________________
૨૫૬]
જન કેન્ફરન્સ હેરલ્ડ.
[ઓગષ્ટ
હાલમાં મહુમના પગલે તેમના પુત્ર મહારાજ બહાદુરસીગજી વહીવટ ચલાવે છે, તેઓના વખતમાં પણ સંવત ૧૯૫૮ થી આજ સુધી સાલ દર સાલ પ્રથમ મુજબ સારી જેવી ઉપજ જમે કરી છે, તેમજ વહીવટ ચલાવવામાં પિતે તન, મનથી ધ્યાન આપે છે તેથી તેમને પણ પુરે ધન્યવાદ ઘટે છે,
વહીવટના નામાના સંબંધમાં જાતા નામું મોટે ભાગે મુર્શિદાબાદી બોડી લીપીમાં તથા મારવાડી લીપીમાં લખેલ છે. તેમજ કેટલેક ભાગ ગુજરાતી તથા દેવનાગરી લીપીમાં લખાએલ છે. આવી રીતે જુદી જુદી ચાર જાતની લીપીમાં નામું લખાએલ તેમજ આ દેશમાં તપાસણીનું કામ પહેલ વહેલું હોવાને લીધે ધીમાંશથી કામ લેવું પડતું તથા તિર્થને વહીવટ હેવાને લીધે અમેને તપાસતાં છ મહીના જેટલો મટે વખતે રોકે પડયો છે, નામું પ્રથમ લખનાર હુશીઆર નામાદાર નહીં હોવાને લીધે વ્યવસ્થાસર લખાએલ નથી પણ પાછળથી કોઈ હુશીઆર નામાદાર પાસે તેને સુધરાવી સરવૈયા મેળવેલ છે, તેમજ નામાની શૈલી ઘણી ઉત્તમ પ્રકારની છે,
આ તિર્થમાં ખચના પ્રમાણમાં ઉપજ આવેલ છે, પણ તિર્થના પ્રમાણમાં જોઈએ તેવી ઉપજ આવતી નથી. તેનું કારણ જોતાં માલુમ પડે છે કે મધુવનનું પાણી તથા હવા એકદમ ખરાબ હોવાને લીધે શીરફ ૩-૪ મહીના સંધ જાત્રા કરવા ત્યાં જાય છે પછીથી કાઈ જવલેજ જાય છે. તેથી ટુંક મુદતની જાત્રામાં જોઈએ તેવી ઉપજ આવતી નથી, તથા બીજું કારણ એ પણ છે કે હવા પાણી ખરાબ હોવાને લીધે હુશી આર જૈન સેલીને જાણ પુરૂષ કારખાનામાં રહી શકતો નથી. તેથી સંઘની જોઈએ તેવી સગવડ સાચવી શકાતી નથી, ને તેથી પણ ઉપજમાં જોઈએ તેવો વધારે થતું નથી, જે ત્યાં રહેનાર મનુષ્યની આરોગ્યતાને માટે કંઈ બંદેબસ્ત કરવામાં આવે તે ત્યાં હશીઆર જૈન શૈલીને જાણ પુરૂષ ટકી શકેને એવો માણસ રહેવાથી જાત્રા માટે આવનાર સંઘના આરામને માટે પુરત બંદોબસ્ત કરી ઉપજમાં સારો વધારો કરી શકે.
અમેએ આ વહીવટ તપાસવા હાથમાં લીધે તે પહેલાં આ વહીવટની અવ્યવસ્થા સંબંધી કેટલીક અફવાઓ અમારા સાંભળવામાં આવી હતી, પણ હિસાબ તપાસ શરૂ કરતાં તેવું કાંઈ જવામાં આવ્યું નહીં, પણ ઉપર લખ્યા મુજબ મધુવનનું પાણી ખરાબ હોવાને લીધે કોઈ હોંશીઆર જૈન શૈલીને જાણ પુરૂષ કારખાનામાં ટકી શકતો નહીં તેથી મંદિર વગેરેમાં કેડલીક આશાતના તથા સંધની માવજત રાખવામાં કેટલીક અવ્યવસ્થા અમારા જોવામાં આવી. તે સંબંધી વહીવટ કd ગૃહસ્થનું ધ્યાન ખેંચતાં તેમણે તે બાબતના સુધારા માટે કોન્ફરન્સ ઓફીસ પાસે માગણી કરી ઈન્સપેકટર હરીલાલ જેસંગ ખાણીને ત્યા રોકી કેટલાક સુધારા તાકીદ કરવા માંડયાં છે. તેથી તેમને પુરેપુરે ધન્યવાદ ઘટે છે. આશા છે કે ઇન્સ્પેક્ટર હરીલાલને જોઈતાં સાંધને પુરાં પાડી તથા મેળવી લેવાની તે સંધ ખુશી થાય તેમ સુઘારા તાકીદ કરાવશે.