________________
૧૯૧૧]
જૈન કોન્ફરન્સના ઉપદેશકનાં ભાણે
૨૬૩.
ઉપર ઘણી અસર થવા પામી છે, અને સાંભળતાની સાથે જ સાંભળનારનાં મનમાં નીતિ વિષે ઘણો સારો આભાસ પાડેલ છે. તે સાથે ઉપદેશક મી. વાડીલાલભાઈની વકતૃત્વ શક્તિ અને નિતિના માટે અમને પણ ઘણી સારી લાગણી થઈ છે. તે સાથે કોન્ફરન્સનાં આવાં
ઉપયેગી કામો માટે અમો તે બાબત આભાર માનીએ છીએ. મી વાડીલાલભાઈ પિતાના ઉપદેશક ધંધામાં ખરેખર લાયક અને વિદ્વાન અમને માલુમ પડેલા છે, અને તેથી તેમના માટે હું મારો પૂર્ણ સંતોષ કોન્ફરન્સને જાહેર કરું છું. તા-૧૮-૭-૧૯૧૧ મુ. મેહનપુર.
| (અંગ્રેજીમાં સહી.)
ઠાકર શ્રી તાલુકે મેહનપુર. જા. નંબર-૭૬
સર્ટીફીકેટ. અમદાવાદના રહીશ અને શ્રી જન છે. કોન્ફરન્સના ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદને આપવામાં છે કે તમોએ ત્રણરોજ અમારાં પ્રમુખપણનીચે જાહેર ભાષણ રૂપાલ ગામની અંદર આપ્યું. તે ભાષણના કીંમતી શબદે દરેક માણસના મન ઉપર સજજડ છાપ બેસારે તેવા હતા એમની ભાષણ કરવાની ચાલાકી પ્રશંસનીય છે. અમે આશા રાખીએ છીએ કે આ પ્રમાણે પ્રયાસ ચાલુ રહેવાથી કોન્ફરન્સના હેતુ બર આવશે. તેની સાથે કોન્ફરન્સ તરફથી ગામોગામ ઉપદેશ આપવાનું અને પાઠશાળાઓ ખોલવા વિગેરેનું કાર્ય હાથ લઈ જનસમાજ ઉપર જે કૃપા કરી છે તેને માટે કોન્ફરન્સને ઘણોજ આભાર માનીએ છીએ તા. ર૮ મી જુલાઈ સને ૧૮૧૧
(ઈગ્રેજીમાં સહી.)
ઠાકર શ્રી રૂપાલ. સર્ટીફીકેટ આપવામાં આવે છે કે શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તરફથી મી. વાડીલાલ સાંકળચંદ બોધ આપવા ગામેગામ ફરી પોતાની ફરજ અદા કરી ને એક બાહોશ વકતાને સમયાનુસારી છે. જેથી ફકત જૈનને શું પણ દરેક કેમ તેમનું ભાષણ સાંભળવા ઉમંગથી આવતી તે અસર કારક ભાષણથી બીજી જ્ઞાતિમાં પણ કુધારા જેવાકે ભ્રષ્ટ ખાંડ ન ખાવી કન્યા વિક્રય ન કરવો જીવદયા પાળવી વિગેરે દાખલ થયા છે જે પ્રયાસ રતુતિપાત્ર છે. આ પ્રમાણે કેન્ફરન્સ આ શ્રેષ્ટ વકતા તેમજ
યાનુસારી ઉપદેશકે વધારે પ્રમાણમાં રાખી બહ ભાગે ઉપદેશ આપશે તે શુભ આશ્રય ફળી ભુત થશે એમ અમે ખાત્રીથી માનીએ છીએ તા. ૧૩–૭–૧૧.
અમરતલાલ કેવળદાસ શા.
હેડમાસ્તર હરસોલ (પ્રાંતિજ)
ઉધરાણ. જુલાઈ માસમાં શેઠ નથમલજી ગુલેછા સાથે રૂ. ૨૦૦૨) પુના કોન્ફરન્સમાં ભરાવ્યા હતા જે મેલી આ પવા પત્ર વ્યવહાર કેન્ફરન્સ ઓફીસના જનરલ સેક્રેટરી શેઠ કલ્યાણચંદ શોભાગચંદની સહીથી કરવામાં આવ્યો હતો. છેવટે તા. ૨૧મી એ તાર કર્યો હતો તેનો જવાબ તા, ૨૨મી એ તારથી આવ્યો હતો તેની નકલ નીચે મૂજબ.