________________
૧૯૧૧] મહેપાધ્યાય શ્રીમદ્દ યશવિજયજી કૃત જ્ઞાનસાર સૂત્રનળ. [ ૭૧
મહાપાધ્યાય શ્રીમદ યશોવિજયજી કૃત જ્ઞાનસાર સૂત્રનીચળ.
લેખ –સન્મિત્ર કપૂરવિજયજી.
પુર્ણાનંદ–અષ્ટક. ૧, 1 જેમ , જેવી સાહેબીનાં સુખમાં મગ્ન થયેલા માનવ સર્વને સુખી લેખે છે તેમ શુદ્ધ જ્ઞાનાનંદથી પૂર્ણ પુરૂષ સમસ્ત જગતને સંપૂર્ણ (આનંદમય) દેખે છે.
૨ પર ઉપાધિથી માની લીધેલી પૂર્ણતા પારકાં–માગી આણેલાં ઘરેણાં જેવી કારમી છે, ત્યારે સત્ય સ્વાભાવિક પૂર્ણતા તે જાતિવંત રત્નની કાંતિ જેવી ચી-અવિહડ છે
૩ વિકલ્પ વડે કલ્પી લીધેલી પૂર્ણતા સમુદ્રનાં મેજાની જેવી ખાલી-ખોટી છે. ત્યારે સાચી વાભાવિક પૂર્ણતા-સહજાનંદ ભગ્નતા શાંત મહાસાગરની જેવી નિશ્ચળ છે.
૪ તૃષ્ણને ઉચછેદ કરવા સમર્થ સમ્યગ જ્ઞાન દષ્ટિ જેને જાગૃત થઈ છે. એવા સહજાનંદીને દીનતતા રહેજ શાની? આત્માનંદીને પર સ્પૃહા હોયજ નહિ.
પ લેભાંધને જે ચે તેની જ ઉપેક્ષા કરવી તેનું નામજ પૂર્ણતા છે, તેવા પૂર્ણાનંદ ૩૫ અમૃતથી તત્ત્વની દૃષ્ટિ સ્નિગ્ધ [સ્નેહાળી હોય છે.
૬ ઉપાધિથી મુક્ત હોય તે પૂર્ણતા પામી શકે છે, અને ઉપાધિગ્રસ્ત હોય તેને પૂર્ણતાથી રહિત રહે છે, એ આ પૂર્ણાનંદને સ્વભાવ લેકીને તાજૂબ કરે તેવો છે
છ પર પિતાનું માની મત્ત થયેલા રાજાઓ અસંતવથી ન્યૂનતાને જ નિહાળનારા હોય છે. તેઓ ગમે તેટલી ઋદ્ધિથીજ ધરાતાજ નથી. આથી જ તેઓનાં પરસ્પર યુદ્ધ કવાદ અને કશઃ પ્રભવે છે. પરંતુ સહજ આત્મ સુખ સતિષી સંતને તે ઇંદ્રથી પણ કઈ રીતે ન્યુનતા રહેતી નથી.
? શુભ ધર્મ ક્રિયામાં અરૂચિપણું આવવા રૂપ અંધારા પક્ષને અંત થયે તે અને પવિત્ર ધર્મ ક્રિયામાં રૂચિ પ્રગટવા રૂપ શુકલ પક્ષ શરૂ થયે તે પૂર્ણાનંદ ચંદ્રની સકળ કળા પ્રકટપણે દેખાય છે. પૂર્ણાનંદ કામીને પવિત્ર ક્રિયાકાંડમાં પૂર્ણ રૂચિ ધારવી જરૂરી છે. પૂર્ણ રુચિપૂર્વક કરવામાં આવતી પવિત્ર ક્રિયા પૂર્ણ આનંદ [લહેજત] અપે છે.
* ભગ્નતા-અષ્ટક ૨. 1 સર્વ ઈદ્રિયને દમને અને મનને સ્થિર કરીને જ્ઞાન માત્રમાં વિશ્રાંતિ લેનાર મહાત્મા સ્વરૂપ મગ્ન થયેલો કહેવાય છે.
૨ અનંત જ્ઞાન અમૃતથી પૂર્ણ પરમાત્મામાં જેને લગન ( હે લાગી છે તેને બીજી વાત કરવી હલાહલ ચેર જેવી લાગે છે.