SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧૦) વેતાંબર જૈન પ્રજાનું વર્તમાન સાહિત્ય. થતા અને થવા જોઈતા ખાસ શુભ કામો, તેની નોંધ, તેની પેજનાઓ, તેને પ્રજાનું ખેંચવું જોઈતું લક્ષ્ય, અને તેની ઉત્તમ કામગીરી. તેના પિષણ, વૃદ્ધિ, : આબાદીના પ્રયત્ન વગેરે. જૈન માટે ઘણુબધાએ ઘણું કરવાનું છે, છતાં અહીં જે સૂઝમાં આવે છે એક ઉડતી તપાસે લખી જવાય છે. જિન ધર્મ પ્રકાશ–આ પત્ર જૂનામાં જૂનું છે. તેના ૨૫ વર્ષની યુળિ ( આનંદેત્સવ ) હમણજ પ્રસાર થયો છે. આ પત્ર જૈન ધર્મ પ્રસારક સભા ભાવન તરફથી પ્રગટ થાય છે, અને તેની પદ્ધતિ ગુજરાતી વર્નાકયુલર સોસાઈટ બુદ્ધિપ્રકાશ' માસિક જેવી ધીમે ધીમે ઉત્ક્રાંત થતી આવે છે. હાલમાં તેનું વધારવામાં આવ્યું છે. આ પત્ર જૈન સમાજની ઘણી ઉપયોગી સેવા બજાવી છે ૨ બજાવતું જાય છે. હમણાં વિદ્વાન મુનિ અને વિદ્વાન શ્રાવકે તરફથી જે લેખો આ છે તે મનન કરવા યોગ્ય છે. દાખલા તરીકે છેલા અંકમાં “ શ્રી જ્ઞાનસાર રે સ્પષ્ટીકરણ” મુનિશ્રી કપૂરવિજયજીના વિવેચન સહિત આવે છે તે ખાસ મનની છે, અને રા. રા. મનઃસુખ કિરચંદ મહેતાનો એક અતિહાસિક પ્રન ( ઉપદે માળાના કર્તા ક્યારે થયા?)” એ વિસ્તારપૂર્વક લેખ લેખકની તલસ્પર્શિતા આ તેથી માસિકની સારી શોભામાં વધારો કરે છે. આવા આવા લેખ જેમ જેમ વિદ્રા તરથી આવતા જશે, તેમ તેમ માસિક વિશેષ ઉપગી, પ્રિઢ અને સંસ્કારદાયક થ તેમાં પ્રથમ પાને આવતી કવિતાઓ કાવ્ય તરીકે જોતાં માસિકને વિશેષ જ આપે તેવી નથી. સારી કવિતાઓ માસિકનાં આભૂષણ છે; પરંતુ તેવી કવિતા પ્રાપ્ત ન થાય, તે આપણા પૂર્વના આચાર્યો, સંત, મહાત્માઓ જેવા કે ચિદાનંદ વિનયવિજયજી, યશવિજયજી, દેવચંદ્રજી, આનંદઘનજી આદિનાં એક એક પદે ૯ તેપર સુઘટનાથી પદનો ઉચ્ચ આશય સમજાવે તેવાં વિવેચન લખાય તે ઘણ સારૂં. આ માસિક જે સભાના શુભ આશ્રય તળે છે તે સભાની પાસે જૈન પ્રાર્ચ સાહિત્યને ભડળ એટલે બધે છે કે તેને ઉપગ ઐતિહાસિક વિભાગ, ત વિભાગ, અધ્યાત્મ જ્ઞાન, ન્યાય આદિ બુદ્ધિ અને હૃદયગમ્ય વિષયમાં કરવામાં આ તે આ માસિક ઘણું જ સુંદર અને પ્રમાણભૂત સંગીન વાંચન પૂરું પાડી શકે તે છે. વળી કથેલું કથવામાં વિશેષ લાભ નથી. જેન ન્યાયને હજુ સુધી કયાંઈ પણુએટ કઈ પણ માસિકમાં સ્થાન મળ્યું નથી જાણી ઘણે ખેદ થાય છે. જેને ન્યાય સ્વતંત્ર લેખ ન મળી આવે ત્યાર સુધીમાં નયકણિકા, કે નયમાર્ગપ્રવેશ, અનેક જયપતાકા, કે શ્રી યશોવિજયજીકૃત ટુંકા અને સરસ ન્યાયના ગ્રંથો મૂળમાં અ સાથે ગુજરાતી ભાષાંતર અપાવાં જોઈએ. તે પર સંસ્કૃતમાં થયેલી ટીકાઓના આધ વિવેચન થાય તે ઘણું જ સારું. આથી જૈન ન્યાયમાં ચંચુપાત કરવાને આપણને ત મળશે, અને તે તકને લાભ લઈ કઈ વિદ્વાન ટુંક વખતમાં તેને અભ્યાસી નીક આવશે. અભ્યાસી નીકળતાં બીજા ધર્મોના ન્યાયની તુલનાત્મક ગણના કરનાર ૫ જાગશે.
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy