________________
૨૬૨]
જૈન કોન્ફરન્સ હેરડ
ઓગષ્ટ
જાસ્કા-ઉપદેશક મી. અમૃતલાલ વાડીલાલે અહીં આવી ગામની તમામ કેમને એકઠી કરી સાર્વજનિક ભાષણ આપ્યાં હતાં તેથી લોકોનાં મન ઉપર સારી અસર થવા પામી હતી, આ વખતે ગામના મુખી મતાદાર તથા સ્કુલ માસ્તર પણ હાજરી આપતા હતા. મી. અમૃતલાલની ભાષણ કરવાની શૈલી ઘણી ઉત્તમ વખાણવા જોગ હતી. તેથી જેનોએ કન્યાવિક્રય કરવો નહીં, ટીનનાં વાસણ વાપરવાં નહીં કોઈ સ્ત્રીએ ફટાણાં ગાવાં નહીં વગેરે કેટલાક ઠરાવો કર્યા છે. કોન્ફરન્સ જે જે કાર્યો જન કોમની ઉન્નતિ માટે કરે છે તેથી અત્રે કોન્ફરન્સના કાર્ય વાહકને ધન્યવાદ આપીએ છીએ આવી રીતે ઉપદેશકે વરસમાં બે ત્રણ વખત આવશે તે સારે લાભ થશે તા. ૨૬-૭-૧.
અંજાર–ઉપદેશક મી. દેવશી પાનાચંદે અહીં આવી ઉપાશ્રયમાં મુની મહારાજશ્રી ધિરવિજયજી મહારાજના આશ્રય તળે સભા ભરી વ્યાખ્યાન વખતે સામાન્ય વિષયો ઉપર ભાષણ આપ્યું હતું. બંગડીઓ નહીં વાપરવા તથા મિથ્યાત્વી પર્વ નહીં તોલવા, મરણ પ્રસંગે વધારે વખત ન રડવા કુટવા વગેરે બાબતો ઉપર ભાષણો આપેલ તેમાં મહારાજ સાહેબને સારે ઉપદેશ મળવાથી ઘણી સારી અસર થઈ છે. અત્રે તેને લીધે અહીંના શ્રી સંઘ તરફથી સુકૃત ભંડાર ફંડની યોજના અમલમાં આવતા તે રકમ તરત ઉઘરાવી આપેલ છે.
ઉમતા–આ ગામે ઉપદેશક મી. અમૃતલાલ વાડીલાલે આવી જૈન કોન્ફરન્સના હેતુઓ તથા સં૫, જીનેશ્વરની ભકિત, દયા, દેવદ્રવ્ય વગેરે વિષ ઉપર ભાષણ આપ્યાં હતાં. તે વખતે મુખી મતાદાર, સ્કુલ માસ્તર, તલાટી વગેરે હાજર રહેતા હતા. ભાષણથી લોકોના મન ઉપર સારી અસર થઈ છે. કેન્ફરન્સ આવી રીતે ઉપદેશક રાખી પિતાનું કાર્ય કરે છે તેમજ દરેક ભાઈઓની ઉન્નતિ માટે ઘણોજ પરીશ્રમ વેઠે છે, તે જાણું અમે ઘણાજ ખુશી થયા છીએ. અહી નીચે પ્રમાણે ઠારાવ થયા છે. મરણ પ્રસંગે એક માસથી વધારે રડવું કુટવું નહીં, ટીનનાં વાસણો વાપરવા નહીં, ફટાણું કોઈ સ્ત્રીએ ગાવાં નહીં તેમજ કન્યાવિક્રય કરે હી. તેવા ઠરાવ થયા છે તેમ નાતનું દાપું પણ લેવું નહીં. કન્યાવિક્રયના ઠરાવ નીચે આશરે ૨૫ જૈન ગ્રહસ્થાની સહીઓ લઈ તે ઠરાવ કોન્ફરન્સ ઓફીસમાં મોકલાવેલ છે.
શ્રી જેન વેતાંબર કોન્ફરન્સના ઉપદેશક મી. વાડીલાલ સાકળચંદે ભાષણો આપી મેળવેલ સર્ટીફીકેટ.
શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ મુંબઈ. આપના તરફથી અમારા ગામ મેહનપુરમાં ઉપદેશક મી. વાડીલાલ સાંકલચંદે અમારા પ્રમુખ પણ નીચે ચાર દિવસ સુધી ભાષણ આપ્યાં છે, જે ભાષણે કન્યાવિક્રય, ધર્મ છવહીંસા વિગેરે બાબત સાથે કેળવણી વિષેનાં હતાં અને તે ભાષણથી તેના સાંભળનાર