________________
કેન્ફરેન્સ હેરલ્ડ
નિવેમ્બર
કરવા લાગ્યો કે “અહા? આ સ્ત્રીને મૃગલીના જેવાં મનહર ચન, મયુરની કલા જે સુંદર કેશપાશ, પાકેલા બિંબફળના બે ભાગની જેવા કોમળ અને અરૂણ હેઠ, જાણે કામદેવને ક્રિીડા કરવાના બે પર્વતે હોય તેવા પીન અને ઉન્નત સ્તન, નવીન લતાની જેવી સરલ અને કોમળ ભુજા, વજીના મધ્યની જે કૃશ અને મુષ્ટી ગ્રાહ્ય મધ્ય ભાગ સેવાળની જેવી સ્નિગ્ધ રોમાવળી, આવર્તન જેવી નાભી, લાવણ્યરૂપ સરિતાના તટ જેવા નિતંબ, કદળીના સ્તંભ સમાન ઉરૂ અને કમળ જેવા કોમળ, ચરણ-એમ સર્વ અવયવો સુંદર છે, વધારે શું કહેવું! એ સ્ત્રીનું સર્વ અંગ સંપૂર્ણ મનહર છે. આવી સુંદર સ્ત્રીને જરાવસ્થાથી વિકળ ચિત્તવાળા વિધાતાએ યોગ્યતા જોયા વગર સ્મશાનમાં ઈદ્રસ્ત ભની જેમ કઈક અપાત્રમાં સ્થાપન કરેલી છે; તેથી એનું હરણ કરીને તેને મારા અંતઃપુરમાં સ્થાપન કરી વિધાતાના અનુચિતપણુના દોષને હું ટાળી નાખું.” આ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને કામદેવથી વિધુર થયેલા વિક્રમયશાએ તેનું હરણ કર્યું અને પિતાના યશને મલીન કર્યો. પછી તેને અંતઃપુરમાં લઈ જઈને તેની સાથે વિચિત્ર પ્રકારની કામદેવની લીલાવડે એક તાને ક્રીડા કરવા લાગ્યો. તે સ્ત્રીના વિયોગથી સાર્થવાહ, જાણે ભૂત વળગ્યું. હવે, ધતુરો ખાધો હોય, અપસ્મારને વ્યાધિ થયે હોય, મદિરાનું પાન કર્યું હોય, સર્ષે ડો હોય, અથવા સન્નિપાત થયો હોય તેવો થઈ ગયો, એ પ્રમાણે તેનાથી ર... બાપાના કેટલાક કાળ દુઃખમો અને તેને સંગ પામેલા રાજાને કેટલેક કાળ સુખમાં નિર્ગમન થયું. રાજા વિક્રમયશાને તે વિષ્ણુશ્રીની સાથેજ નિરંતર રમત જોઈ, તેના અંતઃપુરની બીજી સ્ત્રીઓએ ઈર્ષ્યાથી કામણ કર્યું. તે કામણવડે ક્ષણે ક્ષણે ક્ષીણ થતી સાર્થવાહની સ્ત્રી, મૂળના ક્ષયવડે લતાની જેમ છેવટે જીવિતથી મુકત થઈ ગઈ, તેના મૃત્યુથી રાજા પણ જીવનૃતની જે થઈ નાગદત્તની પેઠે પ્રલાપ અને વિલાપ કરવા લાગે. “આ મારી પ્રિયા પ્રણયથી રીસાઈને ચુપ રહેલી છે' એમ બેલતા રાજાએ તે મૃત્યુ પામેલી સ્ત્રીને અગ્નિમાં નાખવાને ના પાડી. પરંતુ મંત્રીએ એ વિચારી, રાજાને છેતરીને, તે વિષ્ણુશ્રીના કલેવરને અરણ્યમાં નખાવી દીધું.
“હે પ્રિયા? તું હમણાં જ હતી, હવે કેમ મારા સામું જોતી નથી? સંતાઈ જવાની ક્રીડા કરવી રહેવા દે. વિયાગાગ્ની મર્મને પીડા કરનાર લેવાથી મશ્કરીમાં પણ તેમ કરવું ઉચિત નથી. શું કેતુકથી કીડા સરિતામાં તે એકલી નથી ગઈ? અથવા ક્રીડાગિરી કે ક્રીડેઘાનમાં તે નથી ગઈ? પણ તું મારા વિના શી રીતે ક્રીડા કરીશ? આ હું તારી પછવાડે આવું છું. આ પ્રમાણે બેલ બોલતે રાજા તે તે પ્રદેશમાં ઉન્મત્તની પેઠે ફરવા લાગે. એમ ભમતાં ભમતાં ત્રણ દિવસ સુધી રાજાએ અન્નપાન લીધું નહી. તે જોઈ મંત્રીઓએ તેના મૃત્યુની શંકાથી ભય પામીને તે સ્ત્રીના શરીરને અરણ્યમાં બતાવ્યું તે વખતે એ શરીર ઉપર રીંછની પેઠે બધા કેશ વિશીર્ણ થઈ ગયા હતા, માંસના લોલુપી ગીધ પક્ષીઓએ તેનાં સ્તનને સર્વિત કરી દીધાં હતાં, ફઉડીઓએ તેના આંતરડાને સાર આકર્ષિત કર્યો હતો, મધપુડાની જેમ તેને મક્ષિકાઓના સમૂહે આછીદાન કરી દીધું