________________
પ૮] .
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
.
[[ફેબ્રુઆરી
આ વર્ષે બીજી કેટલીક જનાઓ હાથ ધરવા ઇચ્છા હતી. પણ જોડીએ સેક્રેટરી મી. મનસુખલાલ કીરચંદ મહેતા પિતાની સાંસારિક અગવડોને લીધે તેમજ માંદગીને લીધે મુંબઈ આવી શક્યા નથી. તેથી નવીન જનાઓ હાથમાં લઈ શકાણી નથી. ચાલુ પત્ર વ્યવહાર વગેરે કામ નિયમીત ચાલ્યા કરે છે. બેડની આર્થિક સ્થિતિ ધ્યાનમાં લઈ કોનફરન્સ ઓફીસના કારકુનને બોર્ડનું કામ સોંપવાની હા પાડવાથી બેડને માથેથી એક બોજો ઓછો થયો છે, તે સંબંધમાં કોનફરન્સ ઓફીસને આભાર માનવામાં આવે છે.
આ પ્રસંગે બેડના સર્વ મેમ્બરોને અને આ રીટ જેમને ઉદેશી લખે છે તે સર્વ બંધુઓને ખાસ વિનંતી કરવાની જરૂર લાગે છે. કેળવણી જેવા મહત્વના વિષયમાં આપણે હવે બહુ જાગૃત થવાની જરૂર છે. કેળવણી એ કોમનું જીવન છે. આપને વારંવાર જણાવવાની કે ઠસાવવાની જરૂર નથી કે કેળવ-. ણીને એક સવાલ હાથ ધરવાથી આપણે કોન્ફરન્સને મુખ્ય ઉદ્દેશ પાર પાડી શકીશું. અનેક સવાલે હાથ ધરવા માટે આપણે તૈયાર થઈએ તેમાં આપણી શકિતનો વ્યય બહુ થાય છે અને અનેક હેતુને પુરતે ન્યાય આપી શકાતો નથી, તેને બદલે કેળવણીને જ હાલ જે આપણું કેદ્ર બનાવીએ તે બહુ કાર્યો તેના અનુસંધાનમાં થઈ જશે, પરિણામે બંધુઓ પોતાની ફરજ સમજતા શીખશે, અને તેવી રીતે તયાર થયેલા બંધુઓ અનેક ખાતાને પુરતો ન્યાય આપી શકશે. હાલ આપણે થોડા સાધનોથી કામ લેવાનું છે તેથી આ મહત્વની બાબતને ઉપાડી લેવા ખાસ વિનંતી છે. આપણી કોનફરન્સનું દ્રષ્ટાંત લઈ લુહાણા બંધુઓ પિતાની પ્રથમ બેઠકમાં કેળવણી માટે ચાર લાખ રૂપિયા એકઠા કરી શક્યા છે, આપણે તેનું અનુકરણ કરી હાલ કેળવણીને સવાલ ઉપાડી લેવાની જરૂર છે, આપણી કોમ દેશના વધારા સાથે આગળ વધે, આપણે સર્વ બાબતમાં આગળ વધી શકીએ અને આપણા ખાતા બરાબર જળવાઈ રહે તેટલા માટે આ સવાલ ઉપર હવે પુરતું ધ્યાન આપવાની આવશ્યકતા છે. એમ સ્વીકારી એ ખાતાને નવપલ્લીત કરવા અને બોર્ડના મેમ્બરને અનેક કાર્યો કરવાના છે તેને ઉસાહ આપવા આપ તેને ધનથી સીંચન કરવા જરૂર ચુકશો નહિ એ અતિ આગ્રહપૂર્વક વિનંતી છે, અને કોન્ફરન્સ આઠમાં અધિવેશન વખતે તે પાર પાડવા સંપૂર્ણ આશા છે એટલુજ સૂચવી બહારગામના મેમ્બરોએ સલાહથી અને મુંબઈ ના મેમ્બરોએ વારંવાર હાજરી આપી બેડના કાર્યને જાગૃત રાખ્યું છે તે માટે તેમનો આભાર માની અત્ર વિરમવાની રજા લેવામાં આવે છે.
કલ્યાણચંદ શેભાગચંદ.
મોતીચંદ ગીરધરલાલ કાપડિયા. મનસુખલાલ કીરતચંદ મહેતા,
સેક્રેટરીએ.
પ્રમુખ.