________________
૧૯૧૧ ]
ઉપદેશકેના ભાશથીથયેલા ઠરાવે
[૩૫૩
સ્વબંધુ રણજીતસિંહજી સાહેબ તથા ગામના સદ્દગૃહસ્થ તથા મુલ્દી વર્ષમાં મે. ગીરજ્યા. શંકરભાઈ અમથારામજી તથા વલભભાઈ નરભેરામ તથા વકીલ મી. શોભારામ હિંમતરામ તથા કા. ગીરજાશંકર ગંગારામજી વગેરેની હાજરી વચ્ચે દશેરાના રોજ પશુવધ ન કરવા સંબંધીને વિષય ચર્ચાવતાં ઘણા વિષય ઉપર સંવાદ થતાં છેવટે નવરાત્રીમાં પશુ વધ થાય છે કે નહીં તેના પ્રત્યુત્તરમાં ઠાકોર સાહેબે જણાવ્યું કે “નવરાત્રોમાં દશર ને દિવસે પાડાનો વધ કેટલાક વખતથી બંધ છે અને હવે પછી થશે નહીઃ”
મીવાડીલાલે બહુજ અસર કારક રીતે અત્રેના જૈન વગેરે સર્વ વર્ગોને સારો ઉપદેશ કરેલ છે ગોવધના માટે અત્રેની સભામાં એક દરખાસ્ત થઈ કે તેના સંબંધમાં કોન્ફરન્સમાં એવી સૂચના કરવાનું યોગ્ય જણાયું કે પશુવધ આવી રીતે ઉપદેશકે મોકલી અટકાવે એ બહુજ સ્તુત્ય છે પરંતુ ગાયો જે આખી રાષ્ટીનું જીવન છે તેમને વધ જે મોટા પાયાઉપર થાય છે તે બાબત દરેક શ્રધાળુ હિંદુઓ તરફ દ્રવ્યની સહાયતાઓ માગી નામદાર બ્રિટીશ સરકાર તરફ સતત્ પ્રયાસ અરજીઓદ્વારા કરવા તથા દ્રવ્યની મદદથી જોઈતાં સાધનો એકઠાં કરી કાયદાસર દલીલ કરી શાશ્વત ગામાતાને બચાવ થાય એવી વિનતિ કરવામાં આવી. હિંદુસ્તાનના જીવનને આધાર છે. પ્રથમ તેને બચા વવી તે પહેલી ફરજ છે તે તેને માટે પ્રયત્ન થવા મારી ખાસ ભલામણ છે.
લમણુસિંહજી. ઈડર--આજરોજ ઈડર જૈન શાળામાં ભીલોડા મામલતદાર ભાઈચંદભાઈના પ્રમુખ પણ નીચે સભા એકઠી થઈ હતી તે વખતે ઉપદેશક મી. વાડીલાલે સંપ વિષે એક છટાદાર ભાષણ આપ્યું હતું. આ વખતે આશરે બસે માણસોએ હાજરી આપી હતી. બીજા અને ત્રીજા દિવસે જુદા જુદા વિષય ઉપર ભાષણ આપ્યાં હતાં ભાષણો છટાદાર અને સાદી ભાષામાં હોવાથી તે વિષેની અસર લેકમાં વધુ જણાઈ હતી. ઉપદેશક મીત્ર વાડીલાલ જેવા દરેક ગામમાં વધુ ટકી બેધ કરે તો વિશેષ સુધારો થવા સંભવ છે. તેથી જૈન કોમનો ઉદય જલદી થાય તેમ જણાય છે.
ચલેડા–ઉપદેશક મી અમૃતલાલ વાડીલાલે અને આવી સાર્વજનિક ભાષણો આપ્યાં હતાં. તેમના ભાષણમાં અહીંના પાટીદાર ભાઈઓએ તેમજ અન્ય સંગ્રહસ્થાએ સારી હાજરી આપી હતી. પ્રમુખસ્થાન અહીંના અમીન, પ્રાણશંકર ભાઈને આપ્યું હતું. તેઓએ પણ ઘણી રીતે અનુદાન આપ્યું હતું. મી. અમૃતલાલના ભાષણથી ગરીબ લેકે માટે એક ટીપ કરવામાં આવી છે. આવી રીતે કોન્ફરન્સ તરફથી ઉપદેશકે ફેરવવામાં આવેતો જન કોમને તેમજ અન્ય કામને ઘણો જ લાભ થાય. મી. અમ્રતલાલની વકતૃત્વ શક્તિ ઘણું ઉત્તમ પ્રકારની છે તેમજ ભાષણથી શ્રોતાઓના મન ઉપર સારી છાપ બેસે છે કેન્ફરન્સની દિન પરદિન ચડતી થાય તેમ અમે ઇચ્છીએ છીએ.
તાલુકા મારતર મગનલાલ કાળીદાસ લખે છે કે ઉપદેશક મી. અમ્રતલાલે અત્રે આવી ઉપદેશરૂપી ભાષણ કરી સૌને સંતોષ પમાડવાથી તેમની સૂચના મુજબ