________________
૨૯૮]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[અકબર
રૂ. ૧૫ G, ૧૦
શેઠ ડાહ્યાભાઈ ચુનીલાલ અમદાવાદ, કેળવણી વગેરમાં. , સેલાજી વનાજી કાપુર કેળવણી ખાતામાં.
૬૧
ઉપર પ્રમાણે રૂ. એકસઠ વસુલ આવેલા છે,
- શ્રી ધાર્મિક હિસાબ તપાસણી ખાતું. • જલે ગુજરાત અણહિલવાડ-પાટણ મધ્યે આવેલી શ્રી મહાજનની પાંજરાપોળને લગત રીટે
સદરહુ પાંજરાપોળના વહીવટ કર્તા શેઠ હાલાભાઈ મગનચંદના તાબાના ગામ ખલીપર મધ્યેની શાખ પાંજરાપોળના વહીવટ માટે પાટણમાં કેટલીએક ચર્ચા થતી હોવાથી ગાયકવાડ સરકાર તરફથી મે. વહીવટદાર સાહેબે વીઝીટ લેવા જણાવેલું, તેથી અમોએ પણ આ ખાતા તરફથી તે સંસ્થાની વીઝીટ લેતાં દરેક જાનવરોની પુરતી રીતે તપાસ કરતાં નાનાં મોટાં લગભગ ચાર હજાર જાનવરો છે. તેમાં લુલાં, લંગડાં, આંધળાં તથા સીક જાનવરો સિવાય બાકીનાં સર્વે જાનવરો જેવાંકે આખલા, પાડા, ગાયો, બળદો તથા બકરાંઓ વગેરે ઘણીજ તંદુરસ્ત હાલતમાં જોવામાં આવ્યાં છે. સારાં જાનવરોને ઘાસચારો સવાર સાંજ નાખવામાં આવે છે. સદરહુ સંસ્થામાં બે મેટા મીઠા પાણીના કુવા છે તેમાંનું પાણી અવાડામાં લઈ તેને પાવામાં આવે છે. તેમજ ચાર માટે સદરહુ ગામની સીમમાં લઈ જવામાં આવે છે. નબળાં જાનવરોને ઘાસચારાની સાથે દાણે ખવરાવવામાં આવે છે. પિતાની મેળે ઉડી બેસી ન શકે તેવાં જાનવરનાં પાસાં ફેરવવા માટે નેક રાખવામાં આવ્યા છે, તે લેકે દિવસમાં એક બે વખત જાનવરોનાં પાસાં ફેરવે છે. દરેક જાનવરોને બપોરની વખતે બહાર કાઢી છુટા મેદાનમાં ઝાડની છાયા તળે લઈ જઈ રાખવામાં આવે છે, ને સારાં જાનવરોને ચરવા લઈ જવામાં આવે છે. તે પછી ઢેરને બાંધવાની જગ્યા સાફ કરવામાં આવે છે. સાંજની વખતે ચારો ખવરાવી તેના મુકામમાં પાછાં દાખલ કરવામાં આવે છે.
સરદહુ સંસ્થાનાં જાનવરોની ઓપીટાલની વીઝીટ લેતાં તેમાં માત્ર નવ જાનવર દાખલ કરવામાં આવ્યાં છે, ઓસ્પીટાલ મથેનાં લુલાં, લંગડા વગેરે જાનવરોને ખવરાવવા માટે રોટલા તથા ઘેંસને ડું આપવામાં આવે છે, ને વધારે સીક જાનવરોને મલમપટો કરવા માટે એક હજામ વૈદને રાખવામાં આવ્યો છે, અને જાનવરોની સારવાર માટે ડામર, મલમપટા વગેરે દરેક ચીજો તૈયાર રાખવામાં આવેલ છે.
અનાજના કોઠારની વિઝીટ લેતાં તેમાં લગભગ બે હજાર મણ ગવાર ભરી રાખવામાં આવ્યો છે.