________________
૧૭૪ ] *
જૈન કેન્ફરન્સ હેરલ્ડ
[ જુન
સુખ કયાં છે? દુનીઆની સપાટી ઉપર ચાલતી દરેક વ્યકિતને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે દરેક પિતતાના સુખનાજ અને સુખ મેળવવાના પ્રયત્નમાં જ મશગુલ થયેલા જોવામાં આવે છે. ત્યારે મારા મનમાં એક પ્રશ્ન ઉભો થાય છે કે મેં કેટલાક વિદ્વાન મનુષ્યના મુખથી સાંભળ્યું છે કે આ દુનીઆ દુઃખમય છે. દુનીઆમાં કેઇ પણ જગ્યાએ સુખ જોવામાં આવતું નથી. ત્યારે હવે આ દુનીઆની દરેક વ્યકતિ શામાટે પુરૂષાર્થ કરવામાં મચી રહેતી હશે. આવા વિચારમાં આ લેખ લખવા બેસું તે પહેલાંન બે કલાક પહેલાં મારા હૃદયમાં આ પ્રશ્નને જન્મ થવા પામે.
જે દુનીઆમાં સુખની લાલચ ન હોતે દુનીઆમાં થતા વ્યવહારીક કા. એક પણ થવા પામત નહીં વિદ્યાર્થીઓ અનેક જાતની મગજમારી કરી વિદ્યા પ્રાપ્ત . કરત નહીં. વિદ્યા પ્રાપ્ત કરવાનું કારણ પૈસે કમાઈ સુખ મેળવાની આશા રાખત નહી. વેપારી પિતાના સગા સંબંધી, પુત્ર પુત્રી અને પત્ની વિગેરેને વિયોગ કરી પરદેશ ધન પ્રાપ્તીને અર્થે જાત નહીં. અંગ્રેજ લેકને પિતાને દેશ છોડી આ દેશમાં આવવાનું કારણ શું જણાય છે? પૈસે પ્રાપ્ત કરી સુખ મેળવવા, પુર્વે મુસલમાનોએ આ દેશને પૈસાના લેભથી કેટલું નુકશાન પમાડયું છે? આ બધાને વિચાર કરતાં એમ જણાય છે કે સર્વે વ્યકિતઓ અનેક જાતના પુરૂષાર્થ કરી, સુખ મેળવવાની આશામાં જ રહેલા છે. અને જે દુનીઆમાં સુખ ન હોત તે આ બધી થતી કડાકુટ જોવામાં આવત નહીં તેથી આટલું તે સિદ્ધ થાય છે કે દુનીઆમાં સુખ છે. અને તે સર્વત્ર મેળવી શકે છે. તેથી જે તે સુખ મેળવવાને આકર્ષાય છે. સુખ કોને કહેવું. ?
આટલું તે સિદ્ધ થયું કે દુનીયામાં સુખ તે છે. પણ વિચાર વમળમાં પડે છે કે, સુખ કોને કહેવું?
દુનીયામાં દેખાતા ગાડી ઘડામાં ફરતા વિલાસી પુરૂષોને તથા સુંદર મુખ વાળી યુવાન સ્ત્રીના ભરથાર થનાર પુરૂષને સારા સારા સ્વાદિષ્ટ પકવાન નિત્ય નિત્ય જમનાર પુરૂષને અને એવા બીજા કહેવાતા દુનીયાના સુખને પ્રાપ્ત થયેલ પુરૂષને જે આપણે સુખી માનીએ તે તે ક્ષણિક સુખ છે.
હું એક માણસને નિત્ય ગાડીમાં ફરવા જતા જોઉં છું. જ્યારે ત્યારે જે વખતે જોવામાં આવે ત્યારે ગાડીમાં બેઠેલે છે. તેથી મારા મનમાં એમજ આવ્યું કે આ માણસ બહુજ સુખી જણાય છે. પણ પાછલથી માલમ પડ્યું કે તે તે પગે લંગડે છે. તેથી વારંવાર તેને ગાડીને ઉપયોગ કરે પડે છે. ત્યારે આ ગાડીમાં બેસનારાને સુખી જાણતા હતા તે મારા કરતા વધારે દુખી જણાય.