________________
૧૨૦ ]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ
[એપ્રીલ
મુંબઈ–શ્રીજૈન શ્વેતામ્બર કોન્ફરન્સમાં
થયેલ કામકાજની ટુંક નેધ.
એડવાઈઝરી બેડ
(તા. ૧-૪-૧૯૧૧.) આજે રાતના આપના એડવાઇઝરી બર્ડ સમક્ષ રજુ થઈ વેટરીનરી હથીયારો જે ફીસમાં પડયા છે તે મને બક્ષીસ આપવા મેં અરજી કરી અને સાથે કબુલ કર્યું કે હાલ ધોળકામાં વેટરીનરી ડોકટર છું તેમાં અને આસપાસના ગામોમાં અને ત્યાર પછી બીજે જાઉં તે આજુ બાજુના ગામની પાંજરાપોળની તપાસ તથા ઢોરોની સારવાર મફત કાંઇપણ ચાર્જ લીધા વગર કરૂં આ હકીક્ત સાંભળી આપે મને નીચે જણાવેલ હથીયારો ત્થા પેટી બક્ષીસ આપ્યા તે માટે અંતઃકરણ પૂર્વક આભાર માનું છું અને જણાવવાની રજા લઉં છું કે મેં કોઈ પણ જગાએ પાંજરાપોળ પાસેથી સીધી કે આડકતરી રીતે ચાર્જ લીધે એમ આપને ચેકસ ખબર પડેતો આપ સર્વે હથીયારોની. કીંમત રૂ. ૬૦) મારી પાસે માગે તેવારે વગર વાંધાએ આપને મોકલી આપવા છે મને સોંપેલ હથીયારોની વિગતઃ
ખકાર અને કેન્યુલા, એસોટીકસે, પ્રેબ-બીસપ્યુરી, પેર ઓફ સીઝર્સ, સ્કાલપલ ડાયરેકટર ફેરસેપ, સરંજી, સીટનીંગનીડલ, હુફસરચર વગેરે–
લી. સેવક તા. ૧-૪-૦ ૧૯૧૧,
મોતીચંદ કુરજી ઝવેરી. (૨) જીવદયા કમીટી તરફથી ચાલુ વર્ષની આખર સુધીમાં રૂ. ૫૦૦ ખર્ચવા રા. રા. લલ્લુભાઈ કરમચંદ દલાલના પત્રથી મંજુર કર્યા તથા સ્થાનકવાસી કોન્ફરન્સ ઓફીસ તરફથી આવેલ પત્ર સ્થાનકવાસી કોન્ફરન્સને જવાબ આપવા રા. રા. લલ્લુભાઈને સુપ્રત કરવામાં આવ્યા અને મહેરબાન સ્થાનકવાસી કેન્ફરન્સના સેક્રેટરીને આ હકીકત લખી જણાવવાનું ઠરાવવામાં આવ્યું.
(૩) લાલપરથી આવેલ પત્રો ઉપર વિચાર કરવામાં આવ્યો હતો તેને માટે આગળ પત્ર વ્યવહાર ચાલુ રાખવો
(૪) કેલવણી ખાતાના ફંડ માટે મેમ્બરે કરવા અને તેના ત્રણ વર્ગ પાડવા ૧લા વર્ગના મેમ્બરોની ફી રૂ.૨૫) બીજાની રૂા.૧૫) અને ત્રીજા વર્ગની રૂા.પ ફી રાખવી તે ઉપરાંત આપવા ગૃહસ્થોને લખવાનું નકકી કરવામાં આવ્યું.
(૫) કોન્ફરન્સ ભરવાથી ઓછો ખર્ચ કરવાનો ઠરાવ થયેલ છે તે કેવી રીતે ખર્ચ ઓછો થશે તે બહારના ગામોને ખબર પાડવા જરૂરી છે તે ઉપર વિચાર કરવામાં આવ્યા
મુંબઈ