદ્વાને તે કોમ તરફની પિતાની ભલી લાગણુઓ હંમેશ ચાલુ રાખશે એમ પ્રાર્થીએ છીએ.
અનેક વિદ્વાનોએ લીધેલા શ્રમની ખરી સફળતા તે ત્યારે જ થઈ શકે કે જ્યારે દરેક સ્થળે બીરાજતા અમારા મુનિવર્યો આ ખાસ અંકના લેખો પિતાના ગામના શ્રાવકને વાંચી સંભળાવે અને એમાંના અતિ અગત્યના મુદ્દાઓ ઉપર વિવેચન કરી ભાવિક ભક્તોનું તે તરફ ખાસ લક્ષ ખેંચે. ઉદારચિત્ત વિચારોનું વાતાવરણ સર્વત્ર ફેલાવવું એ હરકોઈ સમાજની ઉન્નતિ કરવાનું પહેલું પગથીઉં છે; કારણ કે “વિચાર”માંથી આચાર-ક્રિયા-કાર્ય સહજ ઉદ્ભવે છે.