________________
૧૯૧૧]
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડને રીપોર્ટ.
[ પપ
લવામાં આવ્યું. અને ત્રીજી મીટીંગમાં તે છેવટનો પસાર કરવામાં આવ્યો. તા. ૭ મી અગષ્ટ મળેલી ચોથી મીટીંગમાં પુરૂષ શિક્ષકો અને સ્ત્રી શિક્ષકો તૈયાર કરવાની જરૂરીઆતપર વિચાર કરી તે સંબંધમાં યોજના કરવા માટે એક પેટા કમીટી નીમવામાં આવી. તેમજ ધાર્મિક શિક્ષણક્રમ દરેક પાઠશાળામાં એક ધોરણસર ચાલતું ન હોવાથી તે સંબંધમાં એક સરખો અભ્યાસ ક્રમ ગોઠવવાની જરૂરીઆત પર વિચાર કરી તે સંબંધમાં યોગ્ય સૂચનાઓ મેળવી તે પર બોર્ડના વિચાર માટે રીપેર્ટ કરવા સારૂ એક પેટા કમીટી નીમવામાં આવી. તા ૧૮ મી અકટોબરના રોજે મળેલી પાંચમી મીટીંગમાં શેઠ અમર ચંદ તલકચંદ ધાર્મિક ઇનામી પરીક્ષાનું કામ બેડની દેખરેખ નીચે લેવા સંબંધમાં પત્ર વ્યવહાર રજુ કરી તે કામ બડે કરવાનું ઠરાવવામાં આવ્યું. તા ૧૨ મી ડીસેંબર ૧૯૦૮ ના રોજે છઠી મીટીંગમાં આર્થિક સ્થિતિ પર વિચાર કરવામાં આવ્યો, તા. ૨૮ ૩ ૧૦ ની સાતમી મીટીંગમાં આર્થિક સ્થિતિ પર પુર્ણ વિચાર કરી છે. ૫૧] ની મદદ મહેસાણેથી રા. રા. વેણીચંદ સુરચદ તરફથી જુદી જુદી પાઠશાળઓને મદદ આપવા નકકી કરવામાં આવ્યું હતું જેથી એટલી મદદ બોર્ડને ઓછી મોકલવાની થઈ પંચાયત ફંડમાંથી કાંઈ રકમ મેળવવા પત્ર વ્યવહાર કરવાનું તથા કોનફરન્સ નિરાશ્રીત ખાતેથી બોર્ડને માસિક અમુક મદદ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મેકલવા, અમુક માસિક મદદ આપવા પત્રવ્યવહાર કરવાનું નકકી થયું હતું. તથા શેઠ અમરચંદ તલકચંદ જૈન ધાર્મિક હરીફાઈના પરિક્ષાને અભ્યાસક્રમ તથા પ્રમાણ પત્રો તથા ઈનામો આપવાનું કામ બડે કરવાનું નકકી કરવામાં આવ્યું હતું, કમીટીનું કામ પરીક્ષા લઈ તેને રીપોર્ટ કરવાનું નકકી થયું હતું.
આઠમી મીટીંગ તા. ૨૮-૪-૧૦ ના રોજ થઈ હતી. તેમાં શેઠ અમરચંદ તલકચંદ જૈન હરીફાઈની પરીક્ષાના નિયમો તથા સને ૧૮૧૦ તથા ત્યાર પછીના ત્રણ વરસે માને અભ્યાસક્રમ તથા ઈનામ નક્કી કરવામાં આવ્યા હતા.
નવમી મીટીંગ તા. ૨૩-૭-૧૦ ના રેજે થઈ હતી. તેમાં શેઠ ઉત્તર્મચંદ કેશરીચંદ તરફથી દરવરસે રૂા. ૫ool ચાર વર્ષ સુધી સ્ત્રીઓ તથા કન્યાઓની પરીક્ષા આપવાને પત્ર રજુ કરી તે કાર્ય બોર્ડ હસ્તક લેવા નકકી કરી એક પેટા કમીટીની નિમણુંક કરવામાં આવી હતી. નયકણિકા બહાર નહિ પડવાથી તેની જગ્યાએ “આઠ દૃષ્ટિની સઝાય” રાખવા નકી થયું હતું.
તા. ૬-૮-૧૦ ના રોજે બોર્ડ નીમેલ સ્ત્રી શિક્ષણની પેટા કમીટીની એક મીટીંગ મળી હતી તે વખતે અભ્યાસક્રમનો કાચો ખરડો તૈયાર કરવામાં આવ્યું હતું, અને તે મુનિ મહારાજને તથા વિદ્વાનને મોકલી અભિપ્રાય મંગાવવા નક્કી થયું હતું. બાદ તા. ૨૬--૧૦ ની મીટીંગમાં તે ખરડો તથા આવેલ અભિપ્રાય દરેક મેમ્બરોને વાંચવા મોકલવાનું નક્કી થયું હતું.
ઉપર જણાવેલી ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી દરેક મીટીંગ વખતે નાણું સબંધી મુશ્કેલીને ફડચો કેવી રીતે કરવો એ સવાલ પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું હતું