________________
૧૯૧૧)
ઉપદેશકના ભાષણ
શ્રી ભોયણીજી તીર્થમાં ઉપદેશક મી. વાડીલાલ
સંકળચંદે કરેલા ભાષણ. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના ઉપદેશક શ્રી ભયણીજી તીર્થ સ્થળમાં કોન્ફરન્સના હેતુઓ ઉપર મહા સુદ ૧૦ ના ઉત્તમ પ્રસંગે શ્રી મેલ્લીજીનેશ્વરના ભવ્ય દેરાસરના ચોકમાં જાજમ પાથરી આજુ બાજુ બાંકડા મુકી બેઠક કરી ભાષણો આપ્યાં હતાં. આ પ્રસંગે આવેલા જાત્રાળુઓની મેદનીમાં કોન્ફરન્સ કરેલાં કામ અને કોન્ફરન્સથી જેને ઉદય તે વિશે પ્રથમ ભાષણ આપવામાં આવ્યું તે પછી દરેક જગ્યાથી સુકૃત ભંડારનાં નાણું વસુલ આવે છે પણ ફક્ત અમદાવાદ નથી આપતું, તે બાબત ભાષણથી લેકના મનને ખાત્રી કરી આપી. શ્રી વાલકેશ્વર દેરાસર તથા જન તહેવારો વગેરે વિગેરે ભાષણ દ્વારા જાહેર કરી કોન્ફરન્સની અસર ચાર આના જેવી નજીવી રકમ સુકૃત ભંડારમાં આપવી તથા કોન્ફરન્સ ટુંક વખતમાં સારું કામ કર્યું છે. તેમ તેઓએ જાહેર કર્યું. વલી સાદી બેઠકથી મુંબઈમાં આવતા માર્ચ મહીનાની આખર તારીખે આઠમી કોન્ફરન્સ ભરાવાની છે તે જાણી અત્યાનંદ સાથે તાલીઓ ઉપરાઉપર પડી હતી. ત્યાર બાદ દરેકે શીયલ તપાળી પતીવૃત ભાવવું. પણ પરપુરૂષને હાથ આપી ત્રીએ લગ્ન પ્રસંગમાં ફટાણું ગાણ ગાવાં એ પતી તરફ અભાવ થવાની નિશાનીનું આબેહુબ ભાષણ આપ્યું. તેથી કેટલીક બહેનોએ બંગડીઓ નહીં પહેરવાનાં, તેવા નીર્લજ ગાણ નહીં ગાવા સોગન લીધા હતા, ત્યા રડવા કુટવા સબંધમાં તેમ કન્યાવિક્રય નહીં કરવા વગેરે ઉપર બોલવાથી કપર એટલી અસર થઈ હતી કે તે વખતે છાપ પડી ગઈ હતી જ્ઞાન મેળવવા તથા જીનેશ્વરની ભકતી કરવામાં રહેલા લાભનું ફળ બતાવવાથી લોકોને ખુશી પેદા થઈ હતી.
આ વખતે લીંબડીના રહીશ ઉમેદચંદ માસ્તરે અનુમોદન આપ્યું હતું ભાષણ પ્રસંગે શ્રી સાધવજી સાહેબ વીવેકથી તેમ મુકતાશ્રીજી વિગેરે દરેક વખતે સાંભળવા ધ્યાન ખેંચતા હતાં. બાળલગ્ન તેમ જૈન ધર્મ વિરૂદ્ધની ચીજો વાપરવાથી ધર્મ પર અભાવ પ્રગટે તે વિષે અને તેવી વસ્તુ વાપરવાથી તેમ તેવી વસ્તુ અહારમાં આવવાથી સદ્દગુણ નષ્ટ થાય છે તે વિશે લોકોને ઠસાવી દીધું હતું. ગેર વ્યાજબી ભપકામાં ખરચ ન કરતા તેટલી રકમનો સુકૃત ભંડાર જેવા સારા કાર્યમાં ઉપયોગ કરવાથી ભાતુ બંધાય છે. તેવી અસર થકવાથી સૌએ આનંદી તાલીઓ પાડી હતી. દરેક વખતમાં હર્ષના ઉભરામાં જીનેશ્વર ભગવાનની જય બોલવામાં આવતી હતી. તાલી સાથે આ શબ્દો ભારે શોભા આપતા હતા અને કોન્ફરન્સ કાયમને માટે વૃદ્ધી પામે તેવી ખુશી મળેલી સભાએ બતાવી હતી.
ભાષણો ત્રણ ચાર કલાક સુધી થતાં પણ સાંભળનાર કંટાળતા નહોતા પણ છેવટે કેદ ન ચાલવાથી બેલે તો સંભળીએ એવી આશામાં નીરઉપાયે સભા વીસરજન