________________
૧૯૧૦ )
પ્રાચીન તીર્થ શ્રી વઈ પાર્શ્વનાથ
ખરચી ઉદ્ધાર કરાવેલ છે” જીરાવળા પાર્શ્વનાથજીની પ્રતિમાના સંબંધમાં નીચે મુજબ દંતકથા છે.
વરમાણ અને જીરાવાળાની વચમાં પાણીને ખાડો છે. તેમાંથી ઘણા લાંબા વખત ઉપર આ પ્રતિમાજી નીકળ્યાં હતાં, તેની ખબર પડતાં ઘણું શ્રાવકો ત્યાં આવ્યા, વરમાણુવાળા કહે કે અમે લઈ જઈશું ને જીરાવાળાવાળા કહે કે અમે લઈ જશું. એ તકરાર પડી ત્યારે બધા એવા ઠરાવ ઉપર આવ્યા કે આકડાના ડેકાની ગાડલી બનાવે અને એક દિવસના જન્મેલા બે વાછરડાને જોડી તેમાં મહારાજને બિરાજમાન કરે. પછી તે ગાડી જ્યાં જાય ત્યાંના શ્રાવકે તે મહારાજને રાખે. આ વાત દરેકે કબૂલ કરવાથી તેમ કર્યું એટલે ગાડી જીરાવળ જઈ ઉભી રહી તેથી જીવળાના શ્રાવકેએ દેરાસર કરીને પ્રતિમાજી બિરાજમાન કરવામાં આવેલ. આ ચમત્કારને લઈને જ બીજા લોકો પણ જીરાવળા પાર્શ્વનાથજીને દાદાના નામથી માને છે અને તેમની એટલી આસ્તા રાખે છે કે આવા ભરજંગલમાં દેરાસર હોવા છતાં ત્યાંથી કાંઈ પણ ચીજ કે ઉઠાવતું નથી. દર વરસે આ દેરાસર ઉપર ભાદરવા સુદ ૪ ના રોજ દવા દંડ ચડે છે તથા ભાદરવા સુદ ૯ ને દિવસે મેળો ભરાય છે. તેમાં તમામ વર્ણના લેકે આવે છે. ઉતરવાને ધર્મશાળા છે. તીર્થ બહુમાન્ય ગણાય છે માટે તેને પ્રસિદ્ધિમાં લાવવાને બનતા પ્રયત્ન કરવાની કોન્ફરન્સને ખાસ ભલામણ કરવામાં આવે છે. - જીરાવળાથી વરમાણુ થઈ પાછા મઢાડ આવી બીજે રસ્તે પાલણપુર આવતાં રસ્તામાં મઢાડથી ૩ ગાઉ ઉપર આરખી ગામ છે. અહીં શ્રાવકોનાં ઘર છે. દેરાસર નવું બનાવેલું છે. મૂળનાયક શ્રી શાંતિનાથજીની પ્રતિમા પાષાણની તથા બીજી બે પ્રતિમાજી પાષાણની ને બે પ્રતિમા ધાતુની છે. બે સિદ્ધચક્રજી ધાતુના છે. પ્રતિ થઈ નથી. આરખીથી ૧ ગાઉ પાંથાવાડું ગામ છે. ત્યાં શ્રાવકેનાં ઘણાં ઘર છે. દેરાસર સારું છે. સુધારવાનું કામ ચાલુ છે. મૂળનાયક શ્રી આદીશ્વરજીની પ્રતિમા ૧ પાષાણની છે તથા પાષાણની બીજી ત્રણ પ્રતિમાઓ છે; ધાતુની પાંચ પ્રતિમા અને ત્રણ સિદ્ધચક્રજી વિગેરે છે. ઇતિ શુભ ભવતુ. વીર સંવત ૨૪૩૮ કાર્તિક સુદ ૫ ગુરૂ.
प्राचीन तीर्थ श्री वई पार्श्वनाथ.
मंदसौर (मालवा ) के पास थरोद स्टेशन से २ मिल पश्चिम कि तरफ एक वई नामक ग्राम हैं वहां बहोतही प्राचीन श्री सम्प्रति राजाका बनाया हुआ चमत्कारिक श्री पार्श्वनाथ स्वामीका तीर्थ स्थल है । प्रतिवर्ष जन्म कल्याणक के दिन यानि पोष वद १० को एक मेला होता है, इस मोके पर कुछ यात्री आकर तीर्थ सेवाका लाभ प्राप्त करते हैं । इस वर्ष श्रीयुत शेठ लक्षमिचंद साहब घीया प्रॉविन्सीयल सेक्रेटरी श्री जैन श्वे. कॉन्फरंस ( जो कि बडे उत्साही और हर धार्मिक कार्य में अग्रभाग लेते हैं, ) ने विचार किया कि, तीर्थका प्रबंध ठीक हो जाय इस्के लिए कोशिश करना अत्यावश्यक है। इस सुविचार से आपने वई तीर्थके