________________
જેન કેન્ફરન્સ હેરડ,
(માર્ચ,
=
=
=
=
-
લેખકોને ઉત્તેજન આપવા માટે ખાસ કોલમ રાખવું ઘટે છે કે જેમાં તેઓને જવાબ આપી શકાય, સુધારીને લખવાનું કહી શકાય અથવા આવેલા લેખમાંના ઉત્તમ ભાગના કાપલા કરી તેને યુક્તિથી ગઠવી ટુંકમાં પ્રગટ કરાય, તે લેખકે સમજી શકે, કે આવી રીતે લખવું જોઈએ. ચર્ચાપત્રેના સંબંધમાં પણ તેમજ થવું જોઈએ.
ક પુસ્તક પરીક્ષા–આ સંબંધે ખાસ અને નિડરતાથી ગુણ દેષ પ્રગટ કરવાની અતિશય જરૂર છે. આજકાલના ચીંથરીઆં પુસ્તકો, અશુદ્ધ ભાષાંતરો, પ્રાસ કરી મેળવી દીધેલાં કવિત્વ વગરનાં જોડકણાઓ, પિંગળ જ્ઞાન વગર બેસાડી દીધેલા દે, ભક્તિ વગરનાં ભજને, યુક્ત વિવેચન વગરનાં વિવેચને, મેટી કીંમત લઈ પૈસા કમાનારા લેભાગુઓ, પંડિતવરને દા કરનારાઓ, માલ વગરનાં પુસ્તકોની, તેમાં અર્પણ કરનારાઓ પાસેથી પૈસા લેનારાઓ, વગેરે વગેરેની કરડી, ખાસ, ચાબકેથી કલ્યાણકારી ખબર લેવાની મોટી જરૂર છે. મધ્યમ વર્ગના પુસ્તકોનાં ગુણ અને દેષની સમાનતા ઓળખાવી પ્રદર્શિત કરવાના છે, ઉત્તેજન યંગ્ય લેખકેના પહેલા પ્રયોગોને અભિનંદી પ્રત્સાહક બનાવવાનું છે, અને અધ્યાત્મ ક્લપકુમ, રાજબોધ, રાયચંદ્ર કાવ્યમાળા, વગેરે સસ્તા અને ઉચ્ચ સાહિત્યને મેગ્ય રીતે પૂર્ણ સત્કાર આપી તેમને પિષવા, અભિનંદવા અને સ્તવવા ઘટે છે. બાહ્ય દષ્ટિથી ગ્રંથકર્તાને લક્ષ્યમાં રાખી અંતર દષ્ટિથી આંતરિક ગુણેની તપાસ પુસ્તકમાંની વસ્તુ સર્વ રીતે તપાસ્યા વગર ઉપર ઉપરથી અભિપ્રાય આપી દે એ ઘણુંજ સહેલું છતાં દેખજનક અને ખામીવાળું કાર્ય છે. તે પુસ્તકની પરીક્ષા છે એમ જણાવવું તે અગ્ય છે અને પરીક્ષાના અર્થને ઉતારી પાડવા સમાન છે. પરીક્ષાને અર્થ જ અક્ષરશઃ કરવા બેસીએ તોપણ પરિ એટલે ચારેકોર-ઈલા એટલે જેવું ચારેકોર જેવું એમ થાય છે. આ અર્થની સાર્થકતા થાય તે જ પરીક્ષા સત્તાધારી બને, અને લોકે તે પર પૂર્ણ વિશ્વાસ રાખી તેનો ઉપાડ કે ન ઉપાડ કરી શકે. આથી ઉચ્ચને સત્કાર થશે, કનિકને નાશ થશે, અને એમ થવાની ખાસ જરૂર છે.
આટલું ટુંકમાં કહ્યા બાદ બીજા વિભાગો જૈનમાં કરવામાં આવશે, તે તેના આંતરિક મૂલ્યને અચૂક વધારો થશે. તે વિભાગો નીચે પ્રમાણે સૂચવી શકાય. ૧-સામાયિક પત્રસાહિત્ય કે જેમાં દર મહિને પ્રકટ થતા આપણે પત્રોની નોંધ અને તેમાંના લેખોપર અભિપ્રાય આવી શકે. ૨-જૈન વિવિધ જ્ઞાન વિસ્તાર કે જેમાં જેને અને જૈન ધર્મ સંબંધી બીજા અંગ્રેજી તેમજ અન્ય ભાષામાં જેવી કે મરાઠી, બંગાળી, હીંદી વગેરે જે જે જાણવા ગ્ય આવી શકે તેને સમાવેશ થઈ શકે. ૩-ચિત્રો–આ ભાગમાં હમણાં બેચાર વ્યક્તિના ફેટે આવ્યા છે, પરંતુ તેના કરતાં વિશેષ આવે તે સારૂં. જેવાં કે છે. જોકેબી, સતીશચંદ્ર વિદ્યાભૂષણ, પ્રોફે. વેબર, ડા. પીટર્સન, ડાકટર સ્વાલી, જગમંદીરલાલ, ઈત્યાદિ ઈત્યાદિ. –જેમ પારસીપત્રો પટેટીને અંક કાઢે છે, હિંદુઓ દિવાલીને અંક કાઢે છે, તેમ જૈન પણ ખાસ સંવત્સરીને અંક માટે, ઉત્તમ વાંચનથી ભરપુર, સચિત્ર કાઢી શકે. ૫-ઉત્તમ ટૂંકી કવિતાઓ. ૬-જૈન ટૂંકી વાર્તાઓ. ૭-કોન્ફરન્સ વર્તમાન કે જેમાં કરન્સ તરફથી