________________
૧૧૧]
કેન્ફરન્સની આધુથિક સ્થિતિનું દિગ્દર્શન.
[ ૧૬૩
મનુષ્ય સાચા અગર ખોટા આક્ષેપો મુકવા બહાર આવે છે. નજીવી ભૂલને મોટું રૂપ આપી કામને વાઘ બનાવી રજનું ગજ કરી મુકી તેઓ મિથ્યા આરોપ મુકવા તૈયાર થઈ જાય છે. અંધેરી હાર ચલી જેવા તારની માફક અ૯૫ બુદ્ધિના મનુષ્યો પણ તેવા નિંદા ખોર મનુષ્યના પક્ષમાં તાળી યદલાતદવા બકવા મંડી પડે છે. “જનમાં કોઈ જાણે નહી ને હું વરની ફુઈ, વાતમાં કઈ પુછે નહી પણ દોડી દોડી મુ'; એ કહેવત અનુસાર કેટલાએક દેઢ ચતુર માણસે ઘમંડ રાખી કોન્ફરન્સ વિરૂદ્ધની અનેક વાતોને જુદુ સ્વરૂપ આપી પ્રકટ કરે છે. કેટલાએક કોન્ફરન્સના હિમાયતીના લેબાશમાં ફરી, તેના હીતેચ્છુ તરીકેનો આડંબર રાખી મિત્રરૂપે દુમનની ગરજ સારે છે.
રૂઢ પ્રાધાન્ય વિચારોની પ્રબળતા ; ઉન્નતિકારક સાધનનો ને કોમના લાભાથે ઉપયોગ કરવાની શકિત હીનતા; પ્રબળ વિચાર સ્વાતંત્ર્યનો અભાવ વગેરે અનેક પ્રતિકુળ સંયોગો વચ્ચે આગળ વધતી કોમમાં કેન્ફરન્સ જેવી સંસ્થાને અનેક વિ નડવાનો ભય રહે છે. કોન્ફરન્સના કાર્યમાં આગળ પડતો ભાગ લેનારા કોઈ કોઈ આગેવાનોના મનની નબળાઈ બતાવનારા થકિંચિત્ અયોગ્ય કૃત્યોને આગળ ધરી સમસ્ત મંડળને જૈન સમાજની નજરમાં ઉતારી પાડવાની પેરવી કરવામાં આવે છે. નજીવા મારામારીના અગર બોલાચાલીના કેસમાં કોઈ તુંડમીજાજી ન્યાયાધીશ રહેજ લપડાક મારનાર હોમદારને ફાસીને લાકડે લટકાવવાનો હુકમ કરે તેના કરતા પણ કોઈ જોખમદાર અગર બીન જોખમદાર વ્યકિતની સામાન્ય ભુલને માટે આખા મંડળને હલકું પાડવાની તજવીજ કરે તે વધારે ધિકકારને પાત્ર ગણાવું જોઈએ. કેટલીએક વખત આપણે એવા સોગમાં મુકાઇએ છીએ કે અમુક કાર્ય કરતી વખતે તેથી થતા લાભ અને હાનિની તુલના કરી કાર્યનો સ્વિકાર અગર અસ્વિકાર કરવા તરફ પ્રેરાઈએ છીએ અને તેથી જ જણાવવાની જરૂર જણાય છે કે કોન્ફરન્સ સંબધી હીલચાલથી ખર્ચના બોજામાં ઉતરવું પડે છે, આગેવાનોને કવચિત પિતાના મતને અસ્વિકાર થતાં કદાગ્રહ બુદ્ધિથી માન ભંગ થવાનો પ્રસંગ આવે છે, પોતાની લાંબા વખતથી જામેલી સત્તા ગુમાવી બેસવાનો ભય રહે છે, તેટલા ઉપરથી જ માત્ર તેથી થતા અનેક લાભો તરફ બેદરકાર રહી કોન્ફરન્સની હીલચાલને ટેકો આપવામાં પાછી પાની કરવામાં આવે તે કોઈ પણ સુવાંચક પસંદ કરશે નહી. કેન્ફરન્સથી થતા લાભોની ગણના કરવા બેસતાં પાનાના પાના ભરી શકાય તેટલું લેખકે લખી શકે તેમ છે તેથી તે વિષયમાં લંબાણ નહી કરતાં અત્ર એટલું જ કહેવું પુરતું અને પ્રાસંગીક થઈ પડશે કે તેથી થતા લાભ તરફ જ દ્રષ્ટિ બિન્દુ રાખી જુદા જુદા ધર્મની, પંથની, વર્ગની, જ્ઞાતિની અનેક કોન્ફન્સે મળતી આજ કાલ સાંભલીએ છીએ. હજામ, હાર, હેડ જેવી છેલ્લી પંકિતની કમો પણ કંઈ કંઈ સુધારા દાખલ કરવા કોન્ફરન્સના અગર મંડળનાં રૂપમાં એકઠા થાય છે અને જુદી જુદી અનેક દિશામાં પ્રયાસ કરે છે. શું આપણી સામાજીક સ્થિતિ એટલી બધી સર્વોત્કૃષ્ટ દશાને પહોંચી છે કે સમાજ સુધારણ કરવાનો આપણું કેમમાં બીલકુલ અવકાશજ નથી ? શું કોન્ફરન્સથી ભીન એવું કોઈ સર્વ માન્ય તત્ત્વ, એવી