________________
૧૯૧૧]
શ્રી જન ધાર્મિક હિસાબ તપાસણી ખાતું.
[ ૮૯
ચોમુખજી ભગવાન વિગેરે) તેર પાષાણની પ્રતિમાજી નીકળ્યાં. તેમાં બે ખંડીત હતા તે પાછા અંદર ભંડાર્યા ત્યાર પછી સદરહુ પટેલે મજકુર ઘર દેરાસરજી બાંધવા માટે મફત આપ્યું, તેથી ઘણું વરસ સુધી તેજ ઘરમાં ભગવાનને પરોણે દાખલ રાખ્યા. ત્યાર બાદ તેજ જગ્યાએ ત્યાંના સંઘે જીનમંદિર બંધાવી સંવત ૧૮૬૦ ની સાલમાં પ્રતિષ્ઠા કરી મૂળનાયક ઋષભદેવજી મહારાજ તથા બાજુની પંકિતમાં બીજા મહારાજેને ગાદીએ બિરાજમાન કર્યા. આ સર્વે બે સંપતિ રાજાના ભરાવેલા હોય તેમ જણાય છે. મજકુર પ્રતિમાજી ચમત્કારી છે. કારણ કે ભગવાનને જ્યારે ગાદીએ બિરાજમાન કર્યા. ત્યાર બાદ ત્યાંના રહીશ શેઠ ડુંગર લખમીચંદના કુટુંબીઓના જણાવ્યા પ્રમાણે શ્રી ઋષભદેવજી મહારાજને બિરાજમાન કર્યા ત્યારથી દરરોજ મહારાજની પસમાં રૂા. ૧ એક નીકળતા હતે. અને તે એ શેઠ ડુંગર લખમીચંદ ઉપાડી લઈ ભંડારમાં નાંખતા હતા. તેવો બનાવ મહારાજ સાહેબને બિરાજમાન કર્યા બાદ કેટલાએક દિવસ સુધી બની બંધ પડી ગયો. તથા ત્યાંના રહીશ તરગાલા લલુ ગવદજી દરરોજ દેરાસરજીમાં દર્શન કરવા માટે જતા હતા. તેમાં એક દિવસ દર્શન કરવા માટે જીનમંદીરમાં પ્રવેશ કર્યો તે વખતે ઋષભદેવજી મહારાજ બે હાથમાં રાતે સોનેરી હરફને લખેલે કાગળ રાખી વાંચતા હતા. આ બનાવ જોઈ સદરહુ તરગાલ લલુ ગોવીંદજી વીસ વરસની ઉમરન હોવાથી ભય પામી ગભારાની બહાર બાજુ ઉપર છુપાઈ ગયો. અને બીજા માણસે ત્યાં દર્શન કરવા આવ્યા, તે વખત હિંમત આવી એટલે તે ગુપચુપ મંદીરની બહાર નીકળી બજારમાં જઈ ઉપર જણાવ્યા મુજબ વાત કરી તે સિવાય જીનમંદીરમાં વખતો વખત પર્યુષણના દિવસમાં નાટારામ થઈ વાજીંગ વાગે છે, તેવું ત્યાંના રહીશો જણાવે છે. મજકુર પચાટ ગામે બી. બી. રેલવેની સાખ લાઈન આવી છે, અને મેસાણ સ્ટેશનથી પાટણ જતાં બે ગાઉના છે. પહેલું સ્ટેશન સદરહુ પાંચટનું આવે છે.
આ ખાતુ તપાસી જે જે ખામીઓ દેખાણું તેને લગતી સૂચનાપત્ર વહીવટ કર્તા ગ્રહસ્થને આપવામાં આવેલ છે.
જલે ગુજરાત મહાલ મશાણું તાબે ગામ પાદર મધ્યે આવેલા ધાતુના શ્રી શાંતિનાથજીના મહારાજના ઘરદેરાસરજીના વહીવટને લગતે રીપોર્ટ. સદરહુ સંસ્થાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શેઠ નાહાલચંદ દ્વારકાદાસ તથા શેઠ મલકચંદ પરશોત્તમ તથા શેઠ ભાઈચંદ ડોશાચંદના હસ્તકને સંવત ૧૮૬૫ના શ્રાવણ સુદ ૧૪ થી તે સંવત ૧૮૬૭ના માગશર સુદ ૧૫ સુધીનો હિસાબ અમોએ તપાસ્યો. તે જોતાં બાકીઓ સિવાય ચડાવા વગેરેની ઉપજના પિતાને ચોપડે જમે હવાથી દેરાસરજીના ચોપડામાં ઉતારી લઈ સર્વે હિસાબ કરી દેરાસરજીના ચોપડામાં બાકીઓ મુકાવી છે.