________________
૨૮)
જેન કોન્ફરન્સ હેરલ્ડ
(માર્ચ,
બધી પ્રતિમાજી અપૂજ રાખેલ તે હકીકત વધારે બહાર આવી. અને કેટલાકની ભલામણથી કોન્ફરન્સ તરથી શેઠ મનસુખભાઈ ભગુભાઈએ તે સંબંધી હીલચાલ કરી ગયા માગશર માસમાં શીરોહીના રાજા સાહેબ મારત તે મહાત્માઓને હુકમ કરાવેલ છે કે તે દેરાસરમાં પૂજા થવી જોઈએ. તેથી તે હુકમને માન આપવાની ખાતર મહાત્મા હાલ તે દેશરમાં પૂજા કરે છે પણ પાષાણની પ્રતિમાજીને નવ અંગે ને બાકીની પ્રતિમાજીને જમણે અંગુઠે પણ પૂજા નહીં કરતાં ડાબે અંગુઠે જ સુજા કરેલી અમારા જેવામાં આવી. આ બાબત મહાત્માને કહેતાં તેમણે કહ્યું જે ઠીક; ૧મો પૂજા કરીને ચાલ્યા જાઓ. જેમ કરતા હશુ તેમ કરશું. મતલબ કે તેઓ
ચિત્ર પ્રકારના છે. કેઈનું કહેવું માને તેવા નથી. દીવા ધુપ વિગેરેનું પણ કાંઈ કાણું નથી. તે ઉપરથી પૂજા હમેશાં થતી હશે કે નહીં તે પણ સંય પડતું છે. ગળી દેસર દિવસને ઘણે ભાગ તદન બંધ રાખે છે તે કોર પોતે આ કરેલા કાર્યથી સંતોષ માની બેસી રહેવાનું નથી પણ દેરાસર શ્રાવકોને સંપાય જેવી ગોઠવણની જરૂર છે કે જેથી મહાત્મા સાથે તકરારમાં ન ઉતરવું પડે. ને હમેશાં એવા પુજા થાય. આ બાબત શેઠ મનસુખભાઈ ભગુભાઈને ખાસ પ્રયાસ કરવાની જરૂર છે કેમકે તેઓ સાહેબને સીરહી મહારાજ સાથે ઘણો સારે સ્નેહ છે. તેથી તેઓ સાહેબ ધારે તો સહેલાઇથી કામ કરી શકે તેમ છે માટે ઉપર લખ્યા પ્રમાણે બંદભસ્ત કરાવવા કોન્ફરન્સને હું ભલામણ કરું છું. અને શેઠ સાહેબ મનસુખભાઈ પણ
પર લખ્યા પ્રમાણે બંદેબસ્ત કરાવવા ધ્યાનમાં લેશે એવી તેઓ સાહેબને વિનંતિ કરૂ છું. માટે તેઓ સાહેબ શેડી મહેનતે મોટું પુણ્ય ઉપાર્જન કરવા ભાગ્યશાળી સશે. તથાસ્તુ. કે મઢાડમાં થોડા વખત અગાઉ ૧ પાઠશાળા ઉઘાડવામાં આવી છે. તેમાં પતિજી શ્રી વિવેકવર્ધનજી અભ્યાસ કરાવે છે. હાલ પંચ પ્રતિકમણ તથા પ્રકરણનો અભ્યાસ ચાલે છે. તપાસ કરતાં ૧૫ વિદ્યાથી પૈકી ૧૦ ને અભ્યાસ સારો છે. પ્રયાસ સ્તુતિ પાત્ર છે. તો પણ મારવાડી ભાષાને લીધે અને ખાસ વિદ્યાર્થીઓની જોઇએ તેવી કાળજી નહીં હોવાથી અશુદ્ધતા જણાય છે તેને માટે ભલામણ કરી છે. સાથે કેટલીક બાધાઓ પણ ભણે છે તેમાંથી એકાદ બે ને તપાસવામાં આવતાં છોકરાઓ કરતાં તેમને અભ્યાસ સારે છે. આવી રીતે છોકરાઓનો અભ્યાસ સારો થાય તો આગળ ઉપર ઘણું જ સારું પરિણામ આવે, એ નિઃસંશય છે. આ પાઠશાળા ઉપર અહીંના શ્રી iઘની દેખરેખ બરાબર હોય તેમ લાગતું નથી તે તેઓએ બનતી કાળજી રાખવા ભલામણ કરું છું. તેમજ આ યતિજ વિવેકવર્ધાનજી કાયમ રહેવાના ન હોય તે બીજે સારો માસ્તર રાખીને આ શાળા ચલાવવાથી ઘણાજ લાભ થશે.
આ ગામની મધ્યમાં એક ટેકરી છે. તેના ઉપર મઢાડ દેવીનું સ્થાન છે. તેમાં અત્રેના મહાત્માઓના વડવાઓની પાદુકા જડી ૧૧ પાષાણની છે. ટેકરીના છેડે ટોચ ઉપર એક મંદિર છે. તેમાં એક મહાદેવનું લિંગ છે. તેને નીલકંઠ મહાદેવ અથવા લીલાધારી કહે છે. તેની અહીંના શ્રાવકેને ઘણીજ શ્રદ્ધા છે. મહાદેવની સાર સંભાળ