________________
કેન્ફરન્સની આધુનિક સ્થિતિનું દિગ્દર્શન.
[૧૬૯
પિતજ પરમ સત્તાના બળથી આગેવાન થઈ બેઠેલા પુરૂષને રસ્તા ઉપર લાવવામાં ઓછું મુશ્કેલીનું કાર્ય નથી. જ્ઞાતિનું જ્ઞાતિનું અસર પણું પ્રાપ્ત કરવામાં જ્ઞાતિ બંધુઓનું હીત કરવાની શકિત-અભિલાષા તે મુખ્ય પણે આવશ્યક લેખવામાં આવતા હોય તેમ સમજતું નથી અને તેથી જ પ્રતિષ્ઠિત શ્રીમાન બુદ્ધિમાન મનુષ્યને અંધારામાં રહેવા દઈ ચાતિજને નીવિચારી, સાહસિક પક્ષપાતી પુરૂષને આગેવાન તરીકે કબુલ રાખતાદબાવતા જણાય છે. આથી કરીને જ્ઞાતિ બંધારણના નિયમથી જે લાભ . મળવા જોઈએ તે નહિ મળતાં ઉલટું જ્ઞાતિજનમાં કુસંપ-કલેશ ને જન્મ મળતાં, પક્ષો બંધાતાં અંદર અંદર લડવામાં દ્રવ્યનો શ્રમ (enrgy) નો ભોગ આપવામાં આવે છે અને પરિણામે જ્ઞાતિ બંધારણ છીન્ન ભીન્ન થતું જાય છે. કેટલાએક આગેવાન સુધારકો ઉપરના કારણથી જ જ્ઞાતિ બંધારણને અનિષ્ટ લેખીતેની વિરૂદ્ધ વિચાર પ્રગટ કરે છે પરંતુ જ્ઞાતિનું કે સંધનું બંધારણ વ્યવસ્થા પુર્વક રાખવામાં આવે અને યોગ્ય પ્રકારની સાવચેતીથી તેથી જન્મ પામતા દોષો દુર કરી તેનો સારી રીતે લાભ લેવામાં આવે તે તે આપણી કોન્ફરન્સ ૫સાર કરેલા સઘળા ઠરાવ અમલમાં મેલવાને મુખ્ય આધાર ભુત સાધન થઈ પડે એ બનવા જોગ છે.
હાલની સ્થિતિ જોતાં, જૈન સમુદાયના મોટા ભાગના વિચાર વાતાવરણ તરફ નજર કરતા કોન્ફરન્સની જરૂરીયાત તથા તેથી થતા અનેક લાભો સંબંધી કંઇ વિવેચન કરવાની જરૂર રહેતી નથી. જન કેમને અગર અન્ય કોમને ઉન્નતિની ટોચે પહોંચાડવામાં તેની કોન્ફરન્સજ મુખ્ય ભાગ ભજવી શકે તેમ છે અને તે માટે બે મત હેવા સંભવ નથી. પ્રાચીન સમયની ચતુર્વિધ સંઘરૂપ સંસ્થા તેજ અર્વાચીન સમયની કોન્ફરન્સ છે. નામ માત્રના ફેરથી આડે માર્ગે દોરાઈ જવાનું કંઈ કારણ નથી પરમપુજ્ય સારાનેનતિકારક તીર્થંકર મહારાજા પણ નમો તિથ્થસ કહીને જે સંસ્થાને વંદનીય ગણતા તે સંસ્થાની ગરજ આપણી કોન્ફરન્સ પુરી પાડી શકે તેમ છે. અંદર અંદરના–પરપરના વિગ્રહના કારણથી સાધુ સાધ્વીઓ કેન્ફરન્સમાં ભાગ લઈ શકતા નથી તેટલા કારણ માત્રથી જ કોન્ફરન્સને હલકે દરજજે ઉતારી પડાય નહિં.
| સર્વ કઈ કબુલ કરે છે કે આપણું ભવિષ્યના ઉત્કર્ષ માટેના આશા જનક ચિહે અત્યારે દ્રષ્ટિ મર્યાદામાં કંઈક ઝાંખો પ્રકાશ પાડતા નજરે પડતા હોય તે આપણી મહાન કેન્ફરન્સના આટલા વર્ષોના પ્રયાસને જ ઘણેઅંશે આભારી છે. મોટામાં મોટા શહેરથી માંડીને તે જનોની વસ્તીવાળા માત્ર બે ચાર ઘરની વસ્તીવાળા ગામડા પત કોન્ફરન્સ પિતાનો અવાજ સંભળાવી શકી છે–પોતાનો હાથ એક યા બીજી રીતે લંબાવી શકી છે. લેકોના વિચાર વાતાવરણમાં એટલે બધે અગત્યને આવકાર દાયક ફેરફાર થયેલો જણાય છે કે કેન્ફરન્સની પડી ભાંગતી હીલચાલને પિતાથી બનતે ટેકે આપી નીભાવી રાખવા માટે કદાચ દરેક વ્યકિત કરી બદ્ધ થશે નહિ તે પણ કોન્ફરન્સને મરણ શરણ થયેલી સાંભળીને ભાગ્યે જ કોઈ અંત:કરણથી દીલગીર થયા વગર રહેશે.