________________
૧૯૧૧
શ્રી ધાર્મિક હિસાબ તપાસણી ખાતું.
[૨૫૭
આ વહીવટ સદરહુ વહીવટ કર્તાના મુનીમ બાબુ લખમીચંદજી સીપાણી વહીવટ કર્તાના તરફથી સઘળો વહીવટ કરે છે. તેઓ શ્રી પણ પિતાના તન, મનથી વહીવટમાં લક્ષ આપે છે તેથી તેમને પણ ધન્યવાદ ઘટે છે.
આ વહીવટમાં સુધારા કરવા સંબંધમાં કેટલીક સુચનાઓ ઈન્સપેકટર હરીલાલ જેશંગ ખેતાણીએ પ્રથમ રૂબરૂમાં જણાવેલ છે તેમજ કેટલીક સુચનાઓનું સુચના પત્ર અમારા તરફથી ભરી આપવામાં આવ્યું છે. તે આશા છે કે વહિવટ કર્તા ગૃહસ્થ તે ઉપર લક્ષ આપી યોગ્ય સુધારા વધારા તાકીદ કરશે. છલે ગુજરાત મહાલ ચાણસ્મા તાબે ગામ પંકાર૫ર મળે આવેલ શ્રી
પદ્મપ્રભુજી મહારાજના દેરાસરના વહીવટનો રીપોર્ટ. સદરહુ સંસ્થાને વહીવટ કર્તા શ્રી સંધ હસ્તકને સંવત ૧૮૩૦ની સાલથી સંવત ૧૮૬૭ના અષાડ સુદ ૩ સુધીને હિસાબ અમોએ તપાસ્યા. તે જોતાં સદરહુ ગામમાં પહેલાં એક ઘર દેરાસર હતું તેથી ત્યાંના સંઘે બહાર ગામ ટીપ કરી નાણું મેળવી નવીન દેરાસર બનાવી સંવત ૧૯૫૪ની સાલમાં પ્રતિષ્ઠા કરી છે. - સદરહુ સંસ્થાનું નામું દેરાસરના ચોપડા રાખી તેમાં માંડેલું નહીં હોવાથી સંઘ મધ્યેના દરેક ગૃહસ્થોના ઘરના ચોપડામાંથી નામું મેળવી દેરાસરનો ચોપડો બંધાવી તેમાં દાખલ કરવામાં આવ્યું છે.
આ ખાતું તપાસી જે જે ખામીઓ તેમા દેખાણી તેને લગતું સુચના પત્ર વહિવટ કરતા ગ્રહસ્થને આપવામાં આવ્યું છે. છલે ગુજરાત મહાલ ચાણસ્મા તાબે ગામ લણવા અર્થે આવેલ શ્રી શામલા
પાર્શ્વનાથજી મહારાજના દેરાસરના વહીવટને લગતો રીપોર્ટ:
સદરહુ સંસ્થાનો શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શેઠ પાનાચંદ અમરસીના હસ્તકને સંવત ૧૯૬૪ના કારતક સુદી ૧થી સંવત ૧૯૬૭ના જેઠ સુદ ૧ સુધીનો હિસાબ અમોએ તપાસ્યો તે જોતાં નામું રીતસર રાખવામાં આવ્યું નથી. પણ વહીવટ જેન શૈલી મુજબ સારી રીતે ચલાવે છે. તેથી તેમને ધન્યવાદ ઘટે છે.
આ ખાતું તપાસી જે જે ખામીઓ તેમાં દેખાયું તેને લગતું સુચના પત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. છલે ગુજરાત-મહાલ ચાણસ્મા તાંબે ગામ પંપલ મધ્યે આવેલ શ્રી
સંભવનાથજી મહારાજના દેરાસરને લગતો રીપોર્ટ. સદરહુ સંસ્થાને વહીવટકર્તા શ્રી સંઘના હસ્તકને સંવત ૧૯૬૫ના કારતક સુદ ૧થી સંવત ૧૯૬૭ના અશાડ સુદ ૫ સુધીને હિસાબ અમેએ તપાસ્યા તે જોતાં નામું રીતસર રાખવામાં આવ્યું નથી, પણ ત્યાંના રહીશ શેઠ ડાયાચંદ હીરાચંદ તથા શેઠ