________________
૩૦૪]
* લેન્ફરન્સ હેરલ્ડ.
[અકબર
વખતે નામદાર ઠાકોર સાહેબ પણ ચચાર કલાક હાજરી આપતા હતા. જીવદયાના ભાષણથી ઠાકોર સાહેબે તાલુકામાં જીવ હિંસા ન થવા દેવા બનતી મહેનતે બંધ કરવા કબુલત આપી છે. વળી ચેરી બાબત કેટલીક ચર્ચા સારી રીતે કરવામાં આવતાં ઠાકોર સાહેબ તથા સર્વ જનને ઉપદેશકે ખુશી કર્યા હતા. અહીંના ઠાકોર સાહેબ પિતે બેલેલા વચનને સારી રીતે પાળે તેવા છે. ઠાકોર સાહેબ કોન્ફરન્સને ધન્યવાદ આપે છે કે આવા ઉપદેશક વધારે શોધી કાઢવા ભલામણ કરે છે. તા. ૧૭-૮-૧૬ :
દધાલીઆ દરબારશ્રીને પત્ર –નં. ૧૩૮ અમને જણાવતાં ઘણી ખુશી ઉપજે છે કે ઉપદેશક મી. વાડીલાલ તથા મી. પુંજાલાલે અહીં આવીને કન્યાવિક્રય તથા બીજા હિંદુજ્ઞાતિમાં ચાલતા આવેલા કઢંગા રીવાજે ઉપર જે બોધદાયક ભાષણ આપેલાં છે તે ઘણાં પ્રસંશા પાત્ર અને શીખામણ લેવા લાયક જણાયાં છે. તેથી અમે કોન્ફરન્સના આભારી થયા છીએ. તેમજ આવા પર પકારી ધંધામાં મી. વાડીલાલભાઈનો ઉત્સાહ જોઈ અમને તેમને તરફ ઘણે પ્રેમ ઉપજે છે. તેમજ તેમની કેળવણી અને માયાળુ વર્તણુંકે અમને ઘણી રેરી અસર કરેલી છે. તેઓ બહુ બાહોશ અને મેહેનતુ પુરતી રીતે જણાયા છે તેમના આ ઉત્તમ કાર્ય માટે અમે અમારે પૂર્ણ સંતોષ જાહેર કરતાં શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સનો તથા વાડીલાલભાઈનો ઉપકાર માનીએ છીએ અને બનતાં સુધી તેમના આપેલા બોધને સદ્દઉપયોગ કરવા ચુકીશું નહીં. તા. ૧૬-૦૮-૧૧
અમરસિંહજી ઠાકર દધાલીઆ ટીંટોઈ જતીદારનું સરટીફીકેટ-મને લખતાં આનંદ થાય છે કે આ ગામમાં જૈન કોન્ફરન્સ તરફથી ઉપદેશક મ. વાડીલાલ સાંકળચંદનાં ભાષણ વખતે પ્રમુખ તરીકે કામ કરવાને વખત મને મળ્યો હતો. તેમણે તા. ૧૮-૮-૧૧ ની રાતના લગભગ ચાર કલાક જેટલે વખત કન્યાવિક્રયના વિષય ઉપર સારાં દ્રષ્ટાંતો સાથે ઘણું જ અસરકારક ભાષણ કર્યું હતું. જેના પરિણામે કેટલાએકોએ કન્યાવિક્રય નહીં કરવા બાધા લીધી હતી. તા. ૨૦ મીની રાતે કેળવ ળીને અભાવે થતાં નુકસાન સંબંધી વિવેચન થયું હતું. તે રાતે પણ મને પ્રમુખ સ્થાનને લાભ મળ્યો હતો. તે દિવસના વિવેચનમાં ધર્મ સંબંધી પણ કેટલીક ચર્ચા થઈ હતી. કેટલીક બાઈઓએ પરદેશી બંગડી નહીં પહેરવા, ફટાણું લગ્ન પ્રસંગે ન ગાવા, રડવાકુટવા નહીં જવા પ્રતિજ્ઞાઓ કરી હતી, તેમ પુરૂષ વર્ગે પણ તમાકુ, અફીણનાં નિષેધ વ્યસન છોડી દેવા કબૂલાત આપી હતી, અને ભ્રષ્ટખાંડ નહીં વાપરવા ઈચ્છાઓ જણાવી હતી. આવા ઉપદેશકોથી સંસાર સુધારા અને સંબંધીમાં ઘણું જાણવાનું મળે છે. એ સર્વ કેમ સમજતી હોય તેવું આ ભાષણો વખતની તમામ કેમના લોકની મોટી સંખ્યામાં હાજરી હતી તે સાબીત કરી આપે છે. તા. ૨૧ મીની સભા વખતે પણ હું હાજર હતા. તે વખતના વિષયમાં પણ મી. વાડીલાલે ઘણું સારું કામ બજાવ્યું છે. જેના પરિણામે અહીંની ન કોમમાં કુસંપ હતો છતાં કોન્ફરન્સ સુકૃત ભંડારનું કામ