________________
૩૫૨]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
નિવેમ્બર
વકતાપુર–ઉપદેશક મીવાડીલાલે આ ગામે આવી ઉપાશ્રયમાં ધર્મ પર શ્રધા રાખવા તથા ભક્તિ કરવા સંબંધી દખલા દલીલોથી ભાષણ આપ્યું હતું. તેની અસર
એવી તે થઈ હતી કે અન્યગૃહસ્થોને પણ સંતોષ થયું હતું. બીજે દિવસે થાણદાર સાહેબ લલુભાઈના પ્રમુખપણ નીચે સંપ તથા કન્યાવિક્રય વિષે ભાષણો આપતાં કન્યાવિક્રય નહીં કરવા થાણદાર સાહેબ રૂબરૂ પ્રતિજ્ઞાઓ થઈ હતી. અનુદનમાં થાણદાર સાહેબે સારી પુષ્ટી આપી હતી. ભાષણ કર્તા પિતાના તન મનથી પરિશ્રમ લેવામાં બાકી રાખતા નહોતા. કોન્ફરન્સ આવા ધમ ઉપદેશકો ફેરવી ધમની જાગૃતી કરવા જે તજવીજ ભાષણદારાએ કરાવે છે તે પાર પાડવા સામર્થ થાઓ એમ અમે જન સંધ ઇચ્છીએ છીએ. કોન્ફરન્સ દિનપર દિન વૃદ્ધિ પામે અને દેશ સુધારા માટે આવા નર રને જૈન કોમમાં ઉત્પન્ન થાઓ એમ અમે જન સંધ આશા રાખીએ છીએ.
કામદાર મોહનલાલ બાદરચંદ લખે છે કે ઉપદેશક મી. વાડીલાલે સારી રીતે હકીકત સમજાવી ભાષણ આપી કેટલાકના મનને ઘણું અસર કરી છે. આ પ્રમાણે થવાથી ભવિષ્યમાં સારા પાયા ઉપર આવે તેના માટે પુરતા પ્રયાસ કોન્ફરન્સ તરફથી લેવામાં આવે છે તેના માટે પુરતો ઉપકાર માનું છું. તા. ૨૫-૯-૧૧ વકતાપુર.
જામળા–ઉમેદવાર ઉપદેશક મી પુંજાલાલે હાનિકારક રિવાજે વિષે ભાષણ આપતાં તમામ લેકના મન ઉપર સારી અસર થઈ હતી. ઘણા જણે ભ્રષ્ટ ખાંડ ન વાપરવા તથા બીડી હોકે ન પીવા પ્રતિજ્ઞાઓ કરી હતી. બેનોએ પણ ફટાણાં ન ગાવાં તથા બંગડીઓ નહી પહેરવા નકી કર્યું હતું. સદરહુ ઉપદેશકના ભાષણથી ઘણી સારી - અસર થઈ હતી. આવા ઉપદેશકો વરસમાં વધારે વખત આવે તે આભાર માનશું. મી, પુંજાલાલની બલવાની તેમજ ભાષણની ઢબ સારી છે વળી માણસ ઉત્સાહી ને ઉમંગી છે.
કડીઆ- ઉપદેશક મી પુંજાલાલ પ્રેમચંદે આ ગામે આવી નામદાર ઠાકોર સાહેબ દિપસીંહજીના પ્રમુખપણ નીચે નિશાળમાં સભા ભરી “અહિંસા પરમો ધર્મ” ઉપર ભાષણ આપ્યું હતું. તેમાં ગામના મુત્સદી વર્ગ તથા વાણિયા બ્રાહ્મણ વગેરે સર્વે કેમોએ સારો ભાગ લીધો હતો. જીવહિંસા ન કરવા તથા માંસ ભક્ષણ ન કરવા શાસ્ત્રાધાર દાખલા દષ્ટાંત આપી સાબીત કરી આપ્યું હતું. સ્કુલ માસ્તર જેચંદ મગનલાલે પણ કેટલુંક વિવેચન કર્યું હતું. અને બ્રાહ્મણોએ સારો મત આપ્યો હતો. તેથી સારી અસર થઈ હતી આમ ઉપદેશક ચાલુ રહેશે તો દશેરા ઉપર થતો પશુવધ અટકશે એમ અમારૂં સંઘનું માનવું છે. કોન્ફરન્સ જેવી સંસ્થા હમેશને માટે કાયમ રહે તેવી અમારી વિનંતી છે. | મુડેટી તાબે ઈડરના ઠાકોર સાહેબ લક્ષ્મણસિંહજી વગેરેને પત્ર.
ઉપદેશક મીવાડીલાલ સાંકળચંદે આવી અત્રેના ઠાકોર સાહેબ શ્રી લક્ષ્મણસિંહ છ ઈંદ્રભાણજી સાહેબના પ્રમુખપણ નીચે ભાષણ આપ્યાં આ વખતે ઠાકોર સાહેબના