________________
૩૩૨]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ઓગષ્ટ
હવે પછીની કોન્ફરન્સની બેઠક પ્રસંગે કોન્ફરન્સના બંધારણ માટે પણ યોગ્ય ચર્ચા કરવાની આવશ્યકતા છે. વખત જતાં જેમ જેમ કોન્ફરન્સ લોક પ્રિય થતી જશે તેમ તેમ ઉભી થતી અનેક મુશ્કેલીઓ આપોઆપ દુર થઈ જશે. ખરી હકીકત સમજ્યા સિવાય કોન્ફરન્સ વિરૂદ્ધ વાતો કરનારાઓ તેમની પોતાની ભુલ સમજતા થશે.
. કોન્ફરન્સના ઠરાવને માત્ર કાગળ ઉપર જ નહી રહેવા દેતાં તેમને અમલમાં મુકવા માટે એક વખત સર્વત્ર યોગ્ય ઉત્સાહથી પ્રયત્ન કરવાની જરૂર છે. શરુઆતમાં જરા મુશ્કેલી જણાશે પરંતુ મજબુત મનોબળ રાખ્યાથી સુધારક હેજે ફતેહ મેળવી શકશે. વખતને-દ્રવ્યને ભોગ આપ્યા સિવાય સમાજ સુધારણાનું કાર્ય સાધી શકાતું નથી. માત્ર વાત કરનારાઓ અનેક માણસે બહાર આવે છે, પરંતુ કરી બતાવનારાજ વિરલા હોય છે અને તેથી તેમને જ કોમની ઉન્નતિ માટે ધન્યવાદ ઘટે છે. સારા આશયથી કામ કરનારાઓ ઘણી વખત યોગ્ય સમય નહિ પારખી શકવાથી તથા યુકિત પૂર્વક કામ કરવાની આવડતના અભાવે ભલું કરવા જતાં અહિત કરી બેસે છે. કુસંપના બીજ રોપે છે. એક બીજા વચ્ચે કલેશ ઉભો કરે છે અને પરિણામે તિરસ્કારને પાત્ર થતાં તેમને પશ્ચાતાપ કરવા પ્રસંગ આવે છે, માટે દરેક વિષયમાં યોગ્ય સાવચેતી પુર્વક કામ લેવાથી જકાર્ય સિદ્ધિ થઈ શકે છે એમ ચોકસ લક્ષ્યમાં રાખવાની જરૂર છે. કેવળ ઉત્તમ ભાવના ઘણે પ્રસંગે કંઈ કામ આવતી નથી. ચારે બાજુનો વિચાર કરી યોગ્ય સાધન તૈયાર રાખી કાર્યની સાધના કરવી જોઈએ. નહિ બનવા યોગ્ય સંયોગો દ્રષ્ટિ સન્મુખ ખડા કરી હીંમત હારી જવી તે જેટલું અનિષ્ટ છે તેટલું જ યોગ્ય વિચાર કર્યા પહેલાં સાહસિકતાથી કઈ કામ આરંભવું અને પરિણામે નિષ્ફળ ઉતરવું તે અનિષ્ટ છે. જુદા જુદા ભાગમાં વસતા આગેવાનોએ આવી અનેક બાબતોને વિચાર કરી એકઠા થઈ માન્ય કરેલા ઠરાવ સમુદાયનું એકાંત શ્રેય કરનારા લેખી તેને અમલમાં મુકવા માટે કટીબદ્ધ થવું જોઈએ. કોન્ફરન્સે પસાર કરેલા ઠરાવો અમલમાં મુકવાનો પ્રયાસ સફળ થતાં તેના વિરોધીઓનું જોર એકદમ નરમ પડી જવા સંભવ છે. વિદ્વાને પિતાની વિદ્વતાને, શ્રીમાને પિતાની લક્ષ્મીને, બુદ્ધિમાને પોતાની બુદ્ધિને કામના હીતના કાર્યમાં ઉપયોગ કરવાથીજ તેની સાર્થકતા થાય છે, બાકી અનેક સુગંધી ફુલે નિર્જન અરણ્યમાં પોતાને સુવાસ પ્રસરાવી નાશ પામે છે, અનેક પ્રકાશમાન તારાઓ આકાશમાં ઉગતા ઉગતામાં જ અસ્ત પામી જાય છે, સમુદ્રને તળીએ અગર ખાણોના ઊંડા ભાગમાં અનેક કીંમતી રતને બીને ઉપયોગે પડયા રહે છે, તેવી જ રીતે અનેક મનુષ્ય શકિત છતાં પણ ઉપરનાં દ્રષ્ટાંતમાં જણાવેલાં ફલે, તારાઓ અગર રત્નની માફક તેમની સ્થિતિ પરાધીન નહિ છતાં જન સમાજ તરફની પિતાની ફરજ અદા કર્યા સિવાય-સમાજને કાંઈ પણ પિતા તરફથી લાભ આપ્યા સિવાય આ પૃથ્વી અસર કેવળ ભાર રૂપ થઈ વિનાશ પામે છે.
દરેક વિચાર શીલ પુરૂષે સમજવું જોઇએ કે પરમાર્થ કાર્યમાં જેટલે વખત પસાર થાય છે તેટલું જ સાર્થક છે. મોટા સ્વાર્થના ભોગે લોકોપયોગી-જન સમાજનું એકાંત