________________
૧૯૧૧ ] કુશન સમયના બ્રાહ્મી લિપિમાં કેટલાક અપ્રસિદ્ધ જૈન લેખ. [ ૨૩૭
में सत्यासत्यका मिश्रण होता है प्रचलित विचारों में बिलकूल सत्य ही विषय हो और नये विचारों में बिलकूल असत्य ही विषय हो ऐसा मान लेना सर्वथा भ्रमास्पद है क्योंकि उक्त दोनो विचारोमें न्यूनाधिक अंशमें सत्य रहा करता है.
મપૂ.
કુશન સમયના બ્રાહ્મી લિપિમાં કેટલાક અપ્રસિદ્ધ જૈન લેખે.
મથુરાના જૈન સ્તૂપ અને તેમાંથી ઉપલબ્ધ મૂર્તિઓ ઉપરના લેખોએ જૈન ધર્મની પ્રાચીનતાના સંબંધમાં જે પાશ્ચાત્ય વિદ્વાનોના મનમાં સંશય હતો તે દૂર કર્યો છે. મથુરાના સ્તૂપમાંથી જડી આવેલા લેખો જૈન ધર્મને ઈ. સ. પૂર્વેના ષષ્ટ શતક સુધી લઈ જાય છે, જે ઐતિહાસિક પ્રમાણેની સામાન્ય ન્યૂનતા જોતાં ઉપેક્ષા કરવા લાયક નથી. ઇન્ડો-સ્કાઈથીઅન રાજાઓ કનિષ્ઠ, હવિષ્ક, વશિષ્મ અને વાસુદેવના સમયમાં જૈન ધર્મના બહેળા પ્રચારના સાક્ષિ તરીકે આપણને તે સમયના ઘણા લેખો પ્રાપ્ત થયા છે. અને તે ઘણાખરા મથુરાના અને તેની નજદીકના પ્રદેશના છે. મી સ્મીથના જૈન સ્તુપ અને મથુરાની એન્ટીકવીટીઝમાં આપેલા લેખો ઉપરાંત બીજા અન્ય અગત્યના લેખો એપીગ્રાફીઆ ઈડીકાના ૧૮૧૦ના જાનેવારીના અંકમાં આર. ડી. બેનરજીએ બહાર પાડયા છે. તે લેખો તે સમયની લિપિ, ભાષા. શિલ્પ, ધર્માનુરાગ અને ગણ તથા શાખાઓના સંબંધમાં આપણને જાણવા જોગ માહીતી આપે છે. આ મૂર્તિઓ તેમને લકનૈના સંગ્રહસ્થાનમાંથી મળી આવી હતી.
કરશન સંવત્ ના લેખવાળી જન મૂતિ. આ મૂર્તિના ઉપલબ્ધિ સ્થાન સંબધી કંઈ જણાયું નથી. લકનાના સંગ્રહસ્થાનના જન વિભાગમાં આ મૂતિ મુકેલી છે, અને તેની કૃતિ વિગેરે ઉપરથી મથુરાની શિલ્પકળાની કૃતિ લાગે છે. આ મૂર્તિનું શીર્ષ ખંડિત થયેલું છે. કાયોત્સર્ગ મુદ્રામાં ઉભી રહેલી આ મૂર્તિના દક્ષિણ પક્ષમાં બે પુરૂષો હસ્ત જોડીને ઉભેલા છે અને વાપાર્વે એક સ્ત્રી ઉભી રહેલી છે. આ મૂર્તિ ઉપરનો લેખ અપભ્રષ્ટ સંસ્કૃત ભાષામાં તથા કુશન સમયની ઉત્તર હિંદુસ્તાનમાં વપરાતી લિપિમાં લખાયેલું છે.
सिद्धं सं ९ हे ३ दि १० ग्रह मित्रस्य धितु शीव शिरिस्य वधु एक्रडलस्य कोट्टियातो गणातो आर्यतरिकस्य कुटुम्बिनिये : ठानियाता कुलातो वैरातो शाखातो निवतेना गहपलाये दति
સિદ્ધિ–૮ માં વર્ષના હેમન્તના સ્વતીય માસમાં ૧૦ મે દિવસે કદિયગણ સ્થાનીય. કુલ અને વજી શાખાના આર્ય તરિકની આજ્ઞાથી એક્રડલની સ્ત્રી, શિવ શિરીની પુત્રવધુ ગ્રહ મિત્રની પુત્રી ગહલાની આપેલી (કરાવેલી). ઉપર્યુકત લેખની ત્રણ અસમાન