________________
૧૯૧૧]
ઉપદેશના ભાષણેથી થએલા કરાવે.
[૩૦૩
ઉઠાવેલ હતા. આવા ગૃહસ્થને ધન્યવાદ ઘટે છે આવી રીતે દરેક ગામના આગેવાને સંપ કરાવવા પ્રયાસ જારી રાખશે એવી અમારી ખાસ ભલામણ છે.
ઢંઢેર–આ ગામે ઉમેદવાર ઉપદેશક મી પુંજાલાલ પ્રેમચંદે આવી સર્વ લેકોને એકઠા કરી નામદાર ઠાકોર સાહેબના પ્રમુખપણ નીચે કોન્ફરન્સના હેતુઓ ઉપર ભાષણ આપતાં લેકીને સારી અસર થઈ હતી. મેહનપુર મુકામે સતાવીશના પંચમાં જે ઠરાવ થયા છે તે મુજબ અહીં પણ વર્તવા સૌની લાગણી થઈ છે. તા. ૧૦-૮-૧૧
અરપોદરા-આ ગામે ઉપદેશક મી. વાડીલાલે આવી જૈન સંઘ સમસ્ત તથા બ્રાહ્મણોના આગેવાન પંડયા દર મયારામ વગેરે સમક્ષ કોન્ફરન્સના હેતુઓ ઉપર ભાષણ આપ્યા હતાં. આ વખતે દક્ષિણી ભાઈઓએ પણ હાજરી આપી હતી. આ ગામ સતાવીશનાં પંચનું હોવાથી મેહનપુર મુકામે થએલા ઠરાવ જૈન સંઘે પાળવા કબુલ કર્યું છે. આ ગામમાં બ્રાહ્મણનાં ૬૦ ઘર છે તેમણે ભ્રષ્ટ ખાંડ વાપરવી નહીં. બૈરાંઓએ ફટાણાં ગાવાં નહીં કે બંગડીઓ પહેરવી નહીં ટીનનાં વાસણ વાપરવાં નહીં, વગેરે ઠરાવ કર્યા છે. જીવહિંસાના ભાષણથી અત્રેના આગેવાન ઠાકરડા તીતાજી ઉદાજી તથા ખુમાજી ડુંગરજી તથા વેચાતછ કલાજીએ જીવહિંસા ન કરવા, દારૂ ન પીવા, માંસ ભક્ષણ ન કરવા, તેમજ દશરા વખતે પશુવધ ન કરવા પ્રતિજ્ઞા લીધી હતી. ઉપદેશકના ભાષણથી અસર સારી થઈ છે અને તમામને સંતોષ થયો છે. આ પ્રયાસ ખરેખર ધન્યવાદને પાત્ર છે તા. ૧-૮-૧૧ આ સરડાઈ–આ ગામે ઉપદેશક વાડીલાલ સાંકળચંદે આવી ઠાકોર સાહેબના પ્રમુખપણ નીચે મેળાવડા કરી ભાષણ આપ્યાં તેથી જૈન સંઘ તથા ગામલે કો ઉપર સારી અસર થઈ છે. કન્યાવિક્રય બાબત કહેવામાં આવતાં ઘણું જણાએ પ્રતિજ્ઞા લીધી છે. કન્યાવિક્રય કરનાર સાથે કોઈ પ્રકારને વ્યવહાર ન રાખવા ઠરાવ કર્યો છે. તેમજ મોહનપુર મુકામે જે ઠરાવો. થયા છે તે પ્રમાણે વર્તવા કબુલ કર્યું છે. જીવદયા સંબંધીના ભાષણથી ઠાકર હિંમતસિંહજીએ તથા બીજા ઘણું ગ્રહસ્થાએ જીવહિંસા જ કરવા, દારૂ ન પીવા પ્રતિજ્ઞા લીધી હતી. છવયા બાબત સુધારે થવાથી આ ભાજની તમામ વસ્તી કોન્ફરન્સ તરફ પ્રેમની નજરથી જુએ છે. - દધાલીઆ અમારા ગામે ઉપદેશક વાડીલાલે આવી મુનિ મહારાજ શ્રી પ્રધાન વિજયજી
ધી કે સાહેબ શ્રી અમરસિંહજીના પ્રમુખપણ નીચે કોન્ફરન્સના હેતુઓ ઉપર એમની ઉપજે તેવાં ને તમામને રૂચીકર ભાષણો આપ્યાં હતાં. તેની અસર ઘણી સારી થઈ છે. સદરહુ ભાષણોથી રાંઓએ ફટાણાં ન ગાવાં તથા બંગડીઓ નહીં પહેરવા પ્રતિજ્ઞાઓ લીધી હતી. તેમ છનેશ્વરની ભકિત કરવી, દયા પાળવી, શિયળ ધર્મ સાચવે વગેરે કેટલી એક પ્રતિજ્ઞા લીધી હતી. દશેરાના દિવસે પશુવધ ન કરવા બાબત સારી રીતે બોલવામાં આવ્યું હતું તેથી જીવદયા ઉપર ઠાકોર સાહેબને સારી અસર થઈ છે. આ ભાગમાં ઉપદેશકની ખરેખરી ખામી છે આવી રીતે વારંવાર ઉપદેશક આવે તે આ ભાગ સુધારામાં આવે. ભાષણ