SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કેન્ફરન્સ હેરલ્ડ, (માર્ચ. બરણ કન્યા વિકય, અને સમ્યકત્વને મલીન કરનાર મિથ્યાત્વ સેવનને તે તમારે ખાસ કરી દેશવટો આપવો જોઈએ કે જેથી તમારા આત્માનું તરત કલ્યાણ થાય. સ્ત્રી જીરૂષોને કેળવણી આપવા પ્રયાસ કરે. કેળવણી પામેલા હશે તે સુધારો થતાં વાર દાગશે નહીં વિગેરે બાબતો ઉપર કહેવામાં આવ્યું હતું. આ પ્રમાણે દરેક મુનિ 1. સહારાજાઓનું આ તર પધારવું થાય અને ઉપદેશદ્વારા કહેવામાં આવે તો વેળાસર રીવાજ નાશ પામે. માટે દરેક મુનિ મહારાજાએ મારી નમ્ર વિનંતિ દયાનમાં લેશે છે એવી પ્રાર્થના છે. ૧ મઢાડથી ૪ ગાઉ ઉપર વરમાણ ગામ છે. ત્યાં શ્રાવકનાં ર-૩ ઘર છે. અહીં વિએક બાવન જીનાલયનું ભવ્ય મંદિર છે પણ મૂળ ગભારા સિવાય બાકીની દેરીઓમાં કાતિમાજી નથી. તેમ કેટલોક ભાગ તૂટેલ છે. મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની વળતિમા પાષાણની મોટી અને પ્રાચીન છે, તે સિવાય ૧ પાર્શ્વનાથની પાષાણની પ્રતિમા કથા બે પ્રતિમા પાશ્વનાથની પાષાણની કાઉસગ્ગથ્થાને છે પણ સિદ્ધચકજી નથી. મહારાજ પણ પરોણ દાખલ છે. દેરાસર જીર્ણ હોવાથી તેને કેટલેક ભાગ સુધારવા કરે છે. આ દેરાસરને વહીવટ મઢાડ વિગેરેના આસપાસના ગામના કાવ કરે છે છે. સિદ્ધચકજી રાખવા તથા મહારાજને બિરાજમાન કરવા અને જીર્ણ ભાગને સુધાપાવા મઢાડના શ્રાવકોને ભલામણ કરી છે. દેરાસરમાં જૂજ રકમ છે તેથી બાકીની અખૂટતી રકમની મદદની જરૂર છે તો કોન્ફરન્સે આ બાબતની તપાસ કરી બનતા રયત્ન સુધારવાની જરૂર છે. ગામ બહાર એક તૂટેલું મંદિર વૈશ્નનું છે. તેની બાંધણી ગેરે જોતાં આ ગામ આગળ મેટું શહેર હોવું જોઈએ. તે બાબત લેકેને પૂછતાં હે છે કે આગળ વરમાણ નગરી હતી. - વરમાણથી ૪ ગાઉ ઉપર જીરાવળ ગામ છે. ત્યાં શ્રાવકોનાં ૧૦-૧૨ ઘર છે. અહીં રાવળા પાર્શ્વનાથજીનું તીર્થ છે, તે ઘણું પ્રાચીન છે. સકલ તીર્થમાં લખ્યું છે કે થરાવળે ને થંભણ પાસ” તેમજ વળી તીર્થમાળાના સ્તવનમાં કહ્યું છે કે “જીરાવળે જિગનાથ તીરથ તે નમું રે.ભાખરના થડમાં જીરાવળા પાર્શ્વનાથનું બાવન જીનાલયનું ભવ્ય મંદિર છે. મૂળ ગભારામાં મૂળનાયક શ્રી નેમિનાથજીની પાષાણની પ્રતિમા છે ખથા બીજી ૧ ધાતુની પ્રતિમા અને ૧ સિદ્ધચક છે. મૂળ ગભારાની જમણી બાજુની બતે બે ઓરડીઓ છે. તેમાંની પેલી ઓરડીમાં જીરાવળા પાર્શ્વનાથની પ્રતિમા નાજુક માની અને મનહર છે. જીર્ણ થઈ ગએલ હોવાથી લેપ કરાવેલ છે. આ પ્રતિમાજીની મુંદરતા જોઈ અત્યંત આહાદ થાય છે. તેમની જોડે બીજી એક પાર્શ્વનાથની પ્રતિમા પાષાણની છે. બીજી ઓરડીમાં ભીંતમાં તક્તા તરીકે પાષાણની ૧ પ્રતિમા તથા સ્વસ્તિક આ સાથીઓ) પાષાણુના ચડેલા છે. બાકીની ઓરડીઓ ખાલી છે. આ દેરાસર ઘણું જ અલોકિક અને રમણિય છે. જે ભાગ સુધારવા જેવો છે તેનું કામ ચાલે છે. દેરાસરનો વહીવટ ત્યાંના શ્રાવક કરે છે. થાંભલાઓ ઉપર તથા ઓરડીઓ ઉપર લેખો ઘણા છે પણ કલઈથી ધોળેલ હોવાથી ઘણા ખરા બંધ બેસ્તા નથી. એક લેખમાં આ પ્રમાણે વાંચવામાં આવ્યું છે “સંવત ૧૮૫૧ આશાઢ સુદ ૧૫ ઉંજાવાળા–એ રૂ. ૩૦૩૧
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy